Go Back
+ servings
મેથી જીરા બિસ્કીટ બનાવવાની રીત - methi jeera biscuit banavani rit - methi jeera biscuit recipe in gujarati

મેથી જીરા બિસ્કીટ બનાવવાની રીત | methi jeera biscuit banavani rit | methi jeera biscuit recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે મેથી જીરા બિસ્કીટ બનાવવાની રીત - methi jeera biscuit banavani rit શીખીશું. આ બિસ્કીટ ખૂબ જ ક્રિસ્પીબને છે ને ખૂબ ઝડપથી બની ને તૈયાર થઈ જાય છે, અને એક વખત બનાવી ને તૈયાર કરી લીધા બાદમહિના સુધી મજા લઇ શકો છો ને બાળકો ને ખૂબ પસંદ આવતા હોય છે તો ચાલો methi jeera biscuit recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Resting time 10 mins
Total Time 1 hr
Course biscuit banavani rit, biscuit recipe in gujarati, nasta, બિસ્કીટ બનાવવાની રીત
Cuisine Indian
Servings 7 વ્યક્તિ

Equipment

  • 1 ઓવન/ કડાઈ

Ingredients
  

મેથી જીરા બિસ્કીટ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ મેંદાનો લોટ
  • ¼ ચમચી મીઠું
  • ચમચી યીસ્ટ / બેકિંગ પાઉડર
  • 1 ચપટી બેકિંગ સોડા
  • ½ ચમચી પીસેલી ખાંડ
  • 1-2 ચમચી કસુરી મેથી
  • 1 ચમચી દરદરો પીસેલા જીરું
  • 1-2 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 3-4 ચમચી તેલ / ઘી
  • ¼ કપ દૂધ

Instructions
 

મેથી જીરા બિસ્કીટ બનાવવાની રીત | methi jeera biscuit banavani rit | methi jeera biscuit recipe in gujarati

  • મેથી જીરા બિસ્કીટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મેંદા નાલોટ ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં યિસ્ટ/ બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, પીસેલી ખાંડ, કસુરીમેથી મસળી ને નાખો ને મિક્સ કરી લ્યો.
  • હવે એમાં દરદરા પીસેલા જીરું, લીલા ધાણા સુધારેલા, તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદએમાં દૂધ નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એજ બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો અને મોટા મોટા ભાગ કરીલ્યો.
  • ત્યારબાદ હવે એક ભાગ લ્યો ને એને તેલ લગાવેલ અથવા થોડા કોરા લોટ વડે સાવ પાતળી રોટલી જેમ વણી લ્યો ત્યાર બાદ એની કિનારી કાપી ચોરસ બનાવી લ્યો ને એના ગમતી સાઇઝ ના ચોરસ કે લંબ ચોરસ કટકા કરી લ્યો ને વચ્ચે કાંટા ચમચી થી કાણા કરી લ્યો ને બેકિંગ ટ્રે માં બટર પેપર મૂકી એમાં  થોડા થોડા અંતરે મૂકી દયો.
  • હવે જો ઓવન માં બેક કરવા હોય તો 180 ડિગ્રી માટે 10 મિનિટ પ્રિ હિટ કરી લીધા બાદટ્રે ને ઓવન માં મૂકી પાંચ સાત મિનિટ ચડાવો ત્યાર બાદ ટ્રે બહાર કાઢી બિસ્કીટ ને ઉથલાવી ફરી પાંચ મિનિટ ચડાવી લ્યો આમ બધા બિસ્કીટ ને વણી તૈયાર કરી બેક કરી લ્યો ને ત્યારબાદ ઠંડા થવા દયો ને મજા લ્યો મેથી જીરા બિસ્કીટ.
  • જો તમે કડાઈ માં તૈયાર કરવા માંગતા હો તો કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરી લ્યો ત્યારબાદ એમાં બિસ્કીટ ટ્રે મૂકી પાંચ મિનિટ મિડીયમ તાપે બેક કરો ત્યાર બાદ ટ્રે બહાર કાઢી બિસ્કીટ ઉથલાવી ફરી પાંચ સાત મિનિટ બેક કરી લ્યો મે ગોલ્ડન રંગ આવે એટલે બહાર કાઢી ઠંડા થવા દયો ને ત્યાર બાદ મજા લ્યો મેથી જીરા બિસ્કીટ.
  • અથવા તમે આ તૈયાર કરેલ બિસ્કીટ ને ગરમ તેલ માં ગોલ્ડન તરી ને પણ તૈયાર કરી શકો છો.

methi jeera biscuit recipe in gujarati notes

  • અહીં તમે મેંદા ની જગ્યાએ ઘઉં નો લોટ કે પછી મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો.
  • જે ફ્લેવર્સના બિસ્કીટ બનાવવા હોય એ ફ્લેવર્સ ના મસાલા નાખી બિસ્કીટ તૈયાર કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો