Go Back
+ servings
nan khatai – નાનખટાઈ - નાનખટાઈ બનાવવાની રીત - નાનખટાઈ બનાવવાની રેસીપી - nan khatai banavani rit - nankhatai recipe in gujarati

નાનખટાઈ બનાવવાની રીત | nan khatai banavani rit | nankhatai recipe in gujarati

ઘરે નાનખટાઈ બનાવવાની રેસીપી - nankhatai banavani rit શીખીશું. આજે આપણે ઓવન માં અનેકઢાઇ માં એમ બે રીતે નાનખટાઈ બનાવતા શીખીશું , Please subscribe Your Food Lab YouTube channel If youlike the recipe , દિવાળીપર કે કોઈ પણ ત્યોહાર પર એકવાર નાનખટાઈ  જરૂર બનાવો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને પણ રાખી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે બે રીતે nankhatai recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course diwali mithai banavani rit, gujarati mithai recipe, mithai recipe
Cuisine gujarati
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ
  • 1 માઇક્રોવેવ

Ingredients
  

નાનખટાઈ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ સાકર
  • ½ કપ ઘી
  • ½ ચમચી એલચી પાવડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 1 કપ મેંદો
  • પિસ્તા ની કતરણ
  • બદામ ની કતરણ

Instructions
 

માઇક્રોવેવ મા નાનખટાઈ બનાવવાની રીત

  • નાનખટાઈ બનાવવા માટે સૌથી પહેલાં સાકર ને એક મિક્સર જાર માં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે એક બાઉલમાં તેને ચાળી ને લઇ લ્યો.
  •  તે બાઉલ માં ઘી, એલચી પાવડર અને બેકિંગ સોડા નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. વીસ્કની મદદ થી પચાસ વાર ફેટી લ્યો. જેથી નાનખટાઈ સારી બને.
  • હવે તેમાં મેંદા નો લોટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે હાથ થીતેને સરસ થી ગુંથી લ્યો. હવે નાનખટાઈ નું મિશ્રણ આપણું તૈયારછે.
  • એક ટ્રે ઉપર બટર પેપર મૂકો. હવે મિશ્રણ ને થોડું હાથ માં લઇ તેનો એક બોલ બનાવી લ્યો. હવે તેને થોડું પ્રેસ કરી ને ટ્રે ઉપર મૂકો. આવી રીતેબધી નાનખટાઈ બનાવી ને થોડા થોડા અંતરે તેને ટ્રે માં ગોઠવી લ્યો. હવે તેની ઉપર બદામ અને પીસ્તા ની કતરણ રાખી તેને થોડું પ્રેસ કરી લ્યો.
  • આ ટ્રેને માઇક્રોવેવ માં170 ડિગ્રી એ બાર થી તેર મિનિટ સુધી રહેવા દયો. ત્યાર બાદ ટ્રે ને  બારે કાઢી લ્યો. ત્યાર બાદ નાનખટાઈ થોડી ઠંડી થાય ત્યારેતેને એક પ્લેટ માં કાઢી લ્યો,

કડાઈ મા નાનખટાઈ બનાવવાની રીત

  • કઢાઇમાં નાનખટાઈ બનાવતા શીખીએ. એના માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં મીઠું નાખો.ત્યાર બાદ તેને ઢાંકી ને ગરમ થવા દયો.
  • ત્યારબાદ એક થાળી લ્યો. હવે તેની ઉપર બટર પેપર મૂકો. હવે નાનખટાઈ ના મિશ્રણ માંથીથોડું મિશ્રણ લઈ તેના બોલ બનાવી ને થોડા થોડા અંતરે થાળી માં રાખતા જાવ. હવે તેની ઉપર બદામ અને પીસ્તા ની કતરણ રાખી. થોડું પ્રેસકરી લ્યો.
  • ત્યારબાદ ગરમ કરવા માટે રાખેલી કઢાઇ માં એક સ્ટેન્ડ રાખો. હવે તેની ઉપર થાળી રાખો. હવે તેને ઢાંકી ને વીસ થી પચીસ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને થાળી ને બારે કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી નાનખટાઈ.

nankhatai recipe notes

  • નાનખટાઈ ને તમે ડ્રાય ફ્રુટ ની જગ્યા એ ચોરસ કટ લગાવી ને પણ ગાર્નિશ કરી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો