Go Back
+ servings
ઢોસા નું શાક - ઢોસા સાથે સર્વ થતું બટેટા નું શાક બનાવવાની રીત - dhosa nu shaak banavani rit - Masala dosa nu shaak recipe banavani rit

ઢોસા સાથે સર્વ થતું બટેટા નું શાક બનાવવાની રીત | dhosa nu shaak banavani rit | Masala dosa nu shaak recipe banavani rit

આજે આપણે ઘરે ઢોસા સાથે સર્વ થતું બટેટા નું શાક બનાવવાની રીત - dhosa nu shaak banavani rit શીખીશું, આજે આપણે એક દમ હોટેલમાં મળતા ઢોસા સાથે સર્વ થતું બટેટા નું શાક બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ઢોસાની જગ્યાએ તમે ઘરે રોટલી સાથે પણ ખાઈ શકો છો. તો ચાલો આજે આપણેઘરે ટેસ્ટી Masaladosa nu shaak recipe banavani rit શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course shaak, shaak banavani rit
Cuisine South Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ઢોસાનું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી તેલ
  • 1 ચમચી ઘી
  • 1 ચમચી રાઈ
  • 2 ચમચી ચણા દાળ
  • 1 ચમચી અડદ દાળ
  • ½ ચમચી હિંગ
  • કપ કાજુ
  • 8-10 લીમડાના પાન
  • 3 તીખા લીલાં મરચાં
  • 4 મોરા લીલા મરચાં
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • ½ ચમચી હળદર
  • 2 ડુંગળી ની સ્લાઈસ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ કપ ગરમ પાણી
  • 1 કિલો બાફેલા બટેટા
  • 1 ચમચી ખાંડ
  • ½ ચમચી લીંબુનો રસ
  • ½ કપ ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions
 

ઢોસા સાથે સર્વ થતું બટેટા નું શાક બનાવવાની રીત | Masala dosa nu shaak recipe banavani rit

  • ઢોસા સાથે સર્વ થતું બટેટા નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ચણા ની દાળ ને ધોઈ ને કોટન ના કપડા થી લુછી ને એક કટોરી માં લઈ લ્યો. હવે અડદ ની દાળ ને પણ પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ તેને પણ કોટનના કપડાં થી લુછી ને એક કટોરી માં લઈ લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો.હવે તેમાં ચણા ની દાળ અને અડદ ની દાળ નાખો. હવેતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં હિંગ, કાજુ અને લીમડાના પાન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં તીખા અને મોરા લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેમાં આદુ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં હળદર અને ડુંગળી ની સ્લાઈસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ડુંગળી નેચમચા ની મદદ થી દબાવતા હલવો જેથી તેની એક એક સ્લાઈસ અલગ થઈ જાય. ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેનેસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં અડધો કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકીને છ થી સાત મિનિટ સુધી ધીમા તાપે ડુંગળી ને ચડાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં બટેટા ને હાથ થી પ્રેસ કરી મેસ કરતા તેના ટુકડા કરી લ્યો. હવે તેમાં મેસ કરેલા બટેટા નાખો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં એક કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો.
  • ત્યારબાદ તેમાં લીંબુ નો રસ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • તૈયાર છે આપણું ટેસ્ટી ઢોસા સાથે સર્વ થતું બટેટા નું શાક. હવે તેને ઢોસા અને ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ઢોસા ખાવાનો આનંદ માણો.

Masala dosa nu shaak recipe notes

  • શાક માં તમે કાજુ ની સાથે કીસમીસ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો