Go Back
+ servings
ગલકા મગદાળ નું શાક - ગલકા મગદાળ નું શાક બનાવવાની રીત - Galka magdaal nu shaak - Galka magdaal nu shaak banavani rit - Galka magdaal nu shaak recipe in gujarati

ગલકા મગદાળ નું શાક | Galka magdaal nu shaak | Galka magdaal nu shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ગલકા મગદાળ નું શાક બનાવવાની રીત - Galka magdaal nu shaak banavani rit શીખીશું. ગલકા પચવા માં હળવાહોવાથી સ્વસ્થ અને બીમાર બને ખાઈ શકે છે, આજ આપણે ગલકા નું શાક મગ ની ફોતરા વગરની દાળ સાથે બનાવીશુંજે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે અને પોષ્ટીક પણ છે. તો ચાલો Galka magdaal nu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 30 mins
shocking time 3 hrs
Total Time 3 hrs 40 mins
Course gujarati shaak recipes, shaak, shaak banavani rit, shaak recipe in gujarati, ગુજરાતી શાક, ગુજરાતી શાક બનાવવાની રીત, શાક, શાક બનાવવાની રીત
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ગલકા મગદાળ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ ગલકા
  • ½ કપ ફોતરા વગરની મગ દાળ પલાળેલી
  • 3 ચમચી દહી
  • ½ કપ ટમેટા પ્યુરી
  • 8-10 લસણની કણી (ઓપ્શનલછે ના ખાતા હો તો ના નાખવી )
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions
 

ગલકા મગદાળ નું શાક બનાવવાની રીત | Galka magdaal nu shaak banavani rit | Galka magdaal nu shaak recipe in gujarati

  • ગલકા મગદાળ નું શાક બનાવવા સૌપ્રથમ ફોતરા વગર મગ દાળ અથવા ફોતરા વાળી મગ દાળ ને સાફ કરીબે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને ચાર પાંચ કલાક પલળવા દયો.
  • હવે ગલકા ને ધોઇ લ્યો ત્યાર બાદ ગલકા ને છોલી ને સાફ કરી લ્યો ફરીથી એક વખત ગલકા ને ધોઇ લ્યો. હવે ચાકુથી ગોળકે લાંબા કટકા કરી લ્યો. અને ખંડણી માં લસણ ની કણી અને અડધી ચમચી લાલ મરચા નો પાઉડર નાખી લસણ ને ફૂટી ને ચટણી તૈયાર કરી એક બાજુ મૂકો. અને મિક્સર માં ટમેટા ની પ્યુરી તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ નાખી  તતડાવો અને ગેસ ધીમો કરી નાખો ત્યારબાદ એમાં હળદર અને તૈયાર કરેલ લસણ ની ચટણી નાખી મિક્સ કરી લસણ ને અડધા મિનિટ શેકી લ્યોલસણ શેકાઈ જાય એટલે એમાં ટમેટા ની પ્યુરી નાખી મિક્સ કરી ટમેટા માંથી તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • ટમેટા માંથી તેલ અલગ થવા લાગે એટલે એમાં પલાળી રાખેલ મગ દાળ ની પાણી નિતારી ને કડાઈ માં નાખો મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ગલકા સુધારેલ અને સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, હળદર, ધાણા જીરુંપાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે ધીમા તાપે ઢાંકણ ઢાંકી ને દસ પંદર મિનિટ ઢાંકી ને ચડવા દયો વચ્ચે બે ચાર મિનિટ એ એક બે વખત શાક ને હલાવતા રહો. આમ દસ પંદર  મિનિટમાં શાક બરોબર ચડી જસે જો ના ચડે તો બીજી બે ચાર મિનિટ ચડાવી લેવું. શાક બરોબર ચડી જાય એટલે એમાં દહી નાખી મિક્સ કરી લ્યો ને એક બે મિનિટ ચડાવીલ્યો ત્યાર બાદ  લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે ગલકા મગદાળ નું શાક

Galka mag daal nu shaak recipe in gujarati notes

  • જો મગની ફોતરા વાળી દાળ વાપરો તો બે કલાક પલાળી લીધા બાદ હથડી વડે ઘસી ને એના ફોતરા અલગ કરી શકો છો.
  • મગ દાળની જગ્યાએ તમે સેવ પણ વાપરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો