Go Back
+ servings
ઘઉં ના લોટ ના સમોસા બનાવવાની રીત - Ghau na lot na samosa banavani rit - wheat flour samosa recipe in gujarati

ઘઉં ના લોટ ના સમોસા બનાવવાની રીત | Ghau na lot na samosa banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ઘઉંના લોટ થી ટેસ્ટી સમોસા બનાવવાની રીત - Ghau na lot na samosa banavani rit શીખીશું. સમોસા નું નામ સાંભળતા જ દરેક ના મોઢામાં પાણીઆવી જાય , આજે આપણેએકદમ નવી રીતે સમોસા બનાવતા શીખીશું. ખૂબ જ ઓછા સમય માંઘણા બધા સમોસા બની ને તૈયાર થઇ જાય છે. સાથે ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે. સાથે ખૂબ જ ખસ્તા બને છે. નાનાબાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘઉં નાલોટ ના સમોસા બનાવવાની રીત - wheat flour samosa recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course samosa
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ઘઉંના લોટ ના સમોસા બનાવવા માટે લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • 2 ચમચી સોજી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી અજમો
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી સફેદ તલ
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 2 ચમચી તેલ

સમોસા ફિલીંગ બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ
  • 1 ચમચી આખા ધાણા, વરિયાળી અને જીરું
  • 1 ચમચી આદુલસણની પેસ્ટ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ ચમચી લાલમરચું પાવડર
  • ½ ચમચી ધાણા પાવડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 3 બાફેલા બટેટા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી આમચૂર પાવડર
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions
 

સમોસા નો લોટ બાંધવા માટે ની રીત

  • સમોસા માટે લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક કથરોટમાં ઘઉં નો લોટ નાખો. હવે તેમાં સોજી નાખો.હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, અજમો, લાલ મરચું પાવડર, સફેદ તલ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.
  • હવે તેમાં મોણ માટે તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો.ત્યાર બાદ તેને ઢાંકી ને સેટ થવા માટે રાખી દયો.

સમોસા ફિલીંગ બનાવવા માટેની રીત

  • ફિલીંગ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં આખા ધાણા, જીરું અને વરિયાળી નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો.
  • હવે તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને ગોલ્ડન કલર આવે ત્યાં સુધીસેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, ધાણા પાવડર, ગરમ મસાલો નાખો. હવેતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બાફેલા બટેટાને મેસ કરીને નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં આમચૂર પાવડર અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવેતૈયાર છે આપણું સમોસા માટેનું ટેસ્ટી ફિલીંગ.

ઘઉં ના લોટ ના સમોસા બનાવવાની રીત

  • સમોસા બનાવવા માટે સૌથી પહેલાં ગુંથી ને રાખેલ લોટ માંથી એક લુવો લ્યો. હવે વેલણ ની મદદ થી સરસ થીએક મોટી રોટલી વણી લ્યો.
  • કટરની મદદ થી પીઝા ની જેમ આમને સામને કટ લગાવી લ્યો. આઠ પીસ થાય તે રીતે કટ લગાવવા.
  • તેની ઉપર ની બાજુ એક ચમચી જેટલું ફિલીંગ રાખો. હવે તેની કિનારી અને ખૂણા ના ભાગ તરફ પાણી લગાવી લ્યો. હવે ઉપર ના ભાગ ને વચ્ચે થી ફોલ્ડ કરી ને દબાવી લ્યો. હવે તેને ઉપાડી ને ઉપર થી ફોલ્ડ કરી લ્યો. હવે તેના બનેબાજુ મસાલા ને અંદર કરતા તેને પણ સરસ થી પેક કરી લ્યો. આવી રીતેબધા સમોસા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેસમોસા નાખો. હવે તેને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાંસુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી સમોસા. હવે તેને ગ્રીન ચટણી અને આમલી ની ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ સમોસા ખાવાનો આનંદ માણો.

Samosa recipe notes

  • લોટમાં તેલ ની જગ્યા એ ઘી નું મોણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો