Go Back
+ servings
નાન બનાવવાની રીત - Naan banavani rit - Naan recipe in gujarati - ગાર્લિક બટર નાન બનાવવાની રીત - garlic butter naan banavani rit - ચીઝ ચીલી ગાર્લિક નાન બનાવવાની રીત - cheese chilli garlic naan banavani rit - બટર નાન બનાવવાની રીત

ત્રણ પ્રકાર ની નાન | tran prakare naan | ગાર્લિક બટર નાન | garlic butter naan banavani rit | ચીઝ ચીલી ગાર્લિક નાન | cheese chilli garlic naan banavani rit | બટર નાન

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે તવીપર નાન બનાવવાની રીત શીખીશું. આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ માંતવી પર બટર નાન, બટર ગાર્લિક નાન - garlic butter naan banavani rit અને ચીઝ ચિલી ગાર્લિક નાન બનાવવાની રીત - cheese chilli garlic naan banavani rit શીખીશું ,  એક જ ગૂંથેલા લોટ માંથી આપણે ત્રણ પ્રકાર ના નાન ખૂબ સરળતા થી બનાવી શકીએ છીએ.ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકો હોય કે મોટા દરેકને ભાવે તેવા બને છે. નાન ને આપણે કોઈ પણ પંજાબી શાક સાથે ખાઈ શકીએ છીએ. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી નાન બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 15 mins
Total Time 35 mins
Course naan banavani rit
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients
  

નાન બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ પાણી +1 ચમચી
  • ¼ કપ દૂધ
  • ½ કપ દહી
  • 1 ચમચી તેલ
  • 2 ચમચી સુગર પાવડર
  • 2 કપ મેંદો
  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 1 ચપટી મીઠું
  • કલોંજી
  • ½ કપ ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 50 ગ્રામ ચીઝ
  • 4 ચમચી લસણની પેસ્ટ

Instructions
 

બટર નાન |  બટર ગાર્લિક નાન |  garlic butter naan banavani rit |  ચીઝ ચિલી ગાર્લિક નાન બનાવવાનીરીત | cheese chilli garlic naan banavani rit

  • નાન બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેના માટે લોટ ગુંથી લેશું.
  • લોટ ગૂંથવા માટે એક બાઉલ માં પાણી નાખો. હવે તેમાં દૂધ, દહી, તેલ,સુગર પાવડર, મેંદો, ઘઉં નોલોટ, બેકિંગ પાઉડર ,બેકિંગ સોડા અને ચપટીએક મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો. અને સરસ થી લોટ ગુંથી લ્યો.
  • હવે ગૂંથેલા લોટ ને પ્લેટફોર્મ ઉપર રાખો. હવે તેને એક હાથ થી પકડી અને બીજા હાથ થી સ્ટ્રેચ કરતા જાવ આવી રીતે દસ મિનિટસુધી લોટ ને મસળી લ્યો. ત્યાર બાદ લોટ ને ગુંથી ને એક બાઉલ માંતેલ લગાવી ને તેમાં રાખી દયો. હવે લોટ ઉપર ફરી થી તેલ લગાવી લ્યો.હવે તેને કપડાં થી ઢાંકી દયો.
  • ગૂંથેલા લોટ ને બે કલાક સેટ થવા માટે રાખી દયો. હવે બેકલાક પછી ફરી થી લોટ ને ગુંથી લ્યો. હવે તેમાંથી લુવા બનાવી લ્યો.હવે એક પ્લેટ ને તેલ લગાવી ને ગ્રીસ કરી લ્યો. હવે તેમાં લુવા ને સરસ થી રાખી લ્યો. હવે લુવા ઉપર ફરીથી તેલ લગાવી તેને કપડાં થી ઢાંકી ને પંદર થી વીસ મિનિટ માટે સેટ થવા માટે રાખી દયો.

બટર નાન બનાવવાની રીત | butter naan banavani rit

  • દસ થી પંદર મિનિટ પછી એક લુવો લ્યો. હવે તેમાં કોરો લોટલગાવી ને એક થીક રોટલી વણી લ્યો. હવે તેની ઉપર કલોંજી અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ફરી થી તેને હલ્કા હાથે વણી લ્યો.હવે રોટલી ને એક બાજુ થી દબાવી બીજી તરફ ખેંચી ને નાન નો સેપ આપો.હવે તેને હાથ માં લઇ ને બીજી તરફ સરસ થી પાણી લગાવી લ્યો.
  • ગેસ પર એક તવી મૂકો. હવે તવી ગરમ થાય એટલે તેની ઉપર સેકવમાટે નાન નાખો. હવે આંગળી થી થોડું તેને પ્રેસ કરી લ્યો.હવે તેને ત્રીસ સેકન્ડ સુધી સેકી લ્યો. હવે તવીના હેન્ડલ ને પકડી ને તવી ને ઊંધી કરી ને નાન ને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેની ઉપર બટર લગાવી લ્યો. હવે તૈયાર છે આપણો બટર નાન.

ગાર્લિક બટર નાન બનાવવાની રીત | garlic butter naan banavani rit

  • ગાર્લિક બટર નાન બનાવવા માટે સૌથી પહેલાં એક લુવો લઈ તેની રોટલી વણી લ્યો. હવે તેની ઉપર લસણ ની પેસ્ટ સરસ થી લગાવી લ્યો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.હવે તેને પણ સરસ થી દબાવી ને સેટ કરી લ્યો. હવેરોટલી ને એક તરફ હાથ થી દબાવી ને બીજી બાજુ ખેંચી ને નાન નો સેપ આપો. હવે તેને હાથ માં લઇ બીજી તરફ સરસ થી પાણી લગાવી લ્યો.
  • હવે નાન ને તવી ઉપર મૂકો. હવે બટર નાન ને જે રીતે સેક્યો હતો સેમ તે જ રીતે બટર ગાર્લિક નાન ને પણ સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેની ઉપર બટર લગાવી લ્યો. હવે તૈયાર છે આપણો બટર ગાર્લિક નાન.

ચીઝ ચીલી ગાર્લિક નાન બનાવવાની રીત | cheese chilli garlic naan banavani rit         

  • ચીઝ ચિલી ગાર્લિક નાન બનાવવા માટે સૌથી પહેલાં એક કટોરી માં ચીઝ ને ગ્રેટ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેમાં એક ચમચી જેટલી લસણ ની પેસ્ટ નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક સ્ટફિંગ તૈયાર થઈ જાસે.
  • હવે એક લુવો લ્યો. હવે હાથ થી પ્રેસ કરી ને તેની એક કટોરી બનાવી લ્યો. હવેતે કટોરી માં તૈયાર કરી ને રાખેલ સ્ટફિંગ નાખો. હવે કટોરી નેસરસ થી પેક કરી લ્યો. હવે તેનો એક લુવો બનાવી લ્યો. હવે તેની ઉપર કોરો લોટ લગાવી ને તેની રોટલી વણી લ્યો.
  •   રોટલી ને એક તરફ દબાવી ને બીજી તરફખેંચી ને નાન નો સેપ આપો. હવે તેની ઉપર લસણ ની પેસ્ટ અને ઝીણાસુધારેલા લીલાં ધાણા અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવેતેને હાથ થી પ્રેસ કરી લ્યો. હવે નાન ને હાથ માં લઇ ને બીજી તરફ સરસ થી પાણી લગાવી લ્યો.
  • હવે તવી ઉપર નાન નાખો. હવે તેને સેમ પ્રોસેસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેને એકપ્લેટ માં કાઢી લ્યો. હવે તેની ઉપર બટર લગાવી લ્યો. હવે તૈયાર છે આપણો ચીઝ ચીલી ગાર્લિક નાન.
  • આપણા ત્રણે પ્રકાર ના રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં નાન બની ને તૈયાર છે. હવે તેને શાક સાથે સર્વ કરો અને ગરમા ગરમ નાન ખાવાનો આનંદ માણો.

Naan recipe in gujarati notes

  • નાન બનાવવા માટે નોનસ્ટિક તવી નો ઉપયોગ ન કરવો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો