Go Back
+ servings
suran nu shaak - સૂરણનું શાક બનાવવાની રીત - સુરણ નુ શાક - suran nu shaak banavani rit - suran recipe gujarati - suran ki sabji gujarati - suran nu shaak recipe

સૂરણનું શાક બનાવવાની રીત | Suran nu shaak banavani rit | સુરણ નુ શાક બનાવવાની રીત | Suran nu shaak recipe | Suran recipe gujarati | Suran ki sabji gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે સૂરણનું શાક બનાવવાની રીત - Suran nu shaak banavani rit શીખીશું. શિયાળા માં સુરણ ખૂબ સારા આવતા હોય છે અને સુરણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું હોય છે અને સુરણ માંથી ઘણા ચિપ્સ પણ બનાવતા હોય છે અને સુરણ વધારે પડતું તો મિક્સ શાક માં કે ઊંધિયા માં વપરાયછે પણ આજ આપણે એકલા સુરણ માંથી સુરણ નુ શાક બનાવવાની રીત - Suran nu shaak recipe - Suran recipe gujarati - Suran ki sabji gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Course gujarati shaak ideas, gujarati shaak recipes, recipe of suran, shaak, shaak banavani rit, suran receipe, suran recipes
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients
  

સૂરણનું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ સુરણ
  • 2-3 ટમેટા સુધારેલ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસુરી મેથી
  • 1 કપ ગરમ પાણી
  • ¼ કપ દહી
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ¼ ચમચી હિંગ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી લીંબુ નો રસ
  • 3-4 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

સૂરણનું શાક | Suran nu shaak | સુરણ નુ શાક | Suran nu shaak recipe | Suran recipe gujarati | Suran ki sabji gujarati

  • સુરણનું શાક બનાવવા સૌપ્રથમ હાથ પ્ર તેલ લગાવી લ્યો અને સુરણ છોલી લ્યો ત્યાર બાદ ધોઇ નેએના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને કુકર માં કટકા અને એક ગ્લાસ પાણી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખી કુકર બંધ કરી એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
  • કુકરમાંથી હવા નીકળી જાય એટલે ચારણી માં કાઢી એનું પાણી અલગ કરી લ્યો અને નિતારી લ્યો અને  મિક્સર જાર માં સુધારેલ ટમેટા અને લીલા મરચા નાખી પીસી ને પેસ્ટ તૈયાર કરીએક બાજુ મૂકો અને ડુંગળી ને પણ ઝીણી સુધારી તૈયાર કરી લ્યો ને આદુ લસણ ની પેસ્ટ બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે સુરણ ના કટકા નાખી મીડીયમ તાપે બધી બાજુ ગોલ્ડન શેકી લ્યો ને ગોલ્ડન શેકાઈ જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો
  • ત્યારબાદ એજ કડાઈ માં ગરમ તેલ માં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો ને બધા ને બે મિનિટ શેકી લ્યો હવે એમાં મીઠા લીમડાના પાન અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવો
  • ટમેટાને ચાર મિનિટ ચડાવી લીધા બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, સ્વાદ મુજબમીઠું, ગરમ મસાલો, કસુરી મેથી  નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યોત્યાર બાદ એમાં એક કપ ગરમ પાણી નાખો ને મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવીને ગ્રેવી માંથી તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવો
  • ગ્રેવીમાંથી તેલ અલગ થાય એટલે એમાં દહી નાખી બરોબર મિક્સ કરી બે મિનિટ હલાવતા રહી ચડાવો જેથી દહી ફાટી ના જાય દહી ને બરોબર ચડાવી લીધા બાદ ઢાંકી બે મિનિટ ચડાવો અને ત્યાર બાદ એમાં શેકેલ સુરણ નાખી મિક્સ કરી ચાર પાંચ મિનિટ ઢાંકી ધીમા તાપે ચડવા દયો
  • પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો અને સાથે લીલા ધાણા સુધારેલા અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી સર્વ કરો સુરણ નું શાક

suran recipe gujarati notes

  • અહી તમે હાથ પર તેલ લગાવી સુરણ સુધારશો તો સુરણ માં રહેલ ચિકાસ તમારા હાથ પર નહિ લાગે અને સુરણ ના કટકા ના ઘણા નાના કે ના ઘણા મોટા કરવા નહિતર જો નાના હસે તો શાક માં ગરી જસે અને મોટા હસે તો ચડતા વાર લાગશે
  • સુરણને તમે બાફ્યા વગર સીધું પણ તરી શકો છો અથવા એર ફાયર માં શેકી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો