Go Back
+ servings
ચોળી બટેટા નું શાક - Chori batata nu shaak - ચોળી બટેટા નું શાક બનાવવાની રીત - Chori batata nu shaak banavani rit - Chori batata nu shaak recipe in gujarati

ચોળી બટેટા નું શાક બનાવવાની રીત | Chori batata nu shaak banavani rit | Chori batata nu shaak recipe in gujarati

ટેસ્ટી ગુજરાતી ચોળી બટેટા નું શાક બનાવવાની રીત - Chori batata nu shaak banavani rit શીખીશું, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણખૂબ જ સરળ છે. આ શાક ને તમે રોટલી, પરાઠાકે ભાત સાથે ખાઈ શકો છો. સાથે ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઇ જાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Chori batata nu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 15 mins
Cook Time 15 mins
Total Time 30 mins
Course gujarati shaak ideas, shaak banavani rit, ગુજરાતી શાક, ગુજરાતી શાક બનાવવાની રીત, શાક બનાવવાની રીત
Cuisine gujarati
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients
  

ચોળી બટેટા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 100 ગ્રામ ચોળી
  • 1 બટેટા
  • 1 ટામેટા
  • 2 ચમચી તેલ
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી ધાણા જીરું પાવડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ કપ પાણી

Instructions
 

ચોળી બટેટા નું શાક બનાવવાની રીત | Chori batata nu shaak banavani rit

  • ચોળી બટેટા નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ચોળી ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેના અડધા ઇંચ નાગેપ માં કટકા કરી લ્યો.
  • હવે બટેટા ને છોલી ને તેના મિડીયમ ટુકડા કરી લ્યો. ત્યાર બાદ ટામેટા ને ઝીણા સુધારી લ્યો.
  • ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો.હવે તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેનેસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ટામેટા ને એક મિનિટ સુધી ચડાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં બટેટા ના ટુકડા અને સુધારી ને રાખેલી ચોળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખો.હવે ફરી થી શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક અડધો મિનિટ સુધી શાક ને સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં ધાણા જીરું પાવડર અને લાલ મરચું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં અડધા કપ જેટલું પાણી નાખો. હવે ફરી થીશાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ કુકર નું ઢાંકણ બંધ કરી દયો. હવે બે થી ત્રણ સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે કુકર ઠંડું થાય ત્યારે શાક ને એક વાર સરસ થી મિક્સ કરી તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણું ટેસ્ટી ગુજરાતી ચોળી બટેટા નું શાક. હવે તેને રોટલી, પરાઠા કે ભાત સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચોળી બટેટા નું શાક ખાવા નો આનંદ માણો.

Chori batata nu shaak recipe notes

  • શાકમાં તમે તેલ માં રાઈ જીરું નાખી ને પણ વઘાર કરી શકો છો.
  • શાકમાં તમે ગરમ મસાલો અને લસણ ની પેસ્ટ પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો