Go Back
+ servings
handvo recipe - handvo recipe in gujarati - handvo banavani rit - હાંડવો બનાવવાની રીત – હાંડવો - handvo banavani recipe - gujarati handvo recipe - handvo recipe gujarati - gujarati handvo banavani rit

હાંડવો બનાવવાની રીત | handvo recipe | handvo recipe in gujarati | handvo banavani rit | handvo banavani recipe

જય શ્રી કૃષ્ણ આજ આપણે પારંપરીક હાંડવો બનાવવાની રીત - handvo recipe in gujarati - handvo banavani rit શીખીશું, હાંડવો એક ગુજરાતી વાનગી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ અને પોષ્ટીક હોય છે આજ કાલબધા ને ઇન્સ્ટન્ટ બની જતી વાનગી બનાવવી ખૂબ ગમે છે પણ એ ઇન્સ્ટન્ટ વાનગી ક્યારેક પારંપરિકઅને મૂળ રીત થી બનાવેલ વાનગી જેટલી સ્વાદિષ્ટ ને પોસ્તિક નથી લાગતી એમજ હાંડવો આપણેઇન્સ્ટન્ટ સોજી માંથી બનાવીએ પણ એ પારંપરીક હાંડવા ની જગ્યાએ હાલે પણ મૂળ હાંડવા જેવોના બને તો ચાલો આજ આપણે પારંપરીક હાંડવો બનાવવાની રીત શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course gujarati dishes, gujarati food, gujarati nasto, gujarati recipes for dinner, guju recipes, ગુજરાતી રેસીપી બનાવવાની રીત
Cuisine gujarati cuisine
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 હાંડવા મોલ્ડ

Ingredients
  

હાંડવો બનાવવા જરૂરી સામગ્રી | handvo ingredients

  • 2 કપ ચોખા
  • 1 કપ ચણા દાળ
  • ½ કપ અડદ દાળ
  • ½ ફોતરા વગરની મગ દાળ
  • ½ કપ તુવેર દાળ
  • ½ ચમચી મેથી દાણા
  • ½ કપ દહી
  • કપ છીણેલી દૂધી
  • ½ કપ છીણેલું ગાજર
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી લસણની પેસ્ટ (ઓપ્શનલ છે )
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • 2-3 ચમચી ખાંડ / છીણેલો ગોળ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી હળદર
  • 6 ચમચી સફેદ તલ
  • ¼ ચમચી હિંગ
  • ¼ ચમચી ઇનો / બેકિંગ સોડા 
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions
 

હાંડવો | gujarati handvo recipe | handvo recipe gujarati | gujarati handvo banavani rit

  • હાંડવો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચોખા, અડદ દાળ, ફોતરા વગરની મગ દાળ, ચણાદાળ, તુવેર દાળ અને મેથી દાણા નાખી બે ત્રણ પાણી થી હાથ થી મસળીને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાર પાંચ ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક પલાળી મુકો
  • સાત કલાક પછી દાળ ચોખા માંથી પાણી નિતારી એક વખત ફરી થી ધોઇ લ્યો હવે પલાળેલા દાળ ચોખાને મિક્સર જારમાં નાખી પા કપ દહી નાખી દરદરું પીસી લ્યો આમ બધું મિશ્રણ મિડીયમ ઘટ્ટપીસી ને તૈયાર કરી લ્યો અને પીસવા જરૂર લાગે તો પાણી નાખવું ત્યાર બાદ મિશ્રણ ને ઢાંકીને દસ બાર કલાક આથો આવવા મૂકો
  • બાર કલાક બાદ મિશ્રણ માં આથો આવી જાય એટલે મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં છીણેલી દૂધી, છીનલું ગાજર,લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા,લસણ ની પેસ્ટ, આદુ પેસ્ટ, હળદર, હિંગ, છીણેલો ગોળ,સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરી મિશ્રણ એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને સફેદ તલ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી લ્યો ને હાંડવાના મિશ્રણ ના બે થી ત્રણ કડછી નાખી બરોબર ફેલાવી નાખો ને ગેસ ધીમો કરી ઢાંકી ને ચાર પાંચ મિનિટ સાવ ધીમા તાપે ચડાવો
  • પાંચ મિનિટ  નીચેના ભાગ માં હાંડવો ગોલ્ડન થઈ જાય એટલે તાવિથા થી હાંડવા ને ઉથલાવી ને એક ચમચી તેલ નાખી બીજી બાજુ પણ ગોલ્ડન ચડાવી લ્યો આમ બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ પ્લેટ માં કાઢી લ્યો
  • ફરી એજ કડાઈ માં બે ત્રણ ચમચી તેલ ગરમ કરો એમાં રાઈ અને સફેદ તલ મીઠા લીમડાના પાન નાખી એમાં હાંડવા મિશ્રણ નાખી બીજા હાંડવા ને પણ બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ બધા હાંડવા એક એક કરો શેકી ને તૈયાર કરી લ્યો ને ચટણી. સોસ સાથે કટકા કરી ગરમ ગરમ સર્વ કરો  પારંપરીક હાંડવો

handvo recipe notes

  • અહી તમે તમારા પાસે હોય એ દાળ નાખી ને હાંડવા નું મિશ્રણ તૈયાર કરી શકો છો
  • જો હાંડવામાં આથો બરોબર આવેલ હોય તો તમે બેકિંગ સોડા ના નાખો તો પણ ચાલે
  • હાંડવામાં તમે તમારી પસંદ માં શાક નાખી શકો છો
  • જો તમે નાના નાના હાંડવા ના બનાવવા માંગતા હો તો એક સાથે કુકર માં એક મોટો હાંડવો તૈયાર કરી શકો છો
  • જો લસણના ખાતા હો તો ના નાખવું
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો