ટીંડોળા બટાકાનું શાક બનાવવાની રીત | tindora batata nu shaak banavani rit | tindora batata nu shaak recipe in gujarati
જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ટીંડોળા બટાકાનું શાક બનાવવાની રીત - Tindola batata nu suku shaak banavani rit સીખીસુ. આ શાક ને બનાવું ખૂબ જ સેહલું છું અને સાથે ખૂબ જ ટેસ્ટી બને છે, આ શાક ને રોટલી, પરાઠા અને દાળ ભાત સાથે ખાઈ શકાય છે. તો ચાલો આજે આપણેટેસ્ટી એવું ટીંડોળા અને બટેટા નું સૂકું શાક - tindora batata nu shaak banavani rit - tindora batata nu shaak recipe in gujarati શીખીએ.
ટીંડોળા બટાકાનું શાક બનાવવાની રીત | Tindola batata nu suku shaak banavani rit | tindora batata nu shaak banavani rit | tindora batata nu shaak recipe in gujarati
ટીંડોળા બટાકા નું શાક બનાવવા માટે સૌથી પહેલા ટીંડોડાને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર પછી તેને ઉપર નીચે થીથોડું કાપી લ્યો. હવે તેના ઊભા ચાર ચીરા કરી લ્યો. અને તેને એક પ્લેટ માં રાખો. આ રીતે બધા ટીંડોળા ને સુધારીને પ્લેટ માં રાખો.
હવે બટેટા ને સરસ થી છોલી લ્યો. ત્યાર બાદ એક કટોરા માં પાણી લ્યો. હવે તેમાં બટેટા ની સ્લાઈસ કરી લ્યો. હવે તેને પાણી માં બે વાર સરસ થી ધોઈ લ્યો.અને ત્યાર બાદ તેને પણ એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો.હવે તેમાં હિંગ નાખો. હવે તેમાં હળદર નાખો.ત્યાર બાદ તેમાં ટીંડોળા નાખો. અને સરસ થી હલાવીલ્યો. હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ ચડાવી લ્યો.
ત્યારબાદ હવે ત્રણ થી ચાર મિનિટ પછી શાક ને ફરી થી હલાવી લ્યો. હવે તેમાં બટેટા ની સ્લાઈસનાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો. હવેતેમાં લસણ અને આદુ ની પેસ્ટ નાખો. હવે શાક ને ફરી થી હલાવી નેમિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ચાર થી પાંચ મિનિટ ચડવા દયો.
હવે ચાર થી પાંચ મિનિટ પછી શાક ને ફરી થી હલાવી ને ચેક કરી લ્યો. હવે તેમાં કાશ્મીરી લાલ મરચું,ધાણા જીરું નો પાવડર, મરી પાવડર અને સ્વાદ પ્રમાણેમીઠું નાખો અને શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યારબાદ શાક ને બે થી ત્રણ મિનિટ ધીમા તાપે સેકી લ્યો.
હવે બે થી ત્રણ મિનિટ પછી તેમાં લીલા ધાણા સુધારીને નાખો. અને શાક ને સરસ થી મિક્સ કરીલ્યો. હવે ગેસ બંધ કરી દયો.
ત્યારબાદતૈયાર છે ટીંડોળા બટાકા નું સૂકું શાક. હવે તેને રોટલી પરાઠા કે દાળ ભાત સાથે સર્વ કરો. અનેગરમા ગરમ ટીંડોળા બટાકા નું સૂકું શાક ખાવા નો આનંદ માણો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો