Go Back
+ servings
veg biryani recipe - વેજ બિરયાની - વેજ બિરયાની બનાવવાની રીત - veg biryani recipe - veg biryani banavani rit - veg biryani recipe in gujarati

વેજ બિરયાની બનાવવાની રીત | veg biryani banavani rit | veg biryani recipe in gujarati

જય શ્રીકૃષ્ણ આજ આપણે વેજ બિરયાની બનાવવાની રીત - veg biryani banavani rit શીખીશું,જ્યારે રોટલી, રોટલા કે પરોઠા બનાવવાની ઈચ્છા ન હોય અને રસોઈ બનાવવાની હોય તો એવું કઈક બનાવી લઈ એ કે બધા ને પસંદ આવે ને બધાનું પેટ પણ ભરાઈ જાય એવું જમવાનું બનાવી ને તૈયાર કરી લઈએ તો ચાલો veg biryani recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 50 mins
Resting time 30 mins
Total Time 1 hr 40 mins
Course lunch and dinner recipe in gujarati
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

veg biryani recipe ingredients | veg biryani ingredients

  • 2 કપ બાસમતી ચોખા
  • ½ કપ ફુલાવર ના કટકા
  • ½ કપ ગાજર ના કટકા
  • ½ કપ ફણસી ના કટકા
  • ½ કપ વટાણા
  • ½ કપ બટાકા ના કટકા
  • 150 ગ્રામ પનીર ના કટકા
  • 3 ડુંગળી સુધારેલ
  • 2-3 ટમેટા ની પ્યુરી
  • 10-15 લસણની કણી + આદુ નો1 ઇંચ ટુકડો ની પેસ્ટ
  • 2 તમાલ પત્ર 1+1
  • 1 ચમચી જીરું + 1 ચમચી
  • 10 મરી
  • 3-4 લવિંગ
  • 2 ઇચ તજ નો ટુકડો
  • 1 જાવેંત્રિ ફૂલ
  • 1 સ્ટાર ફૂલ
  • 2 મોટી એલચી
  • 4 એલચી
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 2-3 ચમચી બિરિયાની મસાલો
  • 10-15 કેસરના તાંતણા
  • 3-4 ચમચી ગરમ દૂધ
  • ¼ કપ ફુદીના ના પાન સુધારેલ
  • 1 કપ દહી
  • 1 ચમચી લીંબુનો રસ
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ કપ ઘી
  • પાણી જરૂર મુજબ

Instructions
 

veg biryani recipe | વેજ બિરયાની | veg biryani

  • વેજ બિરિયાની બનાવવામાં આપણે સૌ પ્રથમ ચોખા ને ધોઇ પલાળી ખડા મસાલા સાથે 80 % ચડાવી ને નિતારી  લેશું ત્યાર બાદ શાક ને દહી સાથે મસાલા નાખી મેરિનેટ કરી લઈ શાક નો વઘાર કરી લેશું ત્યાર બાદ શાક અને ભાત ના બે ત્રણલેયર કરી ઢાંકી ને ધીમા તાપે ચડાવી લેશું ને બિરિયાની તૈયાર કરીશું

વેજ બિરિયાની બનાવવા માટે ભાત ચડાવવા માટેની રીત

  • વેજ બિરિયાની બનાવવા સૌપ્રથમ આપણે ચોખા ને બે ત્રણ વખત પાણીથી ધોઇ ને સાફ કરી લ્યો ત્યારબાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો અડધા કલાક પછી ગેસ પર એક મોટી કડાઈમાં ચાર પાંચ ગ્લાસ પાણી નાખી ઉકળવા મુકો પાણી ઉકળવા દયો
  • પાણી ઉકળતું હોય ત્યારેએમાં તમાલપત્ર, સ્ટાર ફૂલ, મોટી એલચી, એલચી,જાવેંત્રી, તજ નો ટુકડો, મરી, જીરું નાખી દયો અને એમાં સ્વાદ મુજબ મીઠું,એક ચમચી લીંબુનો રસ અને એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો અને પલાળેલાચોખા નું પાણી નિતારી લઈ ચોખા પાણી માં નાખી મિક્સ કરો અને ચોખા ને 80-90% ચડાવી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી લ્યો ને ઠંડા થવા દયો

વેજ બિરિયાની બનાવવા માટે શાક ને મેરીનેટ કરવાની રીત

  • હવે એક મોટા વાસણમાં ધોઇ સાફ કરી  ફુલાવર ના કટકા, ગાજર ના કટકા, ફણસી સુધારેલ, બટાકાના કટકા, પનીર ના કટકા લ્યો ત્યાર બાદ એમાં દહીં, બિરિયાની મસાલો બે ચમચી, સ્વાદ મુજબ મીઠું નાખી હલકાહાથે મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો અને ગરમ દૂધ માં કેસરના તાંતણા નાખી મિક્સ કરો ને એને પણ એક બાજુ મૂકો

વેજ બિરિયાની ના શાક વઘાર માટેની રીત

  • ગેસ પર એક મોટી કડાઈ માં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે સુધારેલ ડુંગળી નાખી ને ફૂલ તાપે શેકી ને બ્રાઉન કરી લ્યો ડુંગળી બ્રાઉન થાય એટલે એને બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એજ કડાઈમાં રહેલ ઘી માં જીરું, લવિંગ, મરી, તજ નો ટુકડો,સ્ટાર ફૂલ, મોટી એલચી, એલચી અને તમાલપત્ર નાખી શેકી લ્યો
  • મસાલા શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ચડાવી લ્યો ડુંગળી નરમ થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખો ને શેકી લ્યો અને હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, બિરિયાની મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો તેલ અલગ થાય એટલે એમાં મેટીનેટ કરેલ શાક ને વટાણા નાખી મિક્સ કરી લ્યો અને પા કપ ગરમ પાણી નાખી ધીમા તાપે ચડાવી લ્યો  ને શાક ને પણ 80-90% ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો

વેજ બિરિયાની બનાવવાની રીત

  • હવે એક કુકર કે કડાઈ માં સૌ પ્રથમ વઘારેલા શાક નું લેયર બનાવી લ્યો ત્યાર બાદ એના પર ભાતનું લેયર બનાવી લ્યો એના પર તરી રાખેલ ડુંગળી અને કેસર વાળુ દૂધ ની બે ત્રણ ચમચી નાખો અને સાત આઠ ફુદીના ના પાન, ચમચી લીલા ધાણા ને એક બે ચમચી ઘી નાખી દયો
  • હવે એના પર ફરી શાક નું લેયર કરો અને એના પર ભાત નું લેયર કરો ને ભાત પર કેસર વાળુ દૂધ, શેકેલ ડુંગળી, ફુદીના ના પાન, લીલા ધાણા સુધારેલા અને ઘી નાખો ને ઢાંકી બંધ કરી ગેસ પર ધીમા તાપે દસ બાર મિનિટ ચડવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી બીજી દસ મિનિટ રહેવા દયો ત્યાર બાદ સર્વ કરો વેજ બિરિયાની

veg biryani recipe in gujarati notes

  • ચોખા અને શાક ને 80% - 90% જ ચડવા બાકી દમ આપવા મૂકશો ત્યારે ચડી જસે
  • અહી તમે પાતળા પાતળા લેયર કે પછી મોટા મોટા લેયર કરી શકો છો
  • બિરિયાનીને દમ દેવા તમે કડાઈ ને તવી પર મૂકી ને પણ આપી શકો છો 
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો