Go Back
+ servings
ફરાળી સુખડી - ફરાળી સુખડી બનાવવાની રીત - Farali sukhdi - Faralli sukhdi banavani rit - Faralli sukhdi recipe in gujarati

ફરાળી સુખડી | Farali sukhdi | ફરાળી સુખડી બનાવવાની રીત | Faralli sukhdi banavani rit | Faralli sukhdi recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ફરાળી સુખડી બનાવવાની રીત - Faralli sukhdi banavani rit શીખીશું, આ સુખડી એક વખત તૈયાર કરી લ્યો ને શ્રાવણ માસ ના એકટાણા હોયકે નવરાત્રી ના એકટાણા હોય બનાવી ને રાખો અને જ્યારે પણ થોડી ભૂખ લાગે ત્યારે એક બેકટકા ખાઈ લ્યો ને ઉપર પાણી પી પેટ ભરી શકો છો. માત્ર ત્રણ થી ચારસામગ્રી થી ખૂબ ઓછા સમય માં તૈયાર કરી શકો છો તો ચાલો Faralli sukhdi recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 20 mins
Total Time 30 mins
Course farali items, farali items in gujarati, farali recipe, farali recipe in gujarati, farali recipe in gujarati pdf, farali recipes in gujarati, farali vangi, farali vangi gujarati ma, farali vangi in gujarati, gujarati farali food, ફરાળી, ફરાળી રેસીપી, ફરાળી વાનગી
Cuisine Indian
Servings 10 નંગ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ફરાળી સુખડી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ રાજગરા નો લોટ
  • 1 કપ ઘી
  • 1 કપ છીણેલો ગોળ
  • 2-3 ચમચી ડ્રાયફ્રુટ ની કતરણ

Instructions
 

ફરાળી સુખડી બનાવવાની રીત | Faralli sukhdi banavani rit | Faralli sukhdi recipe in gujarati

  • ફરાળી સુખડી બનાવવા સૌપ્રથમ સાફ ને કોરી ચારણી થી રાજગરા નો લોટ ચાળી લ્યો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી નાખીઓગળી લ્યો. ઘી ઓગળે ત્યાર બાદ એમાં ચાળી રાખેલ રાજગરાનો લોટ નાખીને મિક્સ કરી લ્યો ને ગેસ ને મિડીયમ તાપે હલાવતા રહો.
  • ફરાળી લોટ નાખતા જ લોટ ઘી પી જસે અને ત્યાર બાદ હલાવતા રહી શેકતા રહેશો એટલે જ્યારે લોટ શેકાઈને ગોલ્ડન થાય એટલે ઘી પણ અલગ થઈ જશે. ઘી અલગ થાય અને લોટ ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી ને લોટ ને બે ચાર મિનિટ ઠંડી થવા દયો.
  • મિશ્રણ ને ચાર મિનિટ ઠંડી થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગોળ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહો. ગોળ બરોબર ઓગળી જાય એટલે ગ્રીસ કરેલ થાળી માં મિશ્રણ નાખી એક સરખું ફેલાવી દયો ને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી થોડી દબાવી દયો.
  • ત્યારબાદ સુખડી ને એક બે કલાક ઠંડી થવા દયો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો