Go Back
+ servings
farali chevdo - farali chevda - ફરાળી ચેવડો - farali chevdo recipe - farali chevdo banavani rit - farali chevda banavani rit - ફરાળી ચેવડો બનાવવાની રીત - farali chevdo recipe in gujarati

ફરાળી ચેવડો | farali chevdo | farali chevda | farali chevdo recipe | farali chevdo banavani rit | farali chevda banavani rit | ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ફરાળી ચેવડો બનાવવાની રીત - farali chevdo banavani rit શીખીશું. વ્રત ઉપવાસ માં આપણેબજાર માંથી ફરાળી વાનગીઓ અને ફરાળી ચેવડો લઈ આવતા હોઈએ છીએ, પણ એજ ચેવડો જો આપને ઘરે એક વખત બનાવી મહિનાસુંધી ખાઈ શકાય એવો ચેવડો ઘરે બનાવવાની રીત શીખીશું. તો ચાલો farali chevda banavani rit - farali chevdo recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course farali chevdo recipe in gujarati, farali items in gujarati, farali recipe in gujarati, farali vangi in gujarati, farali vangi recipe gujarati, ચેવડો બનાવવાની રીત, ફરાળી ચેવડો, ફરાળી વાનગીઓ
Cuisine Indian
Servings 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

farali chevdo ingredients

  • 3-4 ચમચી તેલ
  • 10-15 કાજુ ના કટકા
  • 10-15 બદામ ના કટકા
  • 15-20 કીસમીસ
  • ½ કપ સીંગ દાણા
  • ¼ કપ નારિયળ ની કતરણ
  • 15-20 મીઠા લીમડાના પાન
  • 1 કપ મખાના
  • 2 ચમચી ખસખસ
  • ફરાળી મીઠું જરૂર મુજબ
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી મરી પાઉડર
  • 2 ચમચી પીસેલી ખાંડ
  • 3-4 બટાકા
  • 1 કપ સાબુદાણા

Instructions
 

farali chevdo | farali chevda | ફરાળી ચેવડો | farali chevdo recipe

  • ફરાળી ચેવડો બનાવવા સૌ પ્રથમ બટાકા ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ મોટા કાણા વાળી છીણી વડે છીણી લ્યો ત્યાર બાદ ચાર પાંચ પાણી થી ધોઇ લ્યો ને ચારણી માં કાઢી ને વધારા નું પાણી નિતારી લ્યો ત્યાર બાદ કપડા પર ફેલાવી ને પંખા નીચે બિલકુલ કોરા કરવા મૂકી દયો. બટાકા નું છીણ બરોબર સુકાઈ જય એટલે એક વાસણમાં ભેગુ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે એમાં થોડા થોડા બટાકા ના છીણ ને નાખી ગોલ્ડન તરી લ્યો ને બટાકા નું છીણ ગોલ્ડન થાય એટલે ચારણી માં કાઢી લ્યો આમ થોડા થોડા છીણ ને ગોલ્ડન તરી ને ચારણીમાં કાઢી લ્યો. ત્યાર બાદ એમાં સાફ કરેલ સાબુદાણાનાખી એને પણ તરી ને ચારણી માં કાઢી લ્યો. આમ બધા જ સાબુદાણા નેતરી લ્યો.
  • હવે તેલ થોડુ ઠંડુ થાય ત્યાર બાદ તેલ બીજા વાસણમાં કાઢી લ્યો ને કડાઈ માં ચાર પાંચ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં કાજુ ના કટકા અને બદામના કટકા નાખી હલાવતા રહો ગોલ્ડન શેકી લ્યો. કાજુ બદામ શેકાઈ જાય એટલે એમાં કીસ મીસ નાખી ને એને પણ શેકી લ્યો ત્યાર બાદબીજા વાસણમાં કાઢી લ્યો.
  • ત્યારબાદ એજ કડાઈ માં સીંગદાણા નાખી એને પણ ધીમા તાપે શેકી લ્યો સીંગદાણા શેકાય એટલે એમાં મીઠા લીમડાના પાન અને નારિયળ ની કતરણ નાખી ને હલાવતા રહી શેકી લ્યો. નારિયળ ની કતરણ શેકાઈ થોડીગોલ્ડન થાય એટલે એમાં ખસખસ અને મખાનાં નાખી મખાના ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરી નાખોને એમાં શેકેલ ડ્રાય ફ્રુટ, સ્વાદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર, સંચળ નાખી મિક્સ કરી લ્યો.
  • મિક્સ કરેલ ચેવડા ને ઠંડો થવા દયો ત્યાર બાદ એમાં તરી રાખેલ બટાકા ની છીણ, સાબુદાણા નાખી ને એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ચેવડો બિલકુલ ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ફરાળી ચેવડો.

farali chevdo recipe in gujarati notes

  • અહી તમે તમારી પસંદ ના ડ્રાય ફ્રૂટ ને શેકી નાખી શકો છો .
  • બટકા ની છીણ સાથે શક્ક્રિયની કતરણ કે બટાકા ની ચિપ્સ નાખી શકો છો.
  • તીખાશ માટે લીલા મરચા ઝીણા સુધારી ને તરી ને પણ નાખી શકો છો.
  • ચેવડા ને ખાટો મીઠો કરવા ખટાસ માટે લીંબુના ફૂલ અથવા આમચૂર પાઉડર નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો