Go Back
+ servings
પાલક ની ખીચડી - પાલક દાળની ખીચડી - palak ni khichdi - palak khichdi recipe - palak dal khichdi recipe - પાલક ની ખીચડી બનાવવાની રીત - palak ni khichdi banavani rit - palak khichdi recipe in gujarati - palak dal ni khichdi banavani rit

પાલક ની ખીચડી બનાવવાની રીત | palak ni khichdi banavani rit | palak khichdi recipe in gujarati | palak dal ni khichdi banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે પાલક ની ખીચડી બનાવવાની રીત - palak ni khichdi banavani rit - પાલક દાળની ખીચડી બનાવવાની રીત - palak dal ni khichdi banavani rit શીખીશું, ખીચડી તમે અલગ અલગ દાળ માંથી કે અલગ અલગ શાક વાળી બનાવી હસે તો આજ દાળ અનેપાલક માંથી પ્રોટીન ને વિટામિન્સ થી ભરપુર અને હેલ્થી ખીચડી બનાવશું તો ચાલો palak khichdi recipe in gujarati - palak dal khichdi recipe શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course khichdi, ખીચડી
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

પાલક ની ખીચડી બનાવવા જરૂરી સામગ્રી

  • 100 ગ્રામ બાસમતી ચોખા
  • 100 ગ્રામ તુવેર દાળ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ કપ ઝીણા સમારેલા ગાજર
  • ½ ફણસી સુધારેલ
  • ¼ કપ વટાણા
  • 1 ઝીણા સમારેલા ટામેટા
  • 1 ઝૂડી પાલ સુધારેલ
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 1 ચમચી આદુ પેસ્ટ 1 ચમચી
  • 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી કસુરી મેથી
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું

પાલક દાળની ખીચડી ના વઘાર માટેની સામગ્રી

  • 1 -2 ચમચી ઘી
  • 1 -2 સૂકા લાલ મરચા
  • 1-2 ચમચી લસણ સુધારેલ
  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર

Instructions
 

પાલક ની ખીચડી | પાલક દાળની ખીચડી | palak ni khichdi | palak khichdi recipe | palak dal khichdi recipe

  • પાલક ની ખીચડી - પાલક દાળ ખીચડી બનાવવાસૌપ્રથમ એક વાસણમાં ચોખા અને તુવેર દાળ સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી નાખી ઘસીને ધોઇ લ્યો ત્યાર બાદ એક બે વખત પાણી નાખી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક  પલાળી લ્યો
  • દાળ ચોખા પલળી જાય એટલે ગેસ પર એક કુકર ગરમ કરવા મૂકો એમાં ત્રણ કપ પાણી અને પલાળી રાખેલ દાળ ચોખા નું પનો નિતારી એ  દાળ ચોખા નાખો સાથે સ્વાદ મુજબ મીઠું,પા ચમચી હળદર અને એક ચમચી ઘી નાખી મિક્સ કરી કુકર બંધ કરી મિડીયમ તાપે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
  • પાલકને સાફ કરી ધોઈ સાફ કરી પાંચ મિનિટ ગરમ પાણી માં બાફી ને પાણી માંથી કાઢી નિતારી લ્યોને પીસી ને પેસ્ટ બનાવી લ્યો અને બીજા શાક સુધારી તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખો સાથે આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચા સુધારેલ નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદએમ ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો
  • ત્યારબાદ એમાં ઝીણા સમારેલા ગાજર, ફણસી, ટામેટા, વટાણા નાખી મિક્સકરી લ્યો ને બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં  સ્વાદ મુજબ મીઠું, હળદર, ધાણા જીરું પાઉડર , કસુરીમેથી નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પાલક પ્યુરી નાખી બરોબર મિક્સ કરી ઢાંકી પાંચ મિનિટ ચડાવી લ્યો
  • પાલક બરોબર ચડી જાય એટલે એમાં બાફી રાખેલ દાળ ચોખા નાખી મિક્સ કરી પાંચ મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો ને પાલક સાથે ખીચડી બરોબર મિક્સ થઈ ચડી જાય એટલે છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો

પાલક દાળની ખીચડી નો બીજો વઘાર કરવાની રીત | palakdal khichdi recipe bijo vaghar

  • ગેસ પર વઘરિયા માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચા સાથે લસણ સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લો અને તૈયાર વઘાર ને ખીચડી પર નાખી દયો તો તૈયાર છે પાલક દાળ ખીચડી

palak khichdi recipe in gujarati notes

  • અહી તુવેર દાળ ની જગ્યાએ છડિયા દાળ પણ વાપરી શકો છો
  • તમે ઇચ્છો તો શાક વગર માત્ર પાલક પ્યુરી નાખીને વઘારી ને પણ તૈયાર કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો