ગોટલીનો મુખવાસ બનાવવાની રીત | keri ni gotli no mukhwas banavani rit | gotli no mukhwas banavani rit | કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત | gotli mukhwas recipe in gujarati | gotli no mukhwas banavani recipe
જય શ્રી કૃષ્ણ આજ આપણે બે પ્રકારના કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત - keri ni gotli no mukhwas banavani rit શીખીશું. કેરી કે આંબા ની ગોટલીઆપણા માંથી ઘણા લોકો ફેંકી દેતા હોય છે, પણ આ કેરી કે આંબા નીગોટલી માં સારી માત્રા માં વિટામિન બી 12 રહેલું છે જે વેજીટેરિયનલોકો માટે ખૂબ જ જરૂરી છે, તો આ વખતે આ ગોટલી ને ફેંકી દેવાની જગ્યાએ એમાંથી મુખવાસ બનાવીપાંચ છ મહિના ખાઈ ને બાર મહિના નું વિટામિન બી 12 ભેગુ કરી લઈએતો ચાલો ગોટલીનો મુખવાસ બનાવવાની રીત - gotli mukhwas recipe in gujarati - gotli no mukhwas banavani recipe શીખીએ.
gotli mukhwas | gotli no mukhwas | keri ni gotli no mukhwas | gotli no mukhwas banavani rit | gotli mukhwas recipe | ગોટલીનો મુખવાસ | કેરીની ગોટલી નો મુખવાસ
આજે આપણે કેરીની ગોટલી નો સાદો મુખવાસ બનાવવાની રીત અને ગોટલી નો મસાલા વાળો મુખવાસ બનાવવાની રીત એમ બે રીત શીખીશું.
ગોટલી નો સાદો મુખવાસ બનાવવાની રીત
ગોટલી નો મુખવાસ સૌપ્રથમ કેરી ની ગોટલી ને થોડી સૂકવી લ્યો ત્યાર બાદ ધસતાં થી તોડી એમાંથી ગોટલી કાઢી લ્યો ને ગોટલી પર ની છાલ ને હટાવી ને અલગ કરી લ્યો અને પાણી થી ધોઈ લ્યો.
હવે ગેસ પર એક તપેલીમાં બે ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી માં સ્વાદ મુજબ મીઠું નાખી પાણી ને ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં સાફ કરેલી ગોટલી નાખી ને ઢાંકી ને પંદર વીસ મિનિટ બાફી લ્યો.
હવે બાફેલી ગોટલી ને ચારણી માં કાઢી ને ગોટલી અલગ કરી લ્યો ને ગોટલી ને મોટા વાસણમાં કાઢી ઠંડી થવા દયો ને ઠંડી થાય એટલે એમાંથી બે સરખા ભાગ કરી લ્યો.
હવે એક ભાગ ની ગોટલી ને ચાકુ થી કાપી ને કટકા કરી લ્યો ને પંખા નીચે અથવા તડકા માં સૂકવી લ્યો ને સાવ સુકાઈ જાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી ને ચાર પાંચ મહિના સુંધી ખાઈ શકો છો તો તૈયાર છે ગોટલી નો મુખવાસ.
ગોટલી નો મસાલા વાળો મુખવાસ કરવાની રીત
ગોટલી ના બીજા ભાગ માંથી ગોટલી ને છીણી વડે છીણી લ્યો ને પંખા નીચે એકાદ કલાક ફેલાવી ને સૂકવી લ્યો ત્યાર બાદ એક કડાઈ માં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થવા લાગે એટલે ગેસ ધીમો કરી એમાં સંચળ અને મુલેઠી પાઉડર નાખી મિક્સ કરી લ્યો.
ત્યારબાદ એમાં છીણેલી ગોટલી નાખી ધીમા તાપે હલાવતા રહો ને ગોટલી ને શેકી ને ગોલ્ડન થાય અથવા ક્રિસ્પી બને ત્યાં સુધી શેકી લ્યો ને ગોટલી ક્રિસ્પી બને એટલે બીજા વાસણમાં કાઢી ઠંડીકરી લ્યો ને આ મુખવાસ તમે મહિના સુંધી મજા લઇ શકો છો તો તૈયાર મુખવાસ ને એર ટાઈટ ડબ્બામાંભરી લ્યો તો તૈયાર છે ગોટલી નો મુખવાસ.
gotli mukhwas recipe in gujarati notes
સાદો મુખવાસ તમે લાંબો સમય સુંધી ખાઈ શકો છો.
ગોટલીને તડકા માં સૂકવી ને જ્યારે પણ ખાવી હોય ત્યારે થોડી થોડી ઘી માં શેકી ને પણ ખાઈ શકો છો.
ઘી માં શેકી ને કરેલ મુખવાસ ને મહિના સુંધી ખાઈ શકો છો ત્યાર બાદ ઘી નો સ્વાદ થોડો અલગ થઈ જશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો