બીલી નો સીરપ અને શરબત બનાવવાની રીત | Bili no sharbat banavani rit | બીલી નો શરબત બનાવવાની રીત | Bili no sirap ane sharbat recipe in gujarati | Bili no sharbat recipe in gujarati
જય શ્રી કૃષ્ણ આજ આપણે બીલી નો સીરપ અને બીલી નો શરબત બનાવવાની રીત - Bili no sharbat banavani rit શીખીશું. બીલી ફળ ને બેલ ફળ, વૂડન એપલ પણ કહેવાય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી ને લાભકારી હોય છે, આ બીલી ફળ માં એક તૂરા સ્વાદ વાળુ ફળ અને એક મીઠા સ્વાદ વાળુફળ જોવા મળતું હોય છે. બને ફળ માંથી બનેલ શરબત સ્વાસ્થ્ય માટેસારો હોય છે આજ આપણે આ શરબત ને પાંચ સાત મહિના સુંધી સાચવી ને શરબત નો મજા લઈ શકીએએવી રીત લઈ આવીયા છીએ, તો ચાલો બીલી નો સીરપ અને શરબત બનાવવાની રીત - Bili no sharbat recipe in gujarati શીખીએ.
Course Drinks, drinks recipe in gujarati, sarbat, sarbat banavani rit, sarbat recipe in gujarati
Cuisine Indian
Servings 15ગ્લાસ
Equipment
1 કડાઈ
1 ગરણી
Ingredients
બીલી નો સીરપ અને શરબત બનાવવા જરૂરી સામગ્રી
500 ગ્રામબીલી ફળ નો પલ્પ
400 ગ્રામખાંડ
1-2 કપપાણી
½ ચમચીએલચી પાઉડર
2 ચમચીસંચળ
2 લીંબુનો રસ
બરફ ના કટકા
ફુદીના ના પાંદડા
Instructions
બીલી નો શરબત | Bili no sharbat | Bili no sharbat recipe
બીલી નો શરબત બનાવવા સૌપ્રથમ બીલી ફળ નો પલ્પ ને ચમચી થી કાઢી ને કડાઈ માં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં પાણી નાખી ને મિક્સ કરી લ્યો અને ગેસ પર મૂકી દસ મિનિટ ઉકાળી લ્યો ત્યારબાદ ગેસ બંધ કરી ઠંડો કરી લ્યો ને પલ્પ ને ચારણી થી ચાળી ને અલગ કરી લ્યો.
હવે ગાળી રાખેલ પલ્પ ને પાછો કડાઈમાં નાખો સાથે ખાંડ નાખી ફરી ગેસ પર મૂકી ને ગરમ કરવા મૂકો ખાંડ ઓગળી જાય એટલે એમાં એલચી પાઉડર, સંચળ નાખી ને મિક્સ કરી લ્યો ને ચાર પાંચ મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો.
પાંચ મિનિટ પછી એમાં બે લીંબુનો રસ નાખી ને મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો ને શરબત ને ઠંડો થવા દયો ને શરબત બિલકુલ ઠંડો થાય એટલે ફરીથી ગરણી થી ગાળી ને બોટલ માં ભરી લ્યો તો તૈયાર છે બીલી નો સીરપ.
બીલી નો શરબત બનાવવાની રીત
ગ્લાસ માં બે ત્રણ કટકા બરફ ના નાખો એના પર બે ત્રણ ચમચી તૈયાર કરેલ બીલી નો સીરપ નાખો ને ઉપર ઠંડુ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ફુદીના ના પાંદડા થી ગાર્નિશ કરી મજા લ્યો બીલી નો શરબત.
Bili no sharbat recipe in gujarati notes
અહી તમે ખાંડ અને લીંબુ ની માત્રા તમારા સ્વાદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
શરબત ને ઉકળતી વખતે એમાં ફુદીના ના પાંદડા પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો