લસણનું અથાણું બનાવવાની રીત | lasan nu athanu banavani rit | lasan nu athanu recipe gujarati ma | lasan nu athanu recipe in gujarati
જય શ્રી કૃષ્ણ આજ આપણે લસણનું અથાણું બનાવવાની રીત - lasan nu athanu banavani rit શીખીશું. આ અથાણું તમે રોટલી, રોટલા,પરોઠા કે ભાત સાથે ખાઈ શકો છો ને એને એક બે મહિના સુધી સાચવી રાખવા લીંબુનોરસ અને તેલ નો જ ઉપયોગ કરીશું જેથી કોઈ નુકશાન કરશે નહિ અને લસણ ની તાસીર ગરમ હોવાથીઉનાળા માં વધારે ના ખાઈ શકાય પણ શિયાળા માં લસણ ખાવું ખુબ સારું તો આ રીતે અથાણું બનાવીખાઈ શકાય તો ચાલો lasan nu athanu recipe gujarati ma - lasan nu athanu recipe in gujarati શીખીએ
લસણનું અથાણું | lasan nu athanu | lasan nu athanu recipe
લસણનું અથાણું બનાવવા સૌપ્રથમ લસણ ની કણી ને ફોલી સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક વાસણમાં બે ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો.
હવે ચારણી માં પાતળું કપડું કે કેળાપાંદ પર લસણ ની સાફ કરેલ કણી નાખી ને ચારણી ને વાસણમાં મૂકી ઢાંકી ફૂલ તાપે પાંચ મિનિટ બાફી લ્યો
પાંચ મિનિટ પછી ચારણી બહાર કાઢી ને લસણ ને એક મોટા વાસણમાં નાખી દયો અને એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, શેકેલ મેથી પાઉડર, મીઠું સ્વાદ મુજબ ને મોટા હોય તો ત્રણ લીંબુ ને નાના હોય તો ચાર લીંબુ નો રસ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવી લ્યોને ગરમ તેલ ને લસણ પર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઠંડુ થાય એટલે એર ટાઈટ બરણી માંભરી લ્યો અને રોટલી, પરોઠા કે ભાત સાથે મજા લ્યો લસણ નું અથાણું
lasan nu athanu recipe notes
લસણ ની કણી ને પાંચ મિનિટ બાફી લેવાથી એની કચાસ ને એક જે તીખાશ ઓછી થશે ને સ્વાદ માં વધારો થશે
આ અથાણું તમે બહાર એક બે મહિના ને ફ્રીઝ માં લાંબો સમય સાચવી ને ખાઈ શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો