Go Back
+ servings
પાલક નું શાક - Palak nu shaak - Palak nu shaak banavani rit - Palak nu shaak recipe in gujarati

પાલક નું શાક | Palak nu shaak | Palak nu shaak banavani rit | Palak nu shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે પાલકનું શાક બનાવવાની રીત - Palak nu shaak banavani rit શીખીશું, જે લોકોને પાલક નું શાક નથી ભાવતું તે લોકો પણ આંગળા ચાટતા રહી  જશે. અને બેની જગ્યા એ ચાર રોટલી ખાઈ જાય તેવું ટેસ્ટી શાક બને છે. સાથેબનાવવુ પણ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવશે.આ શાક ને તમે રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે Palaknu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course shaak banavani rit
Cuisine Indian
Servings 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

પાલક નો વઘાર કરવા માટેની સામગ્રી

  • 500 ગ્રામ પાલક
  • 1 ચમચી સીંગદાણા
  • 1 ચમચી બેસન
  • 1 ચમચી સફેદ તલ
  • 2 ચમચી તેલ
  • 2 લીલાં મરચાં
  • 5-6 લસણની કડી

ગ્રેવી નો વઘાર કરવા માટેની સામગ્રી

  • 2 ચમચી તેલ
  • 1 ચમચી બટર
  • 1 ચમચી આખા ધાણા
  • ½ ચમચી જીરું
  • 2 આખા લાલ મરચાં
  • ½ ચમચી ઝીણું સુધારેલું લસણ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • 1 ઝીણા સુધારેલા ટામેટા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી ધાણા પાવડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 1 કપ ગરમ પાણી

પાલક ના શાક માં વઘાર રેડવા માટેની સામગ્રી

  • ½ ચમચી ઘી
  • ¼ ચમચી જીરું
  • ½ ચમચી ઝીણું સુધારેલું લસણ
  • ¼ ચમચી સફેદ તલ
  • ½ ચમચી લાલ મરચું પાવડર

Instructions
 

પાલક નું શાક

  • પાલક નું શાક બનાવવા માટે સૌથી પહેલાં પાલક ના પાન ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેને સુધારીલ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સીંગદાણા નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધીસેકી લ્યો. ત્યાર બાદ તેમાં બેસન નાખો. હવે તેને સીંગદાણા સાથે એક મિનિટ સુધી સેકી લ્યો. ત્યારબાદ તેમાં સફેદ તલ નાખો. હવે તેને ત્રીસ થી ચાલીસ સેકન્ડ સુધીસેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • બધી સામગ્રી ને એક મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લ્યો.
  • કઢાઇ માં બે ચમચી જેટલું તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેમાં લસણ ની કડી નાખો. હવે તેને સરસ થી હલાવી નેમિક્સ કરી લ્યો. હવે તેમાં સુધારીને રાખેલી પાલક નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે પાલક ને ધીમા ટેપ ચડવા દયો.

પાલક નું શાક બનાવવાની રીત

  • પાલક નું શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો.હવે તેમાં એક ચમચી જેટલું બટર નાખો. હવે તેલ ગરમથાય એટલે તેમાં જીરું નાખો.
  • તેમાં આખા લાલ મરચાં નાખો. હવે તેમાં ઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને સરસ થીગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં આદુ ની પેસ્ટ નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો.હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ટામેટા ને સરસ થી ચડાવી લ્યો
  • ત્યારબાદ તેમાં ધાણા પાવડર, હળદર, લાલ મરચું પાવડર અને પીસી ને રાખેલ સીંગદાણા અને બેસન નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
  • પાણી માં એક ઉબાલ આવી જાય ત્યાં સુધી ઉકાળી લ્યો. ત્યાર બાદ તેમાં બાજુ ના ગેસ પર ધીમા તાપે ચડી રહેલી પાલક ને તેમાં નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે ત્રણ થી ચાર મિનિટ સુધી ચડવા દયો.

શાક ઉપર વઘાર રેડવા માટેની રીત

  • શાક ઉપર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક નાની કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો.ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં ઝીણુંસુધારેલું લસણ નાખો. હવે તેને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકીલ્યો.
  • ત્યારબાદ તેમાં સફેદ તલ નાખો. હવે ગેસ બંધ કરી દયો. હવે તેમાં લાલ મરચું પાવડર નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંથી એક ચમચી જેટલો વઘાર રહવા દાઈ બાકી નો વઘાર શાક માં નાખી દયો.
  • હવે શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને ફરી થી એક થી બે મિનિટ સુધી ધીમા તાપે ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • શાક ને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેની ઉપર એક ચમચી જેટલો વઘાર રેહવા દીધો હતો તે નાખી ગાર્નિશ કરો.  હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વકરો અને ગરમા ગરમ પાલક નું ટેસ્ટી શાક ખાવાનો આનંદ માણો.

Palak nu shaak recipe notes

  • પાલકના શાક ને તેલ ની જગ્યા એ ઘી થી વઘાર કરી શકશો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો