Go Back
+ servings
lila marcha nu athanu - lila marcha nu athanu gujarati ma - lila marcha nu athanu recipe - લીલા મરચા નું અથાણું નાખવાની રીત - લીલા મરચા નું અથાણું બનાવવાની રીત - lila marcha nu athanu banavani rit

લીલા મરચા નું અથાણું | lila marcha nu athanu | lila marcha nu athanu gujarati ma | lila marcha nu athanu recipe | લીલા મરચા નું અથાણું નાખવાની રીત | લીલા મરચા નું અથાણું બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજે આપણે લીલા મરચા નું અથાણું બનાવવાની રીત - lila marcha nu athanu banavani rit શીખીશું, આ અથાણુંતમે કોઈ શાક બનાવેલ ના હોય તો પણ રોટલી, પરોઠા સાથે ખાઈશકો છો અને ઉનાળા માં જ્યારે કોઈ શાક ના ભાવતા હોય ત્યારે આ અથાણું બનાવી ને રાખી મૂકોતો બે રોટલી ની જગ્યાએ ચાર રોટલી ખાઈ જસો એટલા ટેસ્ટી લાગે છે તો ચાલો lila marcha nu athanu gujarati ma શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 10 mins
Total Time 30 mins
Course athanu, athanu banavani recipe, athanu banavani rit, athanu in gujarati, athanu recipe, athanu recipe in gujarati, gujarati athanu recipe
Cuisine Indian
Servings 7 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી

Ingredients
  

લીલા મરચા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ મિડીયમ તીખા મરચા
  • 2-3 ચમચી રાઈના કુરિયા
  • ½ ચમચી કલોંજી
  • 1 ચમચી આખા ધાણા
  • ½ ચમચી મેથી દાણા
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી વરિયાળી
  • 100 સરસોતેલ / તેલ
  • 1 ચમચી હળદર
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • 1-2 ચમચી વ્હાઈટ વિનેગર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

લીલા મરચા નું અથાણું બનાવવાની રીત | લીલામરચા નું અથાણું નાખવાની રીત | lila marcha nu athanu | lila marcha nu athanu gujarati ma | lila marcha nu athanu recipe

  • લીલા મરચા નું અથાણું બનાવવા સૌ પ્રથમ લીલા મરચા ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી લુછી ને કોરા કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી નાના નાના કટકા કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં રાઈ ના કુરિયા, કલોંજી, મેથી દાણા ને ધીમા તાપે શેકી લ્યો ને બીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડા થવા દયો ત્યાર બાદ આખા ધાણા, જીરું,વરિયાળી ને ધીમા તાપે શેકી લ્યો ને શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢીને ઠંડા થવા દયો.
  • હવે એક કડાઈમાં સરસો તેલ / તેલ ને ફૂલ ગરમ કરી લ્યો તેલ ફૂલ ગરમ થાય ત્યાં સુંધી માં ઠંડા થયેલ મસાલાને મિક્સર જારમાં નાખી અધ કચરા પીસી લ્યો અથવા ખરલ માં પીસી લ્યો,
  • મસાલા પીસાઈ જાય એટલે એમાં હળદર, સંચળ, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને મીઠું સ્વાદ મુજબનાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે મરચાના કટકા પર તૈયાર કરેલ મસાલા નાખી દયો એના પર ગરમ તેલ માં હિંગ નાંખી ગરમ તેલ મરચાપર નાખી બરોબર મિક્સ કરી લ્યો મસાલા ને તેલ બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં વ્હાઇટ વિનેગરનાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ સાફ અને કોરી કાંચ ની બરણીમાં ભરી લ્યો ને મજા લ્યો લીલા મરચા નું અથાણું.

lila marcha nu athanu recipe in gujarati notes

  • અહી તમે તીખા કે મોરા મરચા વાપરી શકો છો.
  • મસાલા તમારી પસંદ મુજબ વધુ કે ઓછા કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો