Go Back
+ servings
આલુ ફ્રાય - Aloo fry - આલુ ફ્રાય બનાવવાની રીત - Aloo fry banavani rit - Aloo fry recipe in gujarati

આલુ ફ્રાય | Aloo fry | આલુ ફ્રાય બનાવવાની રીત | Aloo fry banavani rit | Aloo fry recipe in gujarati

આજે આપણે ઘરે આલુ ફ્રાય બનાવવાની રીત - Aloo fry banavani rit શીખીશું. આજે આપણે ઘરે વ્રત માટે સ્પેશિયલ આલું ફ્રાય બનાવતા શીખીશું, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ખૂબ જ ક્રિસ્પી, ચટપટા અને કુરકુરે બને છે. વ્રત ના હોય તો પણ તમે એમને એમ બનાવી શકો છો. નાના બાળકોહોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Aloo fry recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course nasta recipe in gujarati
Cuisine Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

આલુ ફ્રાય બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ સાબુદાણા
  • બટેટા 3

ગ્રીન ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 3 લીલાં મરચાં
  • 1 ઇંચ આદુ
  • 1 કપ લીલાં ધાણા
  • ½ ચમચી જીરું
  • સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું
  • 2 ચમચી સેકેલાં સીંગદાણા
  • ½ કપ દહી

Instructions
 

ચટણી બનાવવા માટેની રીત

  • ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો. હવે તેમાં લીલાં મરચાં, લીલા ધાણા, સેકેલ સીંગદાણા, જીરું, સ્વાદ પ્રમાણેસિંધવ મીઠું, આદુ અને દહી નાખો. હવે તેનેસરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.હવે તૈયાર છે આપણી ગ્રીન ચટણી.

આલુફ્રાય બનાવવા માટેની રીત

  • આલુફ્રાય બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સાબુદાણા નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેનેઠંડા થવા માટે રાખી દયો.
  • સાબુદાણા ઠંડા થાય ત્યાર બાદ તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • ત્યારબાદ બટેટા લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી સરસ થી છીલિ લ્યો. ત્યાર બાદતેના વચ્ચે થી બે ભાગ કરો. હવે તેમાં થી એક ભાગ લ્યો.તેની ત્રણ સ્લાઈસ થાય તે રીતે કટ કરો. આવી રીતેબધા બટેટા ની સ્લાઈસ કરી ને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં બટેટા ની સ્લાઈસ નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણેમીઠું નાખો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી પાણી માં ઉકાળી લ્યો.ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • તેમાં બે ચમચી જેટલી ગ્રીન ચટણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. તમને જેટલું તીખું ખાવું હોય એ હિસાબ થી ચટણી નાખી શકો છો.
  • ત્યારબાદ તેમાં પીસી ને રાખેલ સાબુદાણા નો પાવડર નાખો. હવે તેને ઉપર નીચે કરતા સરસ થી સાબુદાણાના પાવડર થી કોટ કરી લ્યો. ત્યાર બાદ તેને ઠંડા થવા માટે રાખીદયો.
  • ગેસ પર એક ફ્લેટ કઢાઇ મૂકો. હવે તેમાં બે થી ત્રણ ચમચી જેટલું તેલ નાખો. હવે તેલગરમ થાય એટલે તેમાં કોટ કરીને રાખેલ બટેટા ની સ્લાઈસ મૂકો. હવેતેને સરસ થી બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી વ્રત સ્પેશિયલ આલું ફ્રાય. હવે તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ આલું ફ્રાય ખાવાનો આનંદ માણો.

Aloo fry recipe in gujarati notes

  • કોટ કરીને રાખેલ બટેટા ની સ્લાઈસ ને તમે બે ત્રણ દિવસ માટે ફ્રીઝ માં રાખી શકો છો. અને જ્યારે પણ આલું ફ્રાય ખાવાનું મન થાય ત્યારે તેને સેકી કે તળી ને ખાઈ શકો છો.
  • વ્રત વગર આલું ફ્રાય બનાવવુ હોય તો સાબુદાણા ના પાવડર ની જગ્યા એ કોર્ન ફ્લોર કે આરો રૂટથી પણ કોટ કરી શકો છો.
  • સેલો ફ્રાય ની જગ્યાએ તમે ડીપ ફ્રાય કરીને આલું ફ્રાય બનાવી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો