Go Back
+ servings
ડબલ ચોકલેટ કપ કેક - ડબલ ચોકલેટ કપ કેક બનાવવાની રીત - Double Chocolate Cup Cake - Double Chocolate Cup Cake banavani rit - Double Chocolate Cup Cake recipe in gujarati

ડબલ ચોકલેટ કપ કેક | Double Chocolate Cup Cake | ડબલ ચોકલેટ કપ કેક બનાવવાની રીત | Double Chocolate Cup Cake banavani rit | Double Chocolate Cup Cake recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે કડાઈમાં ડબલ ચોકલેટ કપ કેક બનાવવાની રીત - Double Chocolate Cup Cake banavani rit શીખીશું, , નાના બાળકો ને તો કેક નું નામ સાંભળતાજ મોંઢા માં પાણી આવી જાય. આજે આપણે એગલેસ અને ઓવેન વગર કઢાઇમાં ખૂબ જ સરસ થી કપ કેક બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ બને છે. એક વાર બનાવ્યા પછી આ કેક ને બે થી ત્રણ દિવસ માટે ફ્રીઝમાં સ્ટોર કરી ને પણ રાખી શકો છો.  તો ચાલો આજે આપણે Double Chocolate Cup Cake recipein gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course nasta
Cuisine Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ
  • 1 સિલિકોન કપ મોલ્ડ

Ingredients
  

ડબલ ચોકલેટ કપ કેક બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ મેંદા
  • ¼ કપ કોકો પાવડર
  • ¼ ચમચી મીઠું
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • ½+¼ કપ ખાંડનો પાવડર
  • ¼ કપ તેલ
  • ½ ચમચી વેનીલા અસેંશ
  • ½ કપ દૂધ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 2 ચમચી ચોકલેટ ચિપ્સ

Instructions
 

ડબલ ચોકલેટ કપ કેક બનાવવાની રીત | Double Chocolate Cup Cake banavani rit | Double Chocolate Cup Cake recipe in gujarati

  • ડબલ ચોકલેટ કપ કેક બનાવવા માટે સૌથી પેહલા એક મોટા બાઉલમાં મેંદો નાખો. હવે તેમાં કોકો પાવડર,મીઠું, બેકિંગ પાઉડર, બેકિંગસોડા, ખાંડ નો પાવડર, તેલ, વેનીલા એસેંસ અને દૂધ નાખી વીસ્ક ની મદદ થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં લીંબુ નો રસ નાખી ફરી થી કેક ના બેટર ને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેમાં ચોકલેટ ચિપ્સ નાખી.ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ હવે ગેસ પર એક કઢાઇ મૂકો. અને તેને ઢાંકી ને ગરમ થવા દયો.
  • હવે કેક ના મોલ્ડમાં સિલિકોન કપ મોલ્ડ રાખો. હવે તેમાં કેક નું બેટર નાખો. કપ પૂરા ના ભરવા કેમ કે કેક ફૂલી ને ઉપર સુધી આવશે. એટલે અડધા સુધી જ કપ માં બેટર નાખવું.હવે તેની ઉપર ચોકલેટ ચિપ્સ નાખો.
  • ત્યારબાદ ગેસ બંધ કરી દયો. હવે કેક ને થોડી ઠંડી થવા દયો. ત્યાર બાદ તેને મોલ્ડમાંથી કાઢી એક પ્લેટ માં રાખી લ્યો.
  • હવે તૈયાર છે આપણી ડબલ ચોકલેટ કપ કેક. તેની ઉપર ચોકલેટ ચિપ્સ નાખી સર્વ કરો અને ડબલ ચોકલેટ કપ કેક ખાવાનો આનંદ માણો.

Double Chocolate CupCake recipe in gujarati notes

  • કેકના બેટરમાં તમે તેલ ની જગ્યા એ બટર નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો