Go Back
+ servings
doodh pak recipe - doodh pak banavani rit - dudh pak - doodh pak recipe gujarati - દૂધપાક બનાવવાની રીત - dudhpak in gujarati - doodh pak recipe in gujarati language - દૂધ પાક બનાવાની રીત - doodh pak recipe in gujarati - doodh pak banavani recipe

doodh pak recipe | doodh pak banavani rit | dudh pak | doodh pak recipe gujarati | દૂધપાક બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ આજ આપણે દૂધપાક બનાવવાની રીત - doodh pak banavani rit - dudhpak in gujarati શીખીશું, આ એક મીઠાઈ છે જેખાસ ગુજરાત માં બનાવવામાં આવે છે જે ભાદરવા માસમાં આવતા શ્રાદ્ધ પક્ષ માં ખૂબ બનાવવામાંઆવે છે. આમ તો શ્રાધ્ધ માં ખીર પણ બનાવતા હોઈએ છીએ પણ ખીર નીજગ્યાએ ઘણા દૂધપાક પણ બનાવતા હોય છે દૂધપાક બનાવવો ખૂબ સરળ રીતે ખૂબ ઝડપથી તૈયાર થઈજાય છે તો ચાલો દૂધ પાકબનાવાની રીત - doodh pak recipe in gujarati language શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

doodh pak ingredients in gujarati

  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • ¼ કપ ખાંડ
  • 1-2 ચમચી ચોખા
  • 10-12 કેસરના તાંતણા
  • 2-3 ચમચી ચારવલી
  • 2 ચમચી બદામની કતરણ
  • 1-2 ચમચી પિસ્તા ની કતરણ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • ચમચી જાયફળ પાઉડર
  • 2 ચમચી ઘી

Instructions

dudh pak in gujarati | doodh pak recipe in gujarati language | દૂધ પાક બનાવાની રીત | doodh pak banavani recipe

  • દૂધપાક બનાવવા સૌપ્રથમ ચોખા ને એક બે પાણી થી ધોઈ લ્યો અને એક કપ પાણી માં દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. ત્યાર બાદ ગેસપર એક કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ ગરમ થાય એટલે એમાં એક ચમચી ઘી નાખી ઓગળી લ્યો,
  • ત્યારબાદ એમાં  ફૂલ ક્રીમ દૂધ નાખી હલાવતા રહી નેદૂધ ને ઉકાળી લ્યો.
  • દૂધ માં એક ઉભરો આવે ત્યાર બાદ ગેસ ને ધીમો કરી નાખો અને ત્યાર બાદ એમાં કેસર ના તાંતણા નાખી પાંચ મિનિટ ઉકાળી લ્યો. દૂધ ઉકળે ત્યાં સુંધીમાં ચોખાનું પાણી નિતારી લીધા બાદ કપડા માં કોરા કરી લઈએમાં એક ચમચી ઘી નાખી મિક્સ કરી નેચોખાને દૂધ માં નાખો.
  • ચોખાને દૂધ સાથે દસ પંદર મિનિટ સુંધી ચડવા દયો. વચ્ચે વચ્ચે હલાવતા રહો. દૂધ માં ચોખા બરોબર ચડી જાયએટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડવા દયો. પાંચ મિનિટપછી એમાં એલચી પાઉડર, ચારવડી, બદામ ની કતરણઅને પિસ્તા ની કતરણ નાખી મિક્સ કરી લ્યો અને બે મિનિટ ઉકાળી લ્યો.
  • છેલ્લે એમાં જાયફળ નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ગરમ કે ઠંડું સર્વ કરી શકો છો દૂધપાક.

doodh pak recipe in gujarati language notes

  • જો શ્રાધ્ધ માટે દૂધપાક બનાવતા હો તો ગાય નું દૂધ વાપરવું અને જો એમજ બનાવતા હો તો ભેંસ ની દૂધવાપરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો