સામા ની પુરી બનાવવાની રીત | sama ni puri banavani rit | sama ni puri recipe in gujarati
જય શ્રી કૃષ્ણ આજ આપણે સામા ની પુરી બનાવવાની રીત - sama ni puri banavani rit શીખીશું, સામા ને ઘણા મોરૈયો, સાઉ, ભગંદર પણ કહેતા હોય છે અને ફરાળ માં એમાંથી અલગઅલગ ફરાળી વાનગીઓ બનાવી ને ખાતા હોઈએ છીએ આજ આપણે એમાંથી ફરાળી પુરી બનાવશું જે ચાદહી કે ફરાળી શાક સાથે ખાઈ શકાય છે તો ચાલો sama ni puri recipe in gujarati શીખીએ
Course farali recipe, farali recipe in gujarati, ફરાળી વાનગી
Cuisine Indian
Servings 4વ્યક્તિ
Equipment
1 કડાઈ
Ingredients
સામા ની પુરી બનાવવા જરૂરી સામગ્રી
1 કપસામો 1
¼ ચમચીમરી પાઉડર
સ્વાદ મુજબ ફરાળી મીઠું
તેલ જરૂર મુજબ
પાણી જરૂર મુજબ
Instructions
સામા ની પુરી | samani puri | sama ni puri recipe
સામા ની પુરી બનાવવા સૌપ્રથમ સામો સાફ કરી એને બે ત્રણ પાણીથી ધોઇ લ્યો ત્યાર બાદ છ થી સાત કલાક અથવા આખી રાત પાણીમાં પલાળી મુકો સાત કલાક પછીએનું પાણી નિતારી લ્યો અને ત્યાર બાદ મિક્સર જારમાં નાખી ને સ્મૂથ પીસી લ્યો ( પીસવા માટે જો જરૂર લાગે તો એકાદ બે ચમચી પાણી નાખવું )
હવે ગેસ પર એક કડાઈમાં પીસેલી સામો નાખી ધીમા તાપે હલાવતા રહો ને મિક્સ કરતા રહો મિક્સ થઈ કડાઈ મુકવા લાગે એટલે કથરોટ માં કાઢી લ્યો ને થોડો ઠંડુ થવા દયો ત્યારબાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો
હવે એમાં બે ત્રણ ચમચી તેલ નાખો ને ફરી લોટ ને બરોબર મસળી લ્યો ને ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી ફરી બે ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો ને એના પુરી બનાવવા માટે નાલુવા બનાવી તેલ લગાવી એક બાજુ મૂકો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી પ્લાસિક પર થોડું તેલ લગાવી એમાં વચ્ચે લુવો મૂકી આંગળી થી દબાવી અથવા થાળી થી થોડું દબાવી પુરી બનાવી લ્યોને તૈયાર પુરી ને ગરમ તેલ માં નાખી થોડી દબાવી ને ફુલાવી લ્યો
એક બાજુ થોડી ચડી જાય ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ બરોબર તરી લ્યો આમ બને બાજુ બરોબર તરી લીધા બાદ બહાર કાઢી લ્યો ને બીજા લુવા ને પ્લાસ્ટિકમાં મૂકી થાળી વડે દબાવી પુરી બનાવો ને તૈયાર પુરી ને ગરમ તેલ માં નાખી તરી લ્યો આમ એક એક પુરી બનાવી તરી લ્યો ને મજા લ્યો સામા ની પૂરી
sama ni puri recipe in gujarati Notes
અહી તમે મરી સિવાય બીજા મસાલા નાખી ને ફરાળી મસાલા પૂરી પણ ટાયાયર કરી શકો છો
પુરીને બને ત્યાં સુંધી ફૂલ તાપે તરવી નહિતર પુરી ચવડી થઈ જશે
અહી તમે સામા ને પીસી એનો પાઉડર બનાવી ને પલાળી ને બાફી કે કડાઈમાં ચડાવી ને પણ પુરી બનાવી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો