Go Back
+ servings
ગલકા નું શાક - ગલકા નું શાક બનાવવાની રીત - Galka nu shaak - Galka nu shaak banavani rit - Galka nu shaak recipe in gujarati

ગલકા નું શાક | galka nu shaak | ગલકા નું શાક બનાવવાની રીત | Galka nu shaak banavani rit | Galka nu shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ગલકા નું શાક બનાવવાની રીત - Galka nu shaak banavani rit શીખીશું, ગલકા માં સારી માત્રા માં વિટામિન્સ રહેલા હોય છે. વરસાદી માહોલ માં જઠરાગ્નિ મંદ જોવાથી પેટ માં અપચો, ગેસ ને એસિડિટી ની તકલીફ વધી જતી હોય છે ત્યારે આ ગલકા નું શાક પચવામાં હલકા હોવાથી ખાવા થી સરળ રીતે પચી જાય છે. તો ચાલો Galka nu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course gujarati shaak ideas, gujarati shaak recipes, shaak, shaak banavani rit, shaak recipe in gujarati, ગુજરાતી શાક, ગુજરાતી શાક બનાવવાની રીત, શાક, શાક બનાવવાની રીત
Cuisine Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients
  

ગલકાનું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ગલકા 250 ગ્રામ
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન7-8
  • આદ ની પેસ્ટ ½ ચમચી
  • લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
  • લસણની પેસ્ટ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • શેકેલ સીંગદાણા નો ભૂકો 4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions
 

ગલકા નું શાક બનાવવાની રીત | Galka nu shaak banavani rit | Galka nu shaak recipe in gujarati

  • ગલકા નું શાક બનાવવા સૌપ્રથમ ગલકા ને થોડા થોડા છોલી લ્યો ત્યાર બાદ ધોઇ લ્યો અને ચાકુ થી કટકા કરી એક બાજુ મૂકો. હવે લીલા મરચા, આદુ અને લસણ ની કણી મિક્સર જારમાં નાખીને પીસી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ.થાય ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ એમાં લસણ મરચા અને આદુ ની પેસ્ટ નાખી બરોબર શેકી લ્યો.
  • મસાલા શેકી લીધા બાદ એમાં કટકા કરેલ ગલકા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યોને ઢાંકી ને પાંચ મિનિટ ચડવા દયો. પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને બરોબર હલાવી લ્યો.
  • હવે શાક માં હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો એક મિનિટ શેકી લ્યો.ત્યાર બાદ એમાં ગરમ મસાલો અને પા થી અડધો ગ્લાસ પાણી નાખી મિક્સ કરીફરી બે ચાર મિનિટ ચડવા દયો. ત્યાર બાદ એમાં શેકેલ સીંગદાણા નોભૂકો નાંખી મિક્સ કરી બીજી વે ચાર મિનિટ ચડાવી લ્યો ને છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખીમિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ  સર્વ કરો ગલકા નું શાક.

Galka nu shaak recipe in gujarati notes

  • તમે ગલકા ને લાંબા ગોળ એ અર્ધ ગોળ સુધારી શકો છો.
  • જો વધારે ગ્રેવી વાળુ શાક કરવું હોય તો પાણી અને સીંગદાણા નો ભૂકો વધારે નાખવો ને જો ઓછો ગ્રેવી કરવી હોય તો પાણી ઓછી માત્રા માં નાખવું.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો