Go Back
+ servings
modak banavani rit - modak recipe in gujarati - મોદક બનાવવાની રીત - modak banavani recipe - modak in gujarati

modak banavani rit | modak recipe in gujarati | મોદક બનાવવાની રીત | modak banavani recipe | modak in gujarati

જય શ્રી કૃષ્ણ આજ આપણે ગણપતિ બાપા ને પસંદ આવતા મહારાષ્ટ્રીયનસ્ટાઈલ ના મોદક બનાવવાનીરીત - modak banavani rit શીખીશું, આ મોદક ગણપતિ બાપા ને પ્રસાદી રૂપે ભોગમાં ધરવામાં આવે છે ને ખાસ કરી ગણેશ ચતુર્થી પર મહારાષ્ટ્ર માં ઘરે ઘરે બનતા હોય છે.આજ કાલ આ modak banavani recipe પણ અલગ અલગ પ્રકારના ફ્લેવર્સ વાળા બનાવવામાં આવે છે પણ આજ આપણે પારંપરિક મોદકબનાવશું. તો ચાલો modak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course modak recipe
Cuisine Indian
Servings 12 નંગ

Equipment

  • 1 મિક્સર
  • 1 ઢોકરીયુ
  • 1 ચારણી

Ingredients
  

મોદક નું સ્ટફિંગ માટેની સામગ્રી

  • 2 કપ છીણેલું લીલું નારિયળ
  • 1 કપ છીણેલો ગોળ
  • 1-2 ચમચી ઘી
  • ચમચી એલચી પાઉડર
  • 1-2 ચપટી જાયફળ પાઉડર

મોદક માટેનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 કપ ટુકડા બાસમતી, અંબેમોહર ચોખા અને ઈન્દ્રાણી ચોખા મથી તૈયાર કરેલ ચોખા નો લોટ
  • પાણી જરૂર મુજબ
  • 1-2 ચમચી ઘી
  • 1-2 ચપટી મીઠું

Instructions
 

modak banavani rit | modak recipe in gujarati | મોદક બનાવવાની રીત| modak banavani recipe | modak in gujarati

  • મોદક બનાવવા સૌપ્રથમ આપણે મોદક માટેનું સ્ટફિંગ તૈયાર કરીશું ત્યાર બાદ એના માટે ઉપરનું પડ બનાવવા માટે ચોખા ના લોટ માંથી લોટ બાંધી તૈયાર કરી લેશું અને છેલ્લે લોટ માંથી પુરી બનાવી ને વચ્ચે સ્ટફિંગ ભરી બંધ કરી લેશું અને ઢોકરીયા માં ચારણી મૂકી બાફી લઇ મોદક તૈયાર કરીશું

મોદક માટેનું સ્ટફિંગ બનાવવાની રીત

  • મોદક માટે નું સ્ટફિંગ બનાવવા બને ત્યાં સુંધી લીલા નારિયળ નું છીણ લેવું હવે એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ એમજ રહેવા દયો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી નાખો ને સાથે નારિયળ ગોળ વાળુ મિશ્રણ નાખી ધીમા તાપે હલાવતા રહો.
  • મિશ્રણને હલાવતા રહી ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને ત્યાર બાદ એમાં એલચી પાઉડર અને જાયફળ પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ મિશ્રણ ને ઠંડુ થવા દયો.

મોદક માટેનો લોટ બાંધવાની રીત

  • ચોખા ને એક પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા પર ફેલાવી ને ચાર પાંચ કલાક સૂકવીલ્યો. ચોખા બિલકુલસુકાઈ જાય એટલે એને મિક્સર જારમાં નાખી પીસી લ્યો પીસેલા ચોખા ના લોટ ને ચારણી વડેચાળી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં એક કપ પાણી ગરમ કરવા મૂકો પાણી માં મીઠું નાંખી મિક્સ કરી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં ચાળી રાખેલ ચોખા નો લોટ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કડાઈ ને ઢાંકી ને દસ મિનિટ એમજ રહેવા દયો.
  • દસ મિનિટ પછી ઢાંકણ ખોલી ચોખાના લોટ ને એક વાસણમાં કાઢી ને વાટકા વડે મસળી લ્યો. લોટ ને હાથ વડે મસળી શકાય એટલોગરમ રહે એટલે હાથ થી દસ પંદર મિનિટ બરોબર મસળી ને સમુથ કરી લ્યો ત્યાર બાદ એક ચમચીઘી નાખી ફરીથી બે ચાર મિનિટ મસળી લ્યો.

modak banavani rit

  • હવે મસળી રાખેલ લોટ પર ઘી લગાવી ઢાંકી ને એક બાજુ મૂકો.અને એમાંથી જે સાઇઝ ના મોદક બનાવવા હોય એ સાઇઝ નો લોટ લઈ અને હથેળી વચ્ચે ફેલાવી ને પુરી બનાવો અથવા વેલણ વડે વણી ને પુરી તૈયાર કરો.
  • તૈયાર પુરી ની વચ્ચે તૈયાર કરેલ સ્ટફિંગ મૂકી દયો ને આંગળી વચ્ચે પુરી માં થોડા થોડા અંતરે ચપટી કરી લ્યો ત્યાર બાદ મોદક નો આકાર આપતા જઈ પુરી ને બરોબર બંધ કરી લ્યો. આમ બધા લોટ અને સ્ટફિંગ માંથી બધા મોદક તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક ઢોકરીયા માં પાણી ગરમ કરવા મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકી એના પર ચારણી મૂકોઅને ચારણી માં કેળા નું પાંદ કે પાતળું કપડું મૂકી એમાં થોડા થોડા અંતરે તૈયાર કરેલમોદક મૂકી નેબે ચાર ચમચી પાણી છાંટી ઢાંકી ને બાર થી પંદર મિનિટ ચડાવી લ્યો. પંદર મિનિટ પછી ચારણી બહાર કાઢી ને બે મિનિટ રહેવા દઈ ઉપર ઘી નાખી ભગવાન ને ભોગ ધરાવો ને તમે પણ પ્રસાદી લ્યો.તો તૈયાર છે મોદક.

modak recipe in gujarati notes

  • અહી ચોખા તમારી પાસે હોય એ વાપરી શકો છો.
  • સ્ટફિંગમાં ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી શકો છો.
  • ચોખાના લોટ માં કેસર ના તાંતણા નાખી લોટ બાંધો તો મોદક નો રંગ ખૂબ સારો લાગશે.
  • જો તમને હાથે થી મોદક બનાવવા ના ફાવે તો મોદક મોલ્ડ માં પણ બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો