Go Back
+ servings
ભરેલા મરચા - bharela marcha - bharela marcha recipe - marcha nu shaak - bharela marcha nu shaak - bharela marcha ni recipe - ભરેલા મરચા બનાવવાની રીત - ભરેલા મરચા નું શાક - bharela marcha recipe - bharela marcha nu shaak in gujarati - bharela marcha banavani rit - bharela marcha gujarati recipe

ભરેલા મરચા બનાવવાની રીત | ભરેલા મરચા નું શાક | bharela marcha recipe | bharela marcha nu shaak in gujarati | bharela marcha banavani rit | bharela marcha gujarati recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે ભરેલા મરચા બનાવવાની રીત - bharela marcha nu shaak in gujarati શીખીશું. આજ કાલ બજાર માં મરચાખૂબ સારા આવે છે, ને ઘણા ને મરચા ખૂબ પસંદ પણ આવતા હોય છે અને મરચા ને અલગ અલગરીતે તરી, શેકી, આથીને કે પછી ભરી ને તૈયાર કરી મજા લેતા હોય છેતો આજ આપણે બેસન ના લોટ થી ભરી ભરેલા મરચા નું શાક બનાવવાની રીત - bharela marcha recipe - bharela marcha banavani rit - bharela marcha gujarati recipe - bharela marcha ni recipe શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course gujarati shaak ideas, gujarati shaak recipes, shaak, shaak banavani rit
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ભરેલા મરચા નું શાક બનાવવા જરૂરી સામગ્રી| bharela marcha ingredients

  • 10-12 મોટા મરચા
  • 9 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી વરિયાળી
  • ¼ ચમચી અજમો
  • ¼ ચમચી હિંગ
  • 1 કપ બેસન
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હકદાર
  • 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

ભરેલા મરચા | bharela marcha | bharela marcha recipe | marchanu shaak | bharela marcha nu shaak | bharela marcha ni recipe

  • ભરેલા મરચા બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, કાચી વરિયાળી અને અજમો નાખીતતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ને બેસન નાખો ને ધીમા તાપે પાંચ સાત મિનિટ સુધી શેકો બેસન બરોબર શેકાઈ જાય એટલે ગેસ પરથી નીચે ઉતારી લ્યો
  • હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ અનેએક બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો
  • હવે મોટા વાળા મરચા લ્યો એને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો ને કપડા થી કોરા કરી લઈ એક બાજુ ચાકુથી કાપા પાડી એક બાજુ મૂકો આમ બધા મરચા માં કાપા પાડી લ્યો અને ત્યાર બાદ તૈયાર કરેલ મસાલો કાપા માં બરોબર ભરી લ્યો આમ બધા મરચા ભરી ને તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં ભરેલા મરચા નાખીને ધીમા તાપે બે ચાર મિનિટ ચડાવી લ્યો
  • ચાર મિનિટ પછી ચમચી થી ઉથલાવી ને બીજી બાજુ પણ ઢાંકી ને ચાર મિનિટ ચડાવી લ્યો આમ મરચા નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકણ ખોલી બે મિનિટ શેકી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી મજા લ્યો ભરેલા મરચા

bharela marcha nu shaak notes

  • અહી તમે મરચા ને ભરી ને પાણી પર ચારણી માં મૂકી ને બાફી લીધા બાદ સફેદ તલ અને રાઈ જીરુનો વઘાર કરી ને પણ તૈયાર કરી શકો છો
  • બચેલો મસાલો ફ્રીઝ માં મૂકી પંદર દિવસ સુધી સાચવી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો