ડુંગળી નું ભરેલું શાક | dungri nu bharelu shaak | dungri nu bharelu shaak banavani rit | dungri nu bharelu shaak recipe in gujarati
જય શ્રી કૃષ્ણ આજ આપણે ડુંગળી નું ભરેલું શાક બનાવવાની રીત - dungri nu bharelu shaak banavani rit શીખીશું. આ શાક ખૂબ જ ટેસ્ટીલાગે છે ,ને ઉનાળા માં જ્યારેકોઈ શાક ના હોય કે કયું શાક બનાવી ને ખવડાવું એ ના સુજે ત્યારે આ શાક બનાવી ને ખવડાવશોતો બધા ખુશ થઈ ને ખાઈ લેસે ને બીજી વખત પણ બનાવવા કહશે તો ચાલો ભરેલ ડુંગળી નું શાકબનાવવાની રીત - dungrinu bharelu shaak recipe in gujarati શીખીએ.
હવે સ્ટફિંગ બનાવવા એક વાસણમાં ગાંઠિયા / સેવ ને અધ કચરા પીસી ને લ્યો અથવા શેકેલ બેસન લ્યો ત્યાર બાદ એમાં પલાળેલાપૌવા , આદુ લસણની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા,હળદર, લાલ મરચા નો પાઉડર, સ્વાદ મુજબ મીઠું, હિંગને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મસાલો તૈયાર કરી લ્યો.
ભરેલ ડુંગળી નું શાક બનાવવાની રીત
હવે ભરેલ ડુંગળી બનાવવા માટે નાની સાઇઝ ની ડુંગળી લ્યો એના ફોતરા કાઢી ને સાફ કરી લ્યોને પાણીથી ધોઈ કપડા માં કોરી કરી લ્યો ત્યાર બાદ દાડી વાળો ભાગ અલગ કરી નાખી નીચે નાભાગમાં પ્લસ માં ચાકુ થી કાપા પાડી લ્યો આમ બધી ડુંગળી સાફ કરી કાપા પાડી લ્યો.
હવે તૈયાર કરેલ મસાલો ડુંગળી માં કરેલ કાપા માં બરોબર ભરી નાખો આમ એક એક ડુંગળી ના કાપામાં તૈયાર કરેલ મસાલો ભરી ને તૈયાર કરી લ્યો અને બધી ડુંગળી ભરી લ્યો ને બચેલ મસાલોઅલગ રાખી દયો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન નાખી શેકી લ્યો હવે ગેસ ધીમો કરી એમાં ભરેલ ડુંગળી નાખી ને દયો અને સાથે ઉપર લાલ મરચાનો પાઉડર, ઝીણા સમારેલા ટામેટાનાખી ટમેટા ના ભાગ નું મીઠું નાખો અને બચેલ મસાલો નાખી ઢાંકી ને પાંચ સાત મિનિટ સાવધીમા તાપે ચડવા દયો.
સાત મિનિટ પછી ઢાંકણ ખોલી હલકા હાથે હલાવો અને ત્યાર બાદ એમાં અડધો કપ પાણી બધી ધીમા તાપે બીજી પચ મિનિટ ચડવા દયો અને પાંચ સાત મિનિટ ચડાવી લીધા બાદ તેલ ઉપર આવે એટલે એમાં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો ભરેલ ડુંગળી.
dungri nu bharelu shaak recipe in gujarati notes
અહી મસાલા માં તમે પલાળેલા પૌવા ન નાખવા હોયતો છોડી શકો છો પણ જો પૌવા નાખો છો તો ગ્રેવી ઘટ્ટ બનશે ને શાક નો એક અલગ સ્વાદ આવશે.
અહી તમે ડુંગળી ને ભરી ને પાણી પ્ર ચારણી માંમૂકી ને બાફી લીધા બાદ વઘારી ને પણ તૈયાર કરી શકો છો.
જો તમને ડ્રાય શાક બનાવવાનું હોય તો એમાં પાણીના નાખવું.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો