જય શ્રી કૃષ્ણ આજ આપણે ભાખરવડી બનાવવાની રીત - bhakarwadi recipe gujarati શીખીશું. આ એક ગુજરાત અને મહારાષ્ટ્ર ની ફેમસ નાસ્તો છે, ને ગુજરાત માં વડોદરા ની ભાખરવડી સૌથીવધારે દેશ અને દુનિયા માં પ્રખ્યાત છે જે ખાટી મીઠું તીખી અને અલગ અલગ ફ્લેવર્સ વાળીમળતી હોય છે તો ચાલો આજ આપણે ઘરે bhakarwadi banavani rit - bhakharbadi recipe in gujarati શીખીએ.
ભાખરવડી બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી ને તૈયાર કરીશું ત્યાર બાદ એમાં ભરવા માટેનું સ્ટફિંગ તૈયાર કરી ને લોટ માંથી રોટલી બનાવી સ્ટફિંગ લગાવી રોલ બનાવી કાપી ને તરી ને ભાખરવડી તૈયાર કરીશું. તો ચાલો ભાખરવડી બનાવવાની રીત શીખીએ
ભાખરવડી નો લોટ બાંધવાની રીત
સૌથી પહેલા એક કથરોટ માં મેંદા નોનલોટ ચાળી ને લ્યો સાથે બેસન નો લોટ પણ ચાળી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું અને મસળી ને અજમો અને ગરમ તેલ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો ત્યારબાદ થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ત્યાર બાદ ઢાંકી ને એક બાજુ મૂકો.
સટફિંગ બનાવવાની રીત
ભાખરવડી માટે નું સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ એક કડાઈ ને ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકો એમાં સૂકા આખા ધાણા, વરિયાળી અનેજીરું નાખી ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો જીરું નો થોડો બ્રાઉન રંગ આવે એટલે એમાંસફેદ તેલ અને ખસખસ નાખી અડધી મિનિટ શેકી લ્યો.
હવેએમાં સૂકું છીણેલું નારિયેળ અને ધોઇ બિલકુલ કોરા કરેલ લીલા ધાણા ઝીણા સમારેલા નાખીએને પણ શેકી લ્યો ને નારિયળ નો રંગ અલગ થવા લાગે ત્યાં સુંધી શેકી લ્યો શેકેલ મસાલાબરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં મીઠું સ્વાદ મુજબ , હિંગ, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂરપાઉડર, ખાંડ અને ને ત્રણ ચમચી સેવ નાખી મિક્સ કરી લ્યો.
હવે બધા મસાલા ને અલગ વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી દરદરા પીસી લ્યો અને એક બાજુ મૂકો.
ગોળ આંબલી નો પલ્પ બનાવવાની રીત
એક તપેલીમાં સાફ કરી બીજ કાઢેલ આંબલી લ્યો એમાં છીનોલો ગોળ અને પાણી નાખી ગેસ પર મૂકો અને ત્યારબાદ પાણી ઊકળે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ દસ મિનિટ રહેવા દયોને પાણી થોડું ઠંડું થાય એટલે હાથ વડે મેસ કરી અથવા મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને ગરણી વડે ગાળી લ્યો.
ભાખરવડી બનાવવાની રીત
બાંધેલા લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો ને બે થી ત્રણ ભાગ માં અલગ કરી લ્યો ત્યાર બાદ એક ભાગ લ્યો અને વેલણ વડે ચોરસ કે લંબચોરસ વણી લ્યો અથવા ગોળ વણી ને સાઈડ કાપી ચોરસ બનાવી લ્યો રોટલી ના ઘણી જાડી કે ના ઘણી પાતળી એટલે કે મિડીયમ બનાવી લ્યો.
હવે વનેલ રોટલી પર આંબલી ની પેસ્ટ લગાવો અને તૈયાર કરેલ મસાલો નું એક પળ બનાવો ( જેટલી જાડી રોટલી હોય એટલુંજ જાડું પડ બનાવવું હવે એના પર આંબલી ગોળ નો પલ્પ કિનારેથી થોડું અંદર રહે એમ આખા માંતૈયાર કરેલ સ્ટફિંગ મૂકો ને જે સાઇઝ નું પડ બનાવેલ છે એ સાઇઝ નું સર્ફિંગ મૂકી એના પર એકાદ ને ચમચી સેવછાંટી વેલણ વડે થોડી વણી લ્યો.
હવે પડ ની કિનારી પર પાણી વાળી આંગળી લગાવી એક બાજુ થી દબાવી ને રોલ બનાવતા જાઓ રોલ બરોબર દબાવી ને ટાઈટ બનાવવો ને રોલ ને બને હથેળી વડે થોડો દબાવી ને ગોળ ગોળ ફેરવી લ્યો ત્યાં બાદ ચાકુ થી કાપી લ્યો ને કટકા ને આંગળી કે હથેળીવડે થોડી દબાવી લ્યો જેથી મસાલો અલગ ના થઈ જાય આમ બધી ભાખરવડી વણી ને તૈયાર કરી લ્યો.
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મીડીયમ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં એક વખત માં સમાય એટલી ભાખરવડી નાખી ને એમ જ પાંચ મિનિટ ચડવા દયો પાંચ મિનિટ પછી ઝારાથી હલાવી ને બધી બાજુથી ગોલ્ડન તરી લ્યો,
ભાખરવડી થોડી ગોલ્ડન થાય એટલે ગેસને થોડો ફૂલ કરી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢીલ્યો ને ગેસ પાછો ધીમો કરી એમાં બીજી ભાખરવડી તરવા નાખો આમ બધી ભાખરવડી તરી ને તૈયારકરી લ્યો ને ઠંડી થાય પછી જ એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી ને મજા લ્યો ભાખરવડી.
bhakhar badi recipe in gujarati notes
ભાખરવડી નો લોટ જો તમે થોડો નરમ બાંધશો તો ભાખરવડી તરી લીધા બાદ નરમ બની જશે.
મસાલામાં તીખાશ અને ચટપટી તમે તમારી પસંદ મુજબ કરી શકો છો.
ભાખરવડી ને ધીમા તાપે તરવી જેથી અંદર ના પડ પણ બરોબર ચડી જાય.
અહી જો તમને લસણ નો ફ્લેવર્સ ભાવતો હોય તો એક બે ચમચી મસાલો બનાવતા સમયે લસણની પેસ્ટ પણનાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો