જય શ્રી કૃષ્ણ આજ આપણે મઠરી બનાવવાની રીત - mathri banavani rit શીખીશું. મઠરી મીઠી અને મસાલા વાળી એમ બે પ્રકારની બનતી હોય છે, આજ આપણે મસાલા વાળી મઠરી બનાવવાની રીત શીખીશું. મઠરી અલગ અલગ પ્રકારના મસાલા અને આકારની બનાવવામાં આવતી હોય છે પણ આજ આપણે રેગ્યુલર મસાલા અને વણવા ની ઝંઝટ વગર ખૂબ ઓછી મહેનતે તૈયાર થઈ જાય એવી મઠરી બનાવશું તો ચાલો gujarati mathri recipe - mathri in gujarati શીખીએ
મઠરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં મસળી ને અજમો, મસળી સૂકી મેથી નાખી દયો અનેદર્દરા પીસેલી મરી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં નવશેકું ગરમ તેલ નાખી ને ચમચાથી મિક્સ કરી લ્યો
હવે હાથ વડે બરોબર તેલ અને લોટ ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બરોબર મસળી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો
ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ નવશેકું ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટને ફરી થોડો મસળી લ્યો ,
ત્યારબાદ કિચન કાતર થી લોટ ની એક બાજુ થી નાની નાની સાઇઝ માં કાપતા જાઓ આમ એક બાજુ થી લોટને કાતર થી કાપતા જાઓ કાપેલા કટકા ને નવશેકા તેલ માં નાખી દયો
હવે થોડી વાર એમજ રહેવા દયો બે ચાર મિનિટ પછી ઝારા થી ઉથલાવી લ્યો ને હલાવતા રહી ગોલ્ડન તરી લ્યો અને મઠરી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજી મઠરી ને કાપી લ્યો ને નવશેકા તેલ માં નાખી ને એમને પણ ગોલ્ડન તરી લ્યો,
બધી મઠરી તરી લીધા બાદ સાવ ઠંડી કરીલ્યો ને મઠરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને જ્યારે પણ ખાવા નું મન થાય ત્યારે મજા લ્યો મઠરી
gujarati mathri recipe notes
અહી તમે ઘઉં ની જગ્યાએ મેંદા નો કે મલ્ટી ગ્રેન લોટ નો પણ ઉપયોગ કરી શકો છો
મઠરીનો આકાર તમને ગમે એવો બનાવી શકો છો અને મનગમતા મસાલા નાખી ને બનાવી શકો છો