Go Back
+ servings
ચોરી નું શાક - ચોરી નું શાક બનાવવાની રીત - chori nu shaak - chori nu shaak recipe - chori nu shaak gujarati recipe - chori nu shaak banavani rit

ચોરી નું શાક | chori nu shaak | ચોરી નું શાક બનાવવાની રીત | chori nu shaak recipe | chori nu shaak gujarati recipe

જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે ઘરે ચોરી નું શાક બનાવવાની રીત - chori nu shaak banavani rit શીખીશું, રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં આજે આપણે ચોરા નુંશાક બનાવીશું. ખૂબ જ ટેસ્ટી બને છે. અનેબનાવું પણ ખૂબ જ સરળ છે. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે.બે ની જગ્યા એ ચાર રોટલી ખવાઈ જાય એટલું સ્વાદિષ્ટ બને છે. તો ચાલો આજે આપણે ઘરે રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં chori nu shaak gujarati recipe શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course shaak banavani rit, shaak recipe in gujarati, શાક, શાક બનાવવાની રીત
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ચોરા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 3 કિલો ચોરા
  • 300 તેલ
  • 2 ચમચી જીરું
  • 10-15 ઝીણું સમારેલું લસણ
  • 4 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી હળદર
  • 4-5 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 5 ઝીણા સુધારેલા ટામેટા
  • 2 ચમચી લાલ મરચું પાવડર
  • 2 ચમચી ધાણા પાવડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી કિચન કિંગ મસાલો
  • 1 ગ્લાસ પાણી + ૧ લીટર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 3-4 ચમચી લીલાં ધાણા ઝીણા સુધારેલા

Instructions
 

ચોરી નું શાક બનાવવાની રીત | chori nu shaak recipe | chori nu shaak gujarati recipe | chori nu shaak banavani rit

  • ચોરી નું શાક બનાવવા માટે સૌથી પેહલા ચોરા ને ઉપર થી અને નીચે થી થોડાકાપી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી સરસ થી નાના નાના ટુકડા કરી લ્યો. હવે તેને બે થી ત્રણ વાર પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.હવે તેમાં ઝીણું સમારેલું લસણ નાખો. હવે તેને સરસથી હલાવી લ્યો.
  •  હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અનેઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તેને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ચડાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પણ સરસ થી ચડાવી લ્યો.
  • હવે તેમાં હળદર, લાલ મરચું પાવડર,ધાણા પાવડર, ગરમમસાલો અને કિચન કિંગ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો અને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે મસાલા માંથી તેલ છૂટું પડે ત્યાં સુધીસરસ થી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં સુધારીને રાખેલા ચોરા નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ મિનિટ સુધી ચમચા ની મદદથી ધીમા તાપે સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં એક લીટર જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને ઢાંકી ને વીસ થી પચીસ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ તેમાંઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણું ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં ચોરા નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથેસર્વ કરો અને ગરમા ગરમ ચોરા નું શાક ખાવા નો આનંદ માણો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો