Go Back
+ servings
મકાઈ ના ભૂટા નો હલવો - Makai na bhuta no halvo - મકાઈ ના ભૂટા નો હલવો બનાવવાની રીત - Makai na bhuta no halvo banavani rit - Makai na bhuta no halvo recipe in gujarati

મકાઈ ના ભૂટા નો હલવો | Makai na bhuta no halvo banavani rit | Makai na bhuta no halvo recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મકાઈના ભૂટા નો હલવો બનાવવાની રીત - Makai na bhuta no halvo banavanirit શીખીશું, મકાઈ ગ્લુટેન ફ્રી હોવાથી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. મકાઈ ના ભૂટા નો હલવો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે.બીજા હલવા કરતા ખૂબ જ ટેસ્ટી લાગે છે. નાના બાળકોહોય કે મોટા દરેક ને ભાવે છે. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Makai na bhuta no halvo recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 30 mins
Cook Time 30 mins
Total Time 1 hr
Course sweet recipe in gujarati
Cuisine Indian
Servings 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

મકાઈના ભૂટા નો હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • 6 મકાઈના ભૂટા
  • 2 ચમચી ઘી
  • 3 કપ પાણી
  • કપ ખાંડ
  • 2 ચમચી બદામ અને પીસ્તા ની કતરણ
  • 1 ચમચી કીસમીસ

Instructions
 

Makai na bhuta no halvo banavani rit | Makai na bhuta no halvo recipe in gujarati

  • મકાઈ ના ભૂટા નો હલવો બનાવવા માટે સૌથી પહેલાં મકાઈ ને ગ્રેટર ની મદદ થી ગ્રેટ કરી લ્યો. હવે તેને મિક્સર જારમાં નાખો.હવે તેને સરસ થી પીસી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે તેમાં પીસી ને રાખેલી મકાઈ નાખો.હવે તેને ધીમા તાપે પંદર થી વીસ મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં ત્રણ કપ જેટલું પાણી નાખો. અહી દૂધ ની જગ્યાએ પાણી જ નાખવું. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ફૂલ આંચ પરસેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં ખાંડ નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેને પાંચ થી છ મિનિટ સુધી સેકી લ્યો. હલવા ને થોડું  લિકવિડ ફોમ માં જ રાખવો. કેમ કે હલવો ઠંડો થવાથી થોડો થીક થઈ જશે.
  • તેમાં ડ્રાય ફ્રુટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી મકાઈ નાભૂટા નો હલવો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો