ભાંગ બનાવવાની રીત | bhang banavani rit | bhang recipe | bhang banavani recipe | bhang recipe for shivratri
જય શ્રી કૃષ્ણ આજ આપણે શિવરાત્રી સ્પેશિયલ ભાંગ બનાવવાની રીત - bhang banavani rit શીખીશું, શિવરાત્રી પર બનતી આ ઠંડાઈ ને ભાંગ પણકહેવાય છે જે શંકર ભગવાન ને શિવરાત્રી પર ભાંગ ચડાવવા માં આવે છે અને ત્યાર બાદ એનો પ્રાસાદ બધાને પ્રસાદી સ્વરૂપે ગ્રહણ કરતા હોઈએ છીએ તો એ મંદિરમાં મળતી પ્રસાદી આજઆપણે ઘરે શિવરાત્રી સ્પેશિયલ bhang banavani recipe - bhang recipe for shivratri શીખીએ
શિવરાત્રી સ્પેશિયલ ભાંગ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં કાજુ, બદામ, ગુલાબ ના પાંદડા,મરી પાઉડર, કાચી વરિયાળી, કેસરના તાંતણા, મગતરી ના બીજ, એલચી,ખસખસ ને સાફ કરી ને લ્યો ત્યાર બાદ બધી સામગ્રી ડૂબે એટલું પાણી નાખીઢાંકી ને આખી રાત પલાડી મૂકો
હવે બીજે દિવસે સવારે પલાળેલી બધી ને સામગ્રી મિક્સર જારમાં નાખી ને બરોબર સ્મૂથ પીસી ને પેસ્ટ તૈયાર કરી લ્યો ને તૈયાર પેસ્ટ ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો અને ફ્રીઝ માં મૂકીદયો અને એક બે દિવસ એમાંથી ભાંગ બનાવી શકો છો
ભાંગ બનાવવા એક વાસણમાં પીસેલી ભાંગ ની બે ત્રણ ચમચી નાખો સાથે પીસેલી ખાંડ તમારી પસંદ મુજબ નાખો અને એક ગ્લાસ કાચું ગાય નું ઠંડુ દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને પિસ્તાની કતરણ ગુલાબની પાંખડીઓ અને કેસર ના તાંતણા થી ગાર્નિશ કરી ભગવાન ને અર્પણ કરી ને પ્રસાદી તરીકે ગ્રહણ કરો શિવરાત્રી સ્પેશિયલ ભાંગ
bhang recipe notes
જો રાત્રે સામગ્રી પલળવાની ભુલાઈ ગઈ હોય તો ગરમ પાણી માં એક થી બે કલાક પલાળી પણ શકો છો
પલળવામાં વાપરેલ પાણી સામગ્રી ડૂબે એટલું જ નાખવું ને તમે ઇચ્છો તો પાણી નિતારી ને દૂધ માંપણ સામગ્રી પીસી શકો છો
અહી તમે ઈચ્છો તો થોડા ભાંગ ના પાંદડા સામગ્રી પલાળતી વખતે નાખી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો