Go Back
+ servings
dal bati banavani rit - દાલ બાટી - dal bati recipe in gujarati - dal bati - દાલ બાટી બનાવવાની રીત - daal bati banavani rit - દાળ બાટી - દાળ બાટી બનાવવાની રીત

દાલ બાટી | dal bati banavani rit | dal bati recipe in gujarati | દાલ બાટી બનાવવાની રીત | daal bati banavani rit

જય શ્રી કૃષ્ણ આજ આપણે dal bati banavani rit - દાલ બાટી બનાવવાનીરીત અને ચુરામા બનાવવાની રીત શીખીશું. દાળ બાટી ચુરામા એ રાજસ્થાનનું ખૂબ પ્રખ્યાત વાનગી છે, ખાવા માં જેટલી ટેસ્ટી લાગે છે બનાવી એટલી જ સરળ છે ઘરમાં રહેલ સામગ્રી થી તૈયાર થઈ જાય છે. તો ચાલો દાળ બાટી બનાવવાની રીત - daal bati banavani rit - dal bati recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 40 mins
Resting time 30 mins
Total Time 1 hr 30 mins
Course lunch and dinner recipe in gujarati
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 અપ્પમપાત્ર
  • 1 કુકર

Ingredients
  

બાટી બનાવવા માટેની સામગ્રી

  • 4 કપ ઘઉંનો લોટ
  • ½ કપ સોજી
  • ½ ચમચી બેકિંગ સોડા
  • 1 ચમચી અજમો
  • મીઠું સ્વાદ મુજબ
  • 5-6 ચમચી ઘી
  • પાણી જરૂર મુજબ

દાળ બનાવવા માટેની સામગ્રી

  • ¼ કપ ચણાદાળ
  • ¼ કપ મસૂર દાળ
  • ¼ કપ અડદ દાળ
  • ¼ કપ મગ ની ફોતરા વાળી દાળ
  • ¼ કપ તુવેર દાળ
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ઘી
  • પાણી જરૂર મુજબ

દાળ ના વઘાર માટેની સામગ્રી

  • 3-4 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1 ચમચી લસણ સુધારેલ
  • ½  ચમચી આદુ પેસ્ટ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી હિંગ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 ઝીણા સમારેલા ટામેટા
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી હળદર
  • ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ગરમ પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • 5-7 ચમચી લીલા ધાણા સુધારેલા

ચૂરામા માટેની સામગ્રી

  • 2-3 બાટી
  • 1-2 ચમચી ઘી
  • 3-4 ચમચી પીસેલી ખાંડ
  • 1 ચમચી કાજુની કતરણ
  • 1 ચમચી બદામની કતરણ
  • ¼ ચમચી એલચી પાઉડર

Instructions
 

દાલ બાટી | dal bati |દાળ બાટી | dal bati banavani rit | dal bati recipe in gujarati | દાલ બાટી બનાવવાની રીત | દાળ બાટી બનાવવાની રીત

  • દાલ બાટી બનાવવા સૌપ્રથમ આપણે દાળ ને પલાળી ને બાફવા મુકીશું ત્યાર બાદદાળ ને વઘારીને ઉકળવા મુકીશું. દાળ ઉકળે ત્યાં સુંધી બાટી નો લોટ બાંધી ને તૈયાર કરી બાટી ને અપ્પમ પાત્ર મૂકી શેકી તૈયાર કરીલેશું અને છેલ્લે બાટી ને પીસી ને પીસેલી ખાંડ સાથે મિક્સ કરી ચુરમુ તૈયાર કરીશું.

બાટી નો લોટ બાંધવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, બેકિંગ સોડા, ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી કઠણ લોટબાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.

બાટી બનાવવાની રીત

  • બાટી બનાવવા પંદર મિનિટ પછી ફરી લોટ ને મસળી લ્યો ત્યાર બાદ એમાંથીઅપ્પમ પાત્ર માં સમાય એ સાઇઝ ના લુવા કરી ગોળ કરી લ્યો. હવે ગેસ પર અપ્પમ પાત્ર નેગરમ કરી ગેસ ધીમો કરી નાખો ને એમાં લુવા મૂકો ને ઢાંકી ધીમા તાપે પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદઉથલાવી ને ફરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો.
  • હવે બાટી ઉપર થોડું થોડુ ઘી નાખી બને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો બાટી બરોબરઅંદર સુંધી શેકાઈ જાય એટલે કાઢી લ્યો ને બીજી બાટી ને શેકવા માટે મૂકો આમ બધી બાટીને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન શેકી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે બાટી.

દાળ બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક મોટા વાસણમાં ચણાદાળ, અડદ દાળ, મગ ની ફોતરા વાળી દાળ, તુવેર દાળ અને મસૂર દાળ લ્યો અને ત્રણ ચાર પાણી થી ઘસી ને બરોબર ધોઇ લ્યો ત્યારબાદ ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી ને એકાદ બે કલાક પલળવા મૂકો. બેકલાક પછી દાળ નું પાણી નિતારી લ્યો.
  • હવે નીતરેલી દાળ ને કુકર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું, હળદર, ઘી અને જરૂર મુજબ પાણી નાખી ને કુકર બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો ત્યારબાદ ગેસ ધીમો કરી બીજી ને બે ત્રણ સીટી વગાડી ને ગેસ બંધ કરી લ્યો ત્યાર બાદ કુકર માંથીહવા નીકળવા દયો ને કુકર માંથી હવા નીકળી જાય એટલે ખોલી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકી ઘી ગરમ થાય એટલે એમાં જીરું, હિંગ, સૂકા લાલ મરચા અને આદુ લસણ ની પેસ્ટ નાખી ને બરોબર મિક્સ કરી એક થી બે મિનિટ શેકી લ્યો,
  •  ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળીનાખી મિક્સ કરી ડુંગળી ગોલ્ડન શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી સાથે સ્વાદમુજબ મીઠું નાખી ને મિક્સ કરી ટમેટા ચડી જાય ને તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • ટમેટા શેકી લીધા બાદ એમાં હળદર,  લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી એકાદ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં બાફેલીદાળ નાખી મિક્સ કરી લ્યો,
  •  ત્યાર બાદ જરૂર મુજબ ગરમ પાણી નાખીમિક્સ કરી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખીમિક્સ કરી લ્યો. તો તૈયાર છે દાળ.

 ચુરમા બનાવવાની રીત

  • બે ત્રણ બાટી ના કટકા કરી લઈ મિક્સર જારમાં નાખો ત્યાર બાદ પીસી ને પાઉડર બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમકરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં પીસેલી બાટી નો ભૂકો નાંખી મિક્સ કરી ધીમા તાપે હલાવીને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એને બીજા વાસણમાં કાઢી ઠંડુ કરી લ્યો.
  • મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં કાજુની કતરણ, બદામ ની કતરણ, એલચી પાઉડર અને પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો તો તૈયાર છે ચુરમા.

દાળ બાટી ચુરામા સર્વ કરવાની રીત

  • સૌથીપહેલા બાટી ના કટકા કરી પ્લેટ માં મૂકો એના પર તૈયાર કરેલી દાળ નાખી સાથે ઘી, લસણ ની ચટણી ને ડુંગળી સુધારેલનાખી સર્વ કરો દાળ બાટી ચુરામા.

dal bati recipe in gujarati

  • અહી જો તમારા પાસે ઘઉંનો ભાખરી માટે નો દરદરો લોટ હોય તો એ પણ લઈ શકો છો.
  • દાળ માં તીખાશ તમારી પસંદ મુજબ કરી શકો.
  • ચુરમા માં પીસેલી ખાંડ કે બુરા ખાંડ પોતાની પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો