Go Back
+ servings
સોહન હલવો - Sohan halvo - સોહન હલવો બનાવવાની રીત - Sohan halvo banavani rit - Sohan halvo recipe gujarati

સોહન હલવો બનાવવાની રીત | Sohan halvo banavani rit | Sohan halvo recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સોહન હલવો બનાવવાની રીત - Sohan halvo banavani rit શીખીશું. જેને કડક સોન હલવો પણ કહેવાય છે, આ મીઠાઈ ખાવા માં જેટલી ટેસ્ટી લાગે છે બનાવવીપણ એટલી જ સરળ છે. અત્યાર સુંધી તમે એને બજાર માંથી લઈ ને તોઘણી વખત મજા લીધી હસે પણ આજ પછી ઘરે બનાવી ને મજા લેશો. તો ચાલો Sohan halvo recipe gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course mithai banavani rit, sweet recipe in gujarati
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

સોહન હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • 1-2 ચમચી મિલ્ક પાઉડર
  • 2 ચમચી મેંદાનો લોટ
  • ½ ચમચી એલચી પાઉડર
  • ½ ખાંડ
  • ઘી જરૂર મુજબ
  • ડ્રાયફ્રુટ ની કતરણ જરૂર મુજબ

Instructions
 

સોહન હલવો બનાવવાની રીત | Sohan halvo banavani rit

  • સોહન હલવો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચાળી ને મેંદા નો લોટ, મિલ્ક પાઉડર અને એલચી પાઉડર લઈ બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો. ત્યાર બાદ ચાર છ પેપર કપ માં ઘી લગાવી ગ્રીસ કરી લ્યો અને એમાં તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટીલ્યો અને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ નાખો સાથે બે થી ત્રણ ચમચી ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યારબાદ ગેસ  ચાલુ કરી ધીમા તાપે ખાંડ ને ઓગળીને ખાંડ નો બ્રાઉન રંગ નો પાક તૈયાર કરો પાક તૈયાર થશે એટલે ઘી અલગ થઈ જશે.
  • ખાંડ નો રંગ બ્રાઉન થાય અને ઘી અલગ થાય એટલે ગેસ બંધ કરી કડાઈ ને નીચે ઉતરી લ્યો ત્યાર બાદ દસ સેકન્ડ એમજ હલાવતા રહો દસ સેકન્ડ પછી એમાં મિલ્ક પાઉડર અને મેંદા વાળુ તૈયાર કરેલમિશ્રણ નાખો ને બરોબર મિક્સ કરી લ્યો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે તરત જ ગ્રીસ કરેલપેપર કપમાં એક બે ચમચી નાખતા જાઓ આમ બધા ગ્રીસ કરેલ કપ માં તૈયાર કરેલ મિશ્રણ નાખી દયો.
  • કપ વાળા મિશ્રણ ને બે ત્રણ કલાક ઠંડુ થવા દયો ત્યાર બાદ સોહન હલવો બિલકુલ ઠંડો થાય એટલે પેપર કપ ને તોડી ને હલવા ને કાઢી લ્યો અને એક એક ને પ્લાસ્ટિક ની થેલી માં પેક કરી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો સોહન હલવો.

Sohan halvo recipe gujarati notes

  • અહીં તમે મેંદા ની જગ્યાએ શેકેલ બેસન પણ નાખી શકો છો પણ સ્વાદ માં થોડો ફરક આવશે.
  • ડ્રાયફ્રુટ ની કતરણ તમારી પસંદ મુજબ ની નાખી શકો છો.
  • તમે પેપર કપ ની જગ્યાએ સિલિકોન મોડ નો ઉપયોગ કરી મનગમતા આકાર આપી શકો છો.
  • સોહન હલવા ને પ્લાસ્ટિક ની પેકિંગ માં રાખવો જેથી એક બીજા માં ચોટે નહિ.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો