Go Back
+ servings
કોફતા કરી - કોફતા કરી બનાવવાની રીત - Kofta Curry - Kofta Curry banavani rit - Kofta Curry recipe in gujarati

કોફતા કરી | Kofta Curry | કોફતા કરી બનાવવાની રીત | Kofta Curry banavani rit | Kofta Curry recipe in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે કોફતા કરી બનાવવાની રીત - Kofta Curry banavani rit શીખીશું, જ્યારે પણ બહાર જમવા જઈએ ત્યારે પંજાબી શાક ને નાન કે કૂલચા ચોક્કસ મંગાવીએકેમ કે આપણે એમ લાગે છે કે બહાર જેવા પંજાબી શાક આપણે ઘરે ના બનાવી શકીએ. પણ આજ આપણે બહાર જેવુજ બધાને પસંદ હોય એ કોફતા કરી બનાવવાની રીત શીખીશું.તો ચાલો Kofta Curry recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course panjabi recipe in gujarati, પંજાબી શાક, પંજાબી શાક બનાવવાની રીત
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

કોફતા બનાવવા માટેની સામગ્રી

  • છીણેલી પાનકોબી 1
  • બેસન ½ કપ
  • સોજી 3 ચમચી
  • ઝીણા સમારેલા લીલાં મરચા સુધારેલ2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • વરિયાળી અને આખા ધાણા કુટેલા 1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • છીણેલું પનીર ½ કપ
  • કાજુના કટકા 8-10
  • કીસમીસ 5-7
  • ખાંડ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

કરી બનાવવા માટેની સામગ્રી

  • ટમેટા 2-3 સુધારેલ
  • કાજુ ¼ કપ
  • લીલા મરચા સુધારેલા2-3
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • તિંગાડેલું દહી ½ કપ
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • શેકેલ બેસન 1 ચમચી
  • તેલ 3-4 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ખડા મસાલા 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા2-3
  • જીરું 1 ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • પાણી 1 + ½ કપ
  • ગરમ પાણી 1 કપ
  • છીણેલું પનીર ½ કપ
  • ટમેટા સોસ 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions
 

કોફતા કરી બનાવવાની રીત | Kofta Curry banavani rit | Kofta Curry recipe in gujarati

  • કોફતા કરી બનાવવા સૌપ્રથમ આપણે કોફતા બનાવી ને તૈયાર કરીશું ત્યાર બાદ એની કરી / ગ્રેવી તૈયાર કરીશું ને સર્વકરતી વખતે બને ને મિક્સ કરી ગરમ ગરમ નાના, પરોઠા કે કુલચા સાથે સર્વ કરી શકાય કોફતા કરી.

કોફતા બનાવવાની રીત

  • કોફતા બનાવવા સૌપ્રથમ પાનકોબી ને સાવ ઝીણી છીણી લ્યો ત્યાર બાદ એમાં અડધી ચમચી મીઠું નાખી મિક્સ કરી દસ મિનિટ ઢાંકી ને એક બાજુ રાખો દસ મિનિટ પછી સાફ ઝીણા કપડા માં છીણેલી કોબીનાખી ને બરોબર દબાવી બધું પાણી નીતરી લ્યો. પાણી બિલકુલ નીકળી જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો.
  • હવે કોબી માં ચાળી ને બેસન, સોજી, ઝીણા સમારેલા લીલાં મરચા સુધારેલ, આદુ પેસ્ટ, ચીલી ફ્લેક્સ, વરિયાળીઅને આખા ધાણા કુટેલા, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, મરી પાઉડર,લીલા ધાણા સુધારેલા, છીણેલું પનીર, કાજુ ના કટકા, કીસમીસ, ખાંડ,મીઠું સ્વાદ મુજબ અને એક બે ચમચી તેલ નાખી બધી સામગ્રી ને બરોબર મિક્સકરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી હાથ સાફ કરી થોડું તેલ લગાવી તૈયાર મિશ્રણ માંથી ગોળ કે લંબગોળ ગોલા બનાવી લ્યો આમ બધા ગોલા બનાવી લ્યો જેતેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ગોલા નાખી બે મિનિટ ફૂલ તાપે ત્યાર બાદ મિડીયમ તાપેગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો. આમ બધા જ ગોલા ને તરી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે કોફતા.

કરી બનાવવાની રીત

  • કરી બનાવવા સૌપ્રથમ દહી ને કપડા કે ગરણી માં નાખી એમાંથી પાણી નીતરવા મૂકો. હવે મિક્સર જાર માં સુધારેલટમેટા, આદુ, લીલા મરચા અને કાજુ નાખી નેપીસી લ્યો ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી ફરીથી સમૂથ પીસી ને એક બાજુ મૂકો.દહી માંથી પાણી નિતારી લીધા બાદ એમાં ધાણા જીરું પાઉડર, હળદર કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો,ગરમ મસાલો, હિંગ, શેકેલ બેસન,કસુરી મેથી અને અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો.

કોફતા કરી બનાવવાની રીત

  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ખડા મસાલા, જીરું, હિંગ, લીલા મરચા સુધારેલા અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરીએક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ચાર પાંચ ચમચી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરીલ્યો. હવે એમાં મિક્સર માં પીસેલા ટમેટા પ્યુરી ને નાખી મિક્સકરી તેલ અલગ થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં મસાલા વાળુ દહી નાખી મિક્સ કરી ફરીથી તેલ અલગ થાય ત્યાંસુંધી ચડાવી લ્યો. દહી માંથી પણ તેલ અલગ થવા લાગે એટલે એમાં એક કપ ગરમ પાણી નાખી મિક્સ કરી નેપાણી ને ઉકળવા દયો. પાણી ઉકળવા લાગે અને તેલ અલગ થાય ત્યાં સુંધીચડાવી લ્યો ને તેલ અલગ થાય ત્યાં સુંધી ચડાવો
  • ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં લીલા ધાણા સુધારેલા, છીણેલું પનીર, ટમેટાસોસ નાખી મિક્સ કરી લ્યો ને ગ્રેવી ઘટ્ટ થાય ને તેલ અલગ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખોને એમાં તૈયાર કરેલ કોફતા નાખી ને મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો કોફતા કરી.

Kofta Curry recipe in gujarati notes

  • અહીં તમે તરી રાખેલ કોફતા ને નાસ્તા તરીકે પણ ખાઈ શકો છો ખૂબ ટેસ્ટી લાગે છે.
  • કોફતાને હમેશા સર્વ કરતી વખતે ગ્રેવી માં નાખવા તો કોફતા ની ક્રિસ્પી જ રહેશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો