Go Back
+ servings
pakodi banavani rit – પકોડી - પકોડી બનાવવાની રીત - pani puri ni puri banavani rit - pani puri ni puri - panipuri ni puri recipe - pani puri ni puri recipe in gujarati

પકોડી બનાવવાની રીત | pakodi banavani rit | pani puri ni puri banavani rit | pani puri ni puri recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે pakodi banavani rit - પકોડી બનાવવાની રીત શીખીશું. પાણીપુરી બજારમાં તો ખૂબ ખાધી હસે પણ ક્યારે ઘરે બનાવી છે જે બહાર કરતા પણ ટેસ્ટી બને છે, અને  આપણા માંથી એવા પણ ઘણા હસે જે પાણી પુરીનું પાણી ને મસાલો ઘરે તૈયાર કરી ને બહારથી પુરી તૈયાર લઈ આવતા હોય છે પણ એ પુરી માંથી ક્યારેક તેલ નો અલગ સ્વાદ કે સુગંધ આવતા હોય છે અને પાણીપુરી ખાવા ની મજા ને બગાડેછે તો આજ આપણે ઘરે ક્રિસ્પી પુરી બનાવતા શીખીશું. તો ચાલો આજ આપણે pani puri ni puri banavani rit - pani puri ni puri recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 1 hr
Total Time 1 hr 50 mins
Course nasta, pakodi, પકોડી
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ
  • 1 પ્લાસ્ટિક
  • 1 કપડું

Ingredients
  

પકોડી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઘઉં નો લોટ
  • 3 ચમચી સોજી
  • ½ કપ નવશેકું પાણી
  • તેલ જરૂર મુજબ

Instructions
 

પકોડી | pani puri ni puri | panipuri ni puri recipe

  • pakodi banavani rit - પકોડી બનાવવા સૌપ્રથમ એક તપેલી માં અડધો કપ પાણી ને નવશેકું ગરમ કરી લ્યો ને એક બાજુ મૂકો હવે કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યોએમાં સોજી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ નવશેકું પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો લોટ ને કઠણ બાંધી લેવો.
  • હવે એમાં એક ચમચી પાણી નાખી હથેળી વડે મસળી લ્યો પાણી બરોબર લોટમાં મિક્સ થઈ જાય એટલે ફરીથી એક ચમચી પાણી નાખી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો આમ લોટ ને મિડીયમ કઠણ રહે ત્યાં સુંધી ચમચી ચમચી પાણી નાખી મસળી લ્યો.
  • હવે બાંધેલા લોટ ને બરોબર ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ સેટ થવા મૂકો પંદર મિનિટ પછી ફરીથી લોટ ને બરોબર મસળી લેવો અને એમાંથી જે સાઇઝ ની પૂરી બનાવવી હોય એ સાઇઝ ના ગોળગોળ લુવા બનાવી લ્યો હવે તૈયાર લુવા પર અડધી થી એક ચમચી તેલ લગાવી ઢાંકી મુકો.
  • હવે એક પ્લાસ્ટિક અથવા બટર પેપર લ્યો અને એક કપડું પણ રાખો સાથે હવે એક લુવો લ્યો એને નાઘણો જાડો ના ઘણી પાતળી વણી ને પુરી તૈયાર કરી ને વણેલી પુરી ને પ્લાસ્ટિક પર મૂકો નેઉપર ભુનું કરી નીચોવી રાખેલ કપડું ઢાંકી દયો આમ એક એક પુરી ને વણી લ્યો ને કપડું ઢાંકતાજાઓ બધી પુરી વણી લીધા બાદ કપડું ઢાંકી ને પંદર વીસ મિનિટ એમજ રહેવા દયો.
  • વીસ મિનિટ પછી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એક એક કરી નીચે ની બાજુ પહેલા તેલ માં પડે એમ પુરી ને તેલ માં નાખો ને પુરી નાખ્યા પછી ઝારા થીથોડી દબાવી લ્યો,
  •  આમ એક એક પુરી નાખતા જઈ થોડી દબાવશો એટલે પુરી બરોબર ફુલસે ત્યાર બાદ ગેસ થોડો ધીમો કરી બને બાજુ ઉથલાવતા રહો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો.
  • આમ પહેલા મિડીયમ તાપે પુરી તેલ માં નાખો ને ઝારા થી થોડી દબાવતા જાઓ ને  પુરી ફૂલી જાય એટલે ગેસ ને ધીમો કરી તરી લ્યો ને બધી પુરી તરી લીધા બાદ પુરીને મોટા વાસણમાં ઠંડી થવા દયો પુરી ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ ખાવા ની ઈચ્છા થાય ત્યારે મજા લ્યો પાણીપૂરી, તો તૈયાર છે પકોડી.

panipuri ni puri recipe notes

  • પકોડી ના લોટ ને બરોબર મસળી લેશો તો તમારી બધી જ પુરી બરોબર ફૂલી ને દડા જેવી બનશે
  • પુરી ના ઘણી જાડી રાખવી ના ઘણી પાતળી મિડીયમ વણવી
  • જો લોટ નરમ થઇ ગયો હોય તો એક બે ચમચી સોજી નાખી શકો છો અથવા કઠણ રહી ગયો હોય તો પાણી નાખી મસળી લેવો
  • પુરીને ઠંડી થાય ત્યાર પછી જ ડબ્બામાં ભરવી ગરમ પુરી ડબ્બા માં ભરશો તો પુરી નરમ થઇ જસે
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો