Go Back
+ servings
લીલવાની કચોરી - lilvani kachori - lilva ni kachori - lilva kachori recipe - લીલવાની કચોરી - lilwani kachori - lilva kachori - લીલી તુવેર ની કચોરી - tuver kachori - lili tuver ni kachori

લીલવાની કચોરી | lilvani kachori | lilva ni kachori | lilva kachori recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે લીલવાની કચોરી બનાવવાની રીત - lilvani kachori - lilva nikachori શીખીશું. શિયાળા માં લીલી તુવેરખૂબ સરસ આવતી હોય છે ને લીલી તુવેર સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે. એટલે એમાંથી શાક, સૂપ, પરોઠા , ટોઠા વગેરે બનાવતાહોઈએ પણ હજી એક વાનગી છે  લીલી તુવેર ની કચોરી - lilwani kachori જે એક વખત બનાવી ત્રણ ચાર દિવસ આરામથી ખાઈ શકો છો જે ખૂબટેસ્ટી લાગે છે તો ચાલો lilva kachori - tuver kachori - lilituver ni kachori શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati kachori recipe, gujarati nasto, kachori banavani rit, kachori recipe in gujarati, nasta, કચોરી બનાવવાની રીત
Cuisine gujarati cuisine
Servings 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

કચોરીનું પડ બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ મેંદાનો લોટ
  • ½ કપ ઘઉંનો લોટ
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી લીંબુનો રસ
  • 4-6 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

કચોરીનું પૂરણ બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ લીલી તુવેરના દાણા અધ કચરા પીસેલા 
  • ½ કપ લીલા વટાણા અધ કચરા પીસેલા
  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી હિંગ
  • 1-2 ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 3-4 ચમચી લીલું નારિયળ છીણેલું
  • 1 ચમચી સફેદ તલ
  • 3-4 ચમચી કાજુના કટકા
  • 1-2 ચમચી કીસમીસ
  • 1-2 ચમચી ખાંડ
  • 2 -3 ચમચી લીંબુનોરસ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2 -3 ચમચી લીલા લસણની પેસ્ટ
  • ½ ચમચી ગરમ મસાલો
  • ચમચી બેકિંગ સોડા
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

Instructions
 

લીલવાની કચોરી | lilwani kachori | lilva kachori | લીલી તુવેર ની કચોરી | tuver kachori | lili tuver ni kachori

  • લીલિવા કચોરી બનાવવા સૌપ્રથમ આપણે એનો લોટ બાંધી ને તૈયાર કરીશું ત્યાર બાદ એનું પૂરણ વઘારીને તૈયાર કરી ઠંડુ કરવા મુકીશું એને છેલ્લે કચોરી બનાવી ને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લેશું

લીલવાની કચોરી નું પડ બનાવવાની રીત

  • એક વાસણમાં મેંદા નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, લીંબુનો રસ અને ત્રણ ચાર ચમચીતેલ નાખી હાથ થી મસળી ને લોટ સાથે બધી સામગ્રી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને લોટ ને મસળી લ્યો
  • મસળેલા લોટ માં એક ચમચી તેલ નાખી ફરી લોટ ને મસળી લ્યો ને લોટ ને ઢાંકી એક બાજુ મૂકો

કચોરીનું પૂરણ બનાવવાની રીત

  •  તુવેર દાણા છોલી સાફ કરી લ્યો ને દાણાને ધોઇ લ્યો ત્યાર બાદ વટાણા પણ છોલી સાફ કરી વટાણા ના દાણા ને ધોઇ લ્યો ત્યાર બાદમિક્સર જારમાં નાખી અધ કચરા પીસી ને તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને સોડા નાખી મિક્સ કરી લેસૂ ત્યાર બાદ લીલા મરચા નો પેસ્ટ અને આદુ પેસ્ટ નાખી એકાદ મિનિટ શેકી  લેવા ત્યાર બાદ એમાં છીણેલું નારિયેળ નાખી મિક્સ કરી લ્યો અને સાથે સફેદ તલનાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ અધ કચરા પીસેલી તુવેર વટાણા ની પેસ્ટ નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને મિશ્રણ ને શેકો
  • મિશ્રણને ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ફરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ને વટાણાને તુવેર ની કચાસ દૂર થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં કાજુ ના કટકા અને કીસમીસ નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો
  • હવે એમાં ખાંડ, ગરમ મસાલો નાખીમિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીંબુનો રસ અને લીલા ધાણાઅને લીલું લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને બીજા વાસણમાં કાઢી ઠંડી થવા મૂકો અને ઠંડુ થાય એટલે બોલ બનાવી લ્યો

લીલવાની કચોરી બનાવવાની રીત | લીલી તુવેર ની કચોરી બનાવવાની રીત

  • બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની કચોરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો ત્યાર બાદ વેલણ વડે વચ્ચે જાડી અને આજુ બાજુથી પાતળી રહે એમ વણી લ્યો અથવા હાથ થી વાટકા જેવો આકાર આપો
  • હવે પુરી કે વાટકા માં  તૈયાર કરેલ બોલ મૂકી બધી બાજુથી બરોબર પેક કરી લ્યો ને વધારા નો ભાગ કાઢી હથેળી વચ્ચે ગોળ ફેરવી ને ગોળ કચોરી તૈયાર કરી લેવી આમ બધી કચોરી ભરી ને તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કચોરી નાખોને ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો ને થોડા સમય પછી ધીમા તાપે થોડી થોડી વારે હલાવતા રહો ગોલ્ડન તરી લ્યો
  • ત્યારબાદ બીજી કચોરી તેલ માં નાખી એને પણ ગોલ્ડન તરી લ્યો આમ બધી કચોરી તરી ને તૈયાર કરી લ્યો અને તૈયાર કચોરી સોસ કે ચટણી સાથે સર્વ કરો લીલિવા કચોરી

lilvani kachori notes

  • કચોરી નું પૂરણ બરોબર ચડાવેલ હસે તો ને ત્રણ દિવસ સુંધી તમે કચોરી ખાઈ શકો છો
  • કચોરી ધીમા તાપે તરવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય
  • તમે કચોરી ને પોણી ચડાવી લઈ કાઢી લઈ ફ્રીઝ માં મૂકી દયો ને  જ્યારે ખાવી હોય ત્યારે ફરી તેલ માં ગોલ્ડન તરી લઈ ને પણ મજા લઇ શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો