શ્રીખંડ બનાવવાની રીત | shrikhand banavani rit | શીખંડ બનાવવાની રીત | shrikhand recipe in gujarati | shrikhand in gujarati
જય શ્રી કૃષ્ણ આજ આપણે shrikhand banavani rit - શીખંડ બનાવવાની રીત શીખીશું. શ્રીખંડ ને ઘણા લોકો મઠો પણ કહે છે, ઉનાળા માં કોઈ પણ લગ્ન પ્રસંગ માં અલગ અલગ ફ્લેવર્સ વાળુ ઠંડુ ઠંડુ શ્રીખંડતો જોવા મળે જ. આમ તો શ્રીખંડ ઘરે બનાવું પણ એટલું જ સહેલું છેજેટલું બહાર થી લઇ આવવું, જો એક વખત તમે ઘરે શ્રીખંડ બનાવી મજાલેશો તો બીજી વખત બહાર થી લાવવાની વાત જ નહિ કરો તો ચાલો શ્રીખંડ બનાવવાની રીત - shrikhand recipe in gujarati - shrikhand banavani recipe શીખીએ
શીખંડ બનાવવા સૌપ્રથમ આપણે એક મોટી તપેલી માં એક કપ દૂધ માં મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી લેશું દૂધ અને મિલ્ક પાઉડર બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં બીજું દૂધ નાખી ને મિક્સ કરી ગેસ પર મૂકી થોડી થોડી વારે હલાવતા રહી દૂધ ને ગરમ કરવા મૂકો.
દૂધ ગરમ થઇ જાય એટલે ગેસ ધીમો કરી ને પંદર વીસ મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ત્રણ ચમચી દૂધ એક વાટકા માં કાઢી એમાં દસ બાર તાંતણા કેસર નાખી એક બાજુ મૂકો, ત્યાર બાદ ગેસ બંધ કરી દૂધ નવશેકું થાય ત્યાં સુધી ઠંડુ કરી લ્યો દૂધ નવશેકું રહે એટલે એમાં એક ચમચી દહીં નાખી બરોબર મિક્સ કરી ને ઢાંકી ને છ થી સાત કલાક જમાવી લ્યો.
દહી બરોબર જામી જાય એટલે ચારણી માં પાતળું કપડું મૂકી એમાં જામેલા દહી ને નાખો ને પોટલી બનાવી લ્યો ને ચારણી ની નીચે તપેલી મૂકી ફ્રીઝ માં ચાર પાંચ કલાક મૂકી દયો પાંચ કલાક પછી દહી માંથી પાણી નીકળી ગયું હસે ને ઘટ્ટ દહી બચેલ હસે હવે એક વાસણમાં એ ઘટ્ટ દહીં કાઢી લ્યો.
હવે દહી માં પીસેલી ખાંડ અને કેસર વાળુ દૂધ, એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઉપરથી કેસરના તાંતણા અનેશેકેલ પિસ્તા ની કતરણ નાખો ને ફ્રીઝ માં મૂકી દયો ને જમવા સમયે અથવા જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે મજા લ્યો શ્રીખંડ.
shrikhand banavani rit notes
અહી તમે અમૂલ નું તૈયાર દહી પણ વાપરી શકો છો
અહી તમે બીજા તમારી પસંદ ના શેકેલ ડ્રાય ફ્રુટ ની કતરણ પણ નાખી શકો છો
ખાંડની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો