Go Back
+ servings
ringan nu bharthu - ringan nu bharthu recipe - રીંગણ નું ભરતું - ringan nu bharthu in gujarati - ringan nu bharthu banavani rit batao - રીંગણ નું ભરતું બનાવવાની રીત - ringan nu bhartu banavani rit - ringan nu bharthu recipe in gujarati

રીંગણ નું ભરતું બનાવવાની રીત | ringan nu bharthu in gujarati | ringan nu bharthu banavani rit batao | ringan nu bhartu banavani rit | ringan nu bharthu recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે આવેલ રીક્વેસ્ટ ગેસ પર રીંગણ નું ભરતું બનાવવાની રીત - Ringan nu bharthu banavani rit batao શીખીશું. રીંગણા નો ઓળો એ એક ગુજરાતી નામ છે પંજાબી એને રીંગણા નું ભરથુકહે તો બંગાળી એને રીંગણ ભાજા કહે છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામ થી ઓળખાય છે અને રીંગણાનો ઓળો ઘણા બાફી ને તો ઘણા શેકી ને બનાવે છે અને જે રીંગણા ને શગળી પર કે દેવતા પરશેકી ને બનાવો તો એનો સ્વાદ કઈક અલગ જ હોય છે પણ આજ કાલ શગડી ને દેવતા મળવા મુશ્કેલછે તો આજ આપણે ઘરે ગેસ પર જ રીંગણા ને શેકી ને બનાવશું તો ચાલો ringan nu bhartu banavani rit - Ringan nu bharthu in gujarati- Ringan nu bharthu recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati dinner recipe
Cuisine gujarati cuisine
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

Ringan nu bharthu recipe ingredients

  • 1-2 કાળુ મોટું રીંગણા
  • 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 ટમેટા
  • 2-3 લીલા મરચા
  • 8-10 લસણની કણી
  • 4-5 ચમચી તેલ
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી હળદર
  • ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions
 

ringan nu bharthu | ringan nu bharthu recipe  | રીંગણ નું ભરતું બનાવવાની રીત

  • રીંગણ નું ભરતું બનાવવા સૌપ્રથમ રીંગણા ને ધોઇ ને સાફ કરી લ્યોત્યાર બાદ એમાં ચાકુ થી લાંબા લાંબા કાપા પાડી ને ચેક કરી લ્યો કે કોઈ કીડો નથી ને
  • ત્યારબાદ એના પર તેલ લગાવી લ્યો ને ચીરા માં લસણ ની કણી અને લીલા મરચા સુધારેલા ભરવી ને ગેસ પર શેકવા માટે મૂકો અને બીજા ગેસ પર તેલ લગાવી ટમેટા શેકવા મૂકો
  • થોડી થોડી વારે ફેરવતા રહો જેથી બધી બાજુ થી બરોબર શેકાઈ જાય આમ ફેરવી ફેરવી બધી બાજુ બરોબર શેકી લીધા બાદ એક થાળી માં મૂકો અને રીંગણા ને ટમેટા ના ફોતરા કાઢી ને ઝીણા ઝીણા સુધારી લ્યો સાથે રીંગણા માં મુકેલ લીલા મરચા ને લસણ ને પણ સુધારી લ્યો અથવા મેસર વડે બધું મેસ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ તેમણે ઝીણી સુધારી ડુંગળી નાખી ડુંગળી ને શેકી ગોલ્ડન કરી લ્યો ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને ગરમ મસાલો નાખી મસાલા ને શેકી લ્યો
  •  મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં મેસકરેલ રીંગણા, ટમેટા, લસણ, લીલા મરચા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો
  • સાત મિનિટ પછી ચમચા થી ઓળા ને મિક્સકરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ગરમ ગરમ મજા લ્યો રીંગણાનો ઓળો

Ringan nu bharthu recipe in gujarati notes

  • અહી તમે કાળા મોટા રીંગણા ની જગ્યાએ બાજરીયા રીંગણા કે તમારી બાજુ મળતા કોઈ પણ રીંગણા નો ઉપયોગ કરી શકો છો
  • વઘારમાં લીલું લસણ એન લીલી ડુંગળી નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે
  • અહી તમે લીલા વટાણા પણ વઘાર માં સાથે નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો