Go Back
+ servings
લસણીયા મમરા - lasaniya mamra - lasaniya sev mamra - lasaniya mamra banavani rit - lasaniya mamra recipe in gujarati - lasaniya mamra recipe - લસણીયા મમરા બનાવવાની રીત

લસણીયા મમરા | lasaniya mamra | lasaniya sev mamra | lasaniya mamra recipe in gujarati | lasaniya mamra recipe | લસણીયા મમરા બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે લસણીયા મમરા બનાવવાની રીત - lasaniya sev mamra - lasaniya mamra banavani rit શીખીશું, દરેક ગુજરાતી નો મનપસંદ નાસ્તો હોય તોએ છે મમરા. સવારના નાસ્તામાં, સાંજ ના નાસ્તામાંઅથવા બાળકો ના ટિફિન હોય કે પ્રવાસ હોય મમરા વઘારેલા તો જોઈએ. મમરા ને વઘારી ને સાદા સેવ બુંદી સાથે અથવા તો બીજા ફરસાણ સાથે મિક્સ કરી નેઅથવા લસણ વાળા વઘારી ને ખાવા ની જે મજા છે એ બીજા નાસ્તામાં નથી. તો આજ આપણે એજ લસણિયા મમરા ઘરે બનાવી તૈયાર કરીશું તો તમે ગોપાલ ના લસણિયામમરા પણ ભૂલી જશો. તો ચાલો lasaniya mamra recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 10 mins
Cook Time 10 mins
Total Time 20 mins
Course gujarati nasto, mamra, ગુજરાતી નાસ્તો, નાસ્તો
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

લસણીયા મમરા બનાવવા જરૂરી સામગ્રી

  • 150 ગ્રામ મમરા
  • 10-12 લસણ ની કણી
  • 3 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી સંચળ
  • 5-6 ચમચી તેલ
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 કપ બેસન ની સેવ

Instructions
 

lasaniya mamra banavani rit | lasaniya mamra recipe in gujarati | lasaniya mamra recipe | લસણીયા મમરા બનાવવાની રીત

  • લસણીયા મમરા બનાવવા સૌપ્રથમ લસણ ની કણી ને ખંડણી માં નાખો સાથે એક ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને થોડું મીઠું નાખી ધસ્તા થી ફૂટી ને લસણ ની પેસ્ટ બનાવી લ્યો. ત્યાર બાદ મમરા ને ચારણી વડે ચાળી ને સાફ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ થોડુ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં ફૂટીને પેસ્ટ કરેલ લસણ મરચા ની પેસ્ટ નાખી ચમચા થી હલાવી ને શેકી લ્યો.
  • લસણની કચાસ દૂર થાય એટલે એમાં સંચળ, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સાફ કરેલ મમરા નાખો.
  • મમરા પર લસણ વાળો મસાલો બરોબર ચડી જાય અને મમરા ક્રિસ્પી થાય ત્યાં સુંધી હલાવતા રહી શેકો. મમરા ક્રિસ્પી થાય એટલે એમાંબેસન સેવ નાખી ફરી થી બરોબર મિક્સ કરી ને બે ત્રણ મિનિટ શેકી લ્યો,
  • ત્યારબાદ ગેસ બંધ કરી ગરમ ગરમ અથવા થોડા ઠંડા કરી ને મજા લ્યો લસણિયા મમરા.

lasaniya mamra recipe in gujarati notes

  • અહી જો તમને તીખાશ ઓછી પસંદ હોય તો કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ઓછો નાખવો અને જો તીખાશ પસંદહોય તો રેગ્યુલર લાલ મરચાનો પાઉડર નાખી શકાય.
  • અહી પા ચમચી ચાર્ટ મસાલો નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો