Go Back
+ servings
manchurian recipe - મંચુરિયન - manchuriyan - manchurian રેસીપી - મંચુરિયન ની રેસીપી – મનચુરીયમ - મન્ચુરિયન બનાવવાની રેસીપી - manchurian banavani recipe - મંચુરિયન બનાને કી રેસિપી - મન્ચુરિયન બનાવવાની રેસીપી - મનસુરીયમ બનાવવાની રીત

મન્ચુરિયન બનાવવાની રેસીપી | manchurian banavani recipe | મંચુરિયન બનાને કી રેસિપી | મન્ચુરિયન બનાવવાની રેસીપી | મનસુરીયમ બનાવવાની રીત

જય શ્રીકૃષ્ણ આજ આપણે વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન મંચુરિયન બનાને કા તરીકા ? મંચુરિયન કેસે બનાયે ? તો આજ મન્ચુરિયન બનાવવાની રેસીપી - શીખીશું. ચાઇનીઝ વાનગી લગભગ બધાને પસંદ આવતી હોય છે પણ ઘરે બહાર જેવા નથી બનતા તો આજ આપણે બહાર જેવાજ મંચુરિયન ઘરે બનાવવાનીરીત શીખીશું જે અંદર થી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનશે તો ચાલો મંચુરિયન ની રેસીપી - મંચુરિયન બનાને કી રેસિપી - મન્ચુરિયન બનાવવાની રેસીપી - manchurian banavani recipe - manchuriyan શીખીએ
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course nasta
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

મંચુરિયન બનાવવાની સામગ્રી| મંચુરિયન બોલ બનાવવા માટેની સામગ્રી | manchurian ingredients

  • કપ ઝીણી સુધારેલી પાનકોબી
  • 1 કપ છીણેલું ગાજર
  • ½ કપ ફણસી ઝીણી સુધારેલી
  • 2 ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • ½ કપ લીલી ડુંગળી / ડુંગળી ઝીણીસુધારેલી
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી મરી પાઉડર
  • 2 ચમચી સોયા સોસ
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • 1-2 ચમચી કોર્ન ફ્લોર
  • 4 ચમચી મેંદાનો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • 8-10 ચમચી સૂકા લાલ મરચા ગરમ પાણી માં પલાળેલા /લાલ મરચાનો પાઉડર પાણી માં પલાળી રાખેલ 1 ચમચી
  • તરવા માટે તેલ
  • જરૂર મુજબ પાણી

મનચુરીયમ નો વઘાર કરવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1-2 સૂકાલાલ મરચા
  • 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 1 ચમચી ઝીણું સમારેલું આદુ
  • 1-2 ચમચી ઝીણું લસણ સુધારેલ1-2 ચમચી
  • 1 ઝીણું સુધારેલ ડુંગળી
  • 1 ચમચી વિનેગર / લીંબુનો રસ
  • 2 ચમચી સોયા સોસ
  • ½ કેપ્સીકમ ઝીણું સમારેલું
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 કપ પાણી
  • 1-2 ચમચી કોર્ન ફ્લોર

Instructions
 

manchurian recipe | મંચુરિયન | manchuriyan | manchurian રેસીપી | મંચુરિયન ની રેસીપી | મનચુરીયમ

  • મંચુરિયન બનાવવા સૌપ્રથમ પલાળી રાખેલ લાલ મરચા નું પાણી કાઢી મિક્સર જાર માં નાખી પેસ્ટ તૈયાર કરી એક બાજુ મૂકો ત્યાર બાદ બધા શાક ને ધોઇ ઝીણા ઝીણા સુધારી લ્યો અથવા છીણી લ્યો
  • હવે એક વાસણમાં ઝીણા સુધારેલ પાનકોબી, ગાજર, ફણસી, આદુ પેસ્ટ એક ચમચી,લીલા મરચા સુધારેલા , લીલા ધાણા સુધારેલા,લીલી ડુંગળી સુધારેલ, સ્વાદ મુજબ મીઠું,મરી પાઉડર, સોયા સોસ,  બેકિંગ પાઉડર, કોર્ન ફ્લોર અને મેંદા નો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને જો મિક્સ કરવાપાણી ની જરૂર લાગે તો જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લ્યો
  • હવે મિશ્રણ માંથી નાના નાના બોલ બનાવી ને તૈયાર કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ બોલ નાખી  ગોલ્ડન તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો ત્યાર બાદ બીજા બોલ ને પણ ગોલ્ડન તરીલ્યો આમ બધા બોલ ને તરી ને તૈયાર કરી લ્યો

ડ્રાય મંચુરિયન બનાવવાની રીત

  • ડ્રાય મંચુરિયન બનાવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને એમાં સૂકા લાલ મરચા, આદુ, લસણ સુધારેલ નાખી  મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સકરો ને ફૂલ તાપે શેકો એક બે મિનિટ શેકી લીધા બાદ એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ અને લીલામરચા નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એમાં એક ચમચી લાલ મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને હવે એમાં વિનેગર, સોયા સોસ અને મીઠું સ્વાદ મુજબનાખી શકો ને મસાલા શેકાઈ જાય એટલે એમાં તરી રાખેલ મંચુરિયન બોલ નાખી ને મિક્સ કરી બેત્રણ મિનિટ ચડાવી લ્યો અને લીલા ધાણા નાખી દયો તો તૈયાર છે ડ્રાય મંચુરિયન

ગ્રેવી મંચુરિયન બનાવવાની રીત

  •  ગ્રેવી મંચુરિયન બનાવવા હોય તો શેકેલ મસાલા માં ત્રણ કપ પાણી નાખી ને મિક્સ કરી ઉકળી લ્યો પાણી ઉકળે ત્યાર સુંધી માં એક વાટકામાં ત્રણ ચમચી કોર્ન ફ્લોર લ્યો એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુમૂકો ગ્રેવી ઉકળવા લાગે એટલે એમાં કોર્ન ફ્લોર વાળુ પાણી નાખી બરોબર મિક્સ કરો
  • ફરી ગ્રેવી ને ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો ગ્રેવી થોડી ઘટ્ટ થાય એટલે એમાં મંચુરિયન બોલ નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલાનાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો ગ્રેવી મંચુરિયન

manchurian recipe notes

  • ગુજરાતી મનચુરીયન બોલ માટે શાક ને છીણી ને એમાં થોડું મીઠું નાખી મિક્સ કરીથોડી વાર ઢાંકી મુકો ત્યાર બાદ એને હાથેથી દબાવી પાણી નિતારી લ્યો ત્યાર બાદ બધા મસાલાને સોસ ને લોટ નાખી મિક્સ કરી બોલ બનાવશો તો બોલ સોફ્ટ બનશે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો