Go Back
+ servings
aadu pak - aadu pak recipe - આદુ પાક - આદુ પાક બનાવવાની રીત - aadu pak banavani rit - aadu pak banavani recipe

આદુ પાક બનાવવાની રીત | aadu pak banavani rit | aadu pak banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે આદુ પાક બનાવવાની રીત - aadu pak banavani rit શીખીશું. શિયાળા માં અલગઅલગ વસાણાં યુક્ત વાનગીઓ ખૂબ પસંદ આવતી હોય છે શિયાળા માં વાસણા ગરમ પણ ના લાગે એટલે બધા ને શિયાળો આવતા જ વસાણાં ખાવાનું મન થાય એક એવી વાનગી છે આદુ પાક આદુ પાક આમ તો ખૂબ ઝડપથી ઓછી સામગ્રી માં તૈયાર થઈજાય છે તો ચાલો aadu pak recipe - aadu pak banavani recipe શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course Dessert, pak banavani recipe, pak banavani rit, vasanu recipe in gujarati
Cuisine gujarati cuisine
Servings 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

aadu pak recipe ingredients

  • 250 ગ્રામ આદુ
  • 300 ગ્રામ છીણેલો ગોળ
  • 200 ગ્રામ ઘી
  • 50 ગ્રામ કાજુ
  • 50 ગ્રામ બદામ
  • 3-4 ચમચી પિસ્તા
  • 50 ગ્રામ અખરોટ
  • ½ કપ નારિયળનું છીણ
  • 2 ચમચી મગ તરીના બીજ
  • 2 ચમચી ખસખસ
  • 20 ગ્રામ ગંઠોડા પાઉડર
  • 4-5 ચમચી ડ્રાયફ્રુટ ની કતરણ

Instructions
 

aadu pak | aadu pak recipe | આદુ પાક

  • આદુ પાક બનાવવા સૌપ્રથમ આદુ ને ધોઇ ને સાફ કરી લીધા બાદ એને ચમચી વડે છોલી લ્યો ને ત્યારબાદ ફરી એક વખત ધોઇ લ્યો ને નાના ટુકડામાં કાપી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી પીસી લ્યો
  • હવે મિક્સર જારમાં કાજુ, બદામ, અખરોટ ને પીસી ને તૈયાર કરી લ્યો અને નારિયળ નાકટકા ને પીસી લ્યો અથવા છીણી લ્યો અને ગોળ ને છીણી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈ માં પાંચ છ ચમચી ઘી ગરમ કરો એમાં આદુ પેસ્ટ નાખી ધીમા તાપે હલાવતા રહોને આદુ નું પાણી બરી જાય અને આદુ નો રંગ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો લ્યો ત્યારબાદ બીજા વાસણમાં કાઢી લ્યો ને એજ કડાઈ માં બીજું બચેલું ઘી નાખી ગરમ કરો એમાં છીણેલો ગોળ નાખી હલાવી ગોળ ને ઓગળી લ્યો
  • ગોળ બરોબર ઓગળી જાય એટલે ગેસ ધીમો કરી એમાં આદુ , નારિયળ નું છીણ, ડ્રાય ફ્રુટ પીસેલા નાખી મિક્સ કરી લ્યોઅને ખસખસ, મગતરી ના બીજ અને ગંઠોડા પાઉડર નાખી મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહો ને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી હલવો
  • મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ગ્રીસ કરેલ થાળી માં નાખી એક સરખું ફેલાવી દયો ને ઉપરથી ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી દયો ને છ સાત કલાક ઠંડો દયો ત્યાર બાદ કટકા કરો  ને ડબ્બા માં ભરી લ્યો

aadu pak recipe in gujarati notes

  • આદુ ને ઘી માં શેકતી વખતે એનું પાણી બરોબર બરી જાય એનું ખાસ ધ્યાન રાખવું નહિતર પાક થોડાદિવસ માં બગડી જઈ શકે છે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો