મેથીના ગોટા બનાવવા સૌપ્રથમ મેથી સાફ કરી ધોઈ લ્યો ને એનું પાણી નિતારી લ્યો ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો સાથે લીલા ધાણા ને સાફ કરી ધોઈ ને ઝીણી સુધારી લ્યો અને લીલા મરચા પણ ઝીણા સુધારી લેવા ને સાથે મરી ને આખા ધાણા ને અધ કચરા પીસી લ્યો
હવે એક મોટા વાસણમાં બેસન, ચણા નો લોટ (જો ચણા નો લોટ ના હોય તો ચણા દાળ ને મિક્સરમાં પીસી ને ચાળી ને ચણા નો લોટ તૈયાર કરી શકો છો), સોજી,એમાં મીઠું, આદુ પેસ્ટ, લીલામરચા સુધારેલા, હળદર, મરી અધ કચરી પીસેલી,આખા ધાણા અધ કચરા પીસેલા, હિંગ, ખાંડ, અને મેથી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં થોડુ થોડુ પાણી નાખી મિક્સ કરી લ્યો ને મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો મિશ્રણને ત્રણ ચાર મિનિટ હલાવી બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ઢાંકી પંદર વીસ મિનિટ ઢાંકી એક બાજુ મૂકો
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો અને વીસ મિનિટ પછી મિશ્રણ જો ઘણું ઘટ્ટ હોય તો પાણી બે ત્રણ ચમચી નાખી મિડીયમ બનાવી લ્યો અને એમાં બેકિંગ સોડા નાખો એના પર ગરમ તેલ ત્રણ ચાર ચમચી નાખી મિક્સ કરી લ્યો
ગેસ પર તેલ ગરમ થઇ જાય એટલે હાથથી કે ચમચી થી મિશ્રણ ને તેલ માં નાખતા જાઓ એક સાથે જેટલા સમાય એટલા નાખો ને ત્યાર બાદ ગેસ ને મિડીયમ કરી ને ગોટા ને ઉથલાવી ને બધી બાજુ થી ચડાવો ગોટા બધી બાજુ બરોબર ચડી ને ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો ને બીજા ગોટા તરવા નાખો ને બધાગોટા તૈયાર કરી લ્યો અને ચટણી સાથે સર્વ કરો મેથી ના ગોટા