મુઠીયા નું શાક બનાવવાની રીત |muthia nu shaak banavani rit | muthia nu shaak recipe | muthia nu shaak recipe in gujarati
જય શ્રી કૃષ્ણ આજ આપણે મુઠીયા નું શાક બનાવવાની રીત - muthia nu shaak banavani rit શીખીશું. આ શાક ને મેથી મુઠીયા શાક, મેથી બેસન નું શાક કે મેથી નું શાક પણ કહેવાય છે, આ શાક ખાવા માં તો ટેસ્ટી લાગે છે સાથે સાથે બની પણ ખૂબ ઝડપથી જાય છે જો મેથી ના મુઠીયા પહેલેથી તૈયાર કરેલા હોય તો પંદર વીસ મિનિટ માં શાક બની જાય છે ને બધા પસંદ આવશે તો ચાલો muthia nu shaak recipe in gujarati શીખીએ
મુઠીયા બનાવવા સૌપ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ ધોઈલ્યો ને પાણી નિતારી સાવ કોરી કરી લ્યો મેથી કોરી થઈ જાય એટલે ઝીણી ઝીણી સુધારી લ્યોને સુધારેલ મેથી માંથી પા કપ જેટલું મેથી અલગ કરી ને બાકી ની મેથી માં સ્વાદ મુજબ મીઠુંનાખી મિક્સ કરી મેથી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો
પંદર મિનિટ પછી મેથી માંથી પાણી અલગ થઈ ગયું હસે એમાં ચાળી ને બેસન, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો,જીતુને મસળી ને અજમો નાખો ને બરોબર મસળી ને મિક્સ કરો ને લોટ બાંધી લ્યો( જો જરૂર લાગે તો એક ચમચી પાણી નાખવું )
હવે બાંધેલા લોટ માંથી ગોળ , લંબગોળ મુઠીયા બનાવી એક બાજુ મૂકો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવામૂકો ને મિડીયમ તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલ મુઠીયા એમાં નાખી ગોલ્ડન તરી લ્યો તો તૈયાર છે મુઠીયા
મુઠીયા નું શાક બનાવવાની રીત | muthia nu shaak banavani rit
મુઠીયા નું શાક બનાવવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લસણ ની કણી સુધારેલ નાખી ને થોડી ગોલ્ડન જેવી થવા લાગે ત્યાં સુંધી શેકો ત્યાર બાદ ઝીણી સુધારેલી ડુંગળી લીલા મરચા સુધારેલા નાખી ને મિક્સ કરી ડુંગળી થોડી નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો
ડુંગળી નરમ થાય એટલે એમાં ટમેટા ઝીણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી ટમેટા ને ચડાવી લ્યો ટમેટા ચડી જાય એટલે એમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર નાખી મિક્સ કરી લ્યો ને પા કપપાણી નાખી મસાલા ને ચડાવી લ્યો મસાલા ચડી જય એટલે એમાં અલગ મુકેલી મેથી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ મલાઈ નાખી મિક્સ કરો ને બે મિનિટ ચડાવી લ્યો
હવે એમાં બીજું અડધો થી એક કપ પાણી નાખો ને મિક્સ કરી પાણી ને ઉકળવા દયો પાણી ઉકળવા લાગે એટલે એમાં તરી રાખેલ કે એમજ કાચા મુઠીયા નાખો ને મિક્સ કરી બે મિનિટ એમજ ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકી દસ મિનિટ ચડાવી લ્યો ને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી સર્વ કરો મુઠીયા નું શાક
muthia nu shaak recipe in gujarati notes
અહી તમે કાચા મુઠીયા ગ્રેવી માં નાખી ને ઢાંકી ને ચડાવો અથવા મુઠીયા તરી ને ગ્રેવી માં નાખી ચડાવી શકો છો
મુઠીયામાં ઇચ્છો તો લીલું લસણ પણ નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો