Go Back
+ servings
મગ ની દાળ ના નમકપારા બનાવવાની રીત - mag ni dal na namak para banavani rit - moong dal namak para recipe in gujarati

મગ ની દાળ ના નમકપારા | mag ni dal na namak para banavani rit | moong dal namak para recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મગ ની દાળ ના નમકપારા બનાવવાની રીત - mag ni dal na namak para banavani rit શીખીશું,  શકરપારા આપણે ઘણી વાર બનાવ્યા હશે પણ આજે આપણે નમકપારા બનાવતા શીખીશું.ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે એકદમ ખસ્તા અને કુરકુરા બને છે. એકવાર બનાવ્યા પછી તેને મહિનો સુધી સ્ટોર કરી ને રાખી શકાય છે. બાળકો ને ટિફિન માં કે કંઈ ફરવા ગયા હોવ ત્યારે ટેસ્ટી નમકપારા સાથે લઈ જઈશકો છો. તો ચાલો આજે આપણે ઘરે moong dal namak para recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course gujarati nasto
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

મગ ની દાળ ના નમકપારા બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ છડીયા દાળ
  • 2 ચમચી સોજી
  • ½ ચમચી મરી પાવડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ½ ચમચી અજમો
  • 2 ચમચી તેલ
  • મેંદો લોટ

Instructions
 

મગ ની દાળના નમકપારા બનાવવાની રીત | mag ni dal na namak para banavani rit | moong dal namak para recipe in gujarati

  • મગ ની દાળ ના નમકપારા બનાવવા માટે સૌથી પેહલા દાળ ને બે થીત્રણ વાર સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી ને બે કલાક માટે પલાળવા માટે રાખી દયો.
  • હવે બે કલાક પછી તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો.હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માંકાઢી લ્યો. હવે તેમાં સોજી, મરી પાવડર,મીઠું સ્વાદ પ્રમાણે અને અજમા ને હાથ થી મસળી ને નાખો. હવે તેમાં બ ચમચી જેટલું તેલ નાખો. હવે બધી સામગ્રી નેસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં મેંદા નો લોટ નાખો. હવે તેને સરસ થી લોટ ગૂંથીએ તે રીતે સરસ થી ગુંથી લ્યો. જરૂર પડે તો જ એક થી બે ચમચી જેટલું પાણી નાખો. લોટ ગૂંથાઈજાય બાદ તેને ઢાંકી ને દસ મિનિટ માટે સેટ થવા દયો.
  • ત્યારબાદ દસ મિનિટ પછી લોટમાં એક ચમચી જેટલું તેલ નાખી ને તેને ફરી થી સરસ થી ગુંથી લ્યો. હવે તેનો એક રોલ બનાવી લ્યો.હવે ચાકુ ની મદદ થી તેના પાંચ ભાગ કરી લ્યો.
  • હવે તેમાં થી એક ભાગ લ્યો. હવે તેની સરસ થી લુવો બનાવી લ્યો. હવે કોરો લોટ લગાવીતેની સરસ થી રોટલી વણી લ્યો. હવે ચાકુ ની મદદ થી અડધા ઇંચ નાગેપ માં સીધા કટ લગાવી લ્યો. હવે સાઇડ થી ડાયમંડ સેપ બને એ રીતેફરી થી અડધો ઇંચ ના ગેપ માં કટ લગાવી લ્યો. ત્યાર બાદ તેને એકકિચન ટવેલ માં કાઢી લ્યો. આવી રીતે બધા નમકપારા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા મટે નમકપારા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાંસુધી સરસ થી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.આવી રીતે બધા નમકપારા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણા છડીયા દાળ ના નમકપારા. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે કંઈ ચટપટું ખાવાનું મન થાય ત્યારે નમકપારા ખાવાનો આનંદ માણો.

moong dal namak para recipe in gujarati notes

  • મેંદા ની જગ્યા એ તમ ઘઉં ના લોટ નો ઉપયોગ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો