Go Back
+ servings
વેજ જલફ્રેઝી - Veg Jalfrezi - વેજ જલફ્રેઝી બનાવવાની રીત - Veg Jalfrezi banavani rit

વેજ જલફ્રેઝી બનાવવાની રીત | Veg Jalfrezi banavani rit

આજે આપણે ઘરે વેજ જલફ્રેઝી બનાવવાની રીત - VegJalfrezi banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, આજે આપણે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં સ્પાયશી જાલ ફ્રેજી બનાવતા શીખીશું.મસાલા ગ્રેવી ની અંદર વેજીટેબલ ને રોસ્ટ કરીને બનાવવામાં આવે છે.ખૂબ જ ઓછા સમયમાં બની ને તૈયાર થઇ જાય છે. સાથેહેલ્થી પણ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે.તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી વેજ જાલ ફ્રેજી બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course lunch and dinner recipe in gujarati
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

મસાલા ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 2 આખા લાલ મરચાં
  • ½ ચમચી જીરું
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ધાણા પાવડર
  • 1 ચમચી તીખું લાલ મરચું પાવડર
  • 3 ટામેટા ની પ્યુરી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 કપ ગરમ પાણી

વેજીટેબલ રોસ્ટ કરવા માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • કપ  ફૂલ ગોબી
  • કપ ગાજર ની સ્લાઈસ
  • કપ બીન્સ
  • 1 કપ લાલ, લીલા અને પીળા કેપ્સીકમ ની સ્લાઈસ
  • કપ વટાણા
  • કપ કોબીજ ની સ્લાઈસ
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચપટી ગરમ મસાલો
  • ½ ચમચી ચાટ મસાલો
  • 1 ચમચી કસૂરી મેથી
  • 1 ચમચી બટર
  • 1 ચમચી તેલ
  • 1 ડુંગળી ની સ્લાઈસ
  • 1 ટામેટા ના ટુકડા
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions
 

મસાલા ગ્રેવી બનાવવા માટેની રીત

  • મસાલા ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો.તેલ ગરમ થાય એટલે તેમાં આખા લાલ મરચા ના બે ટુકડા કરી ને નાખો.હવે તેમાં જીરું નાખો.
  • હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેમાં આદુ લસણ ની પેસ્ટનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને લાઈટ બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં હળદર, કાશ્મીરી લાલ મરચું પાવડર, તીખું લાલ મરચું અને ધાણાપાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે મસાલા ને સરસ થી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં ટામેટા ની પ્યુરી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગ્રેવી માંથી તેલ છૂટું થાય ત્યાંસુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ તેમાં એક કપ જેટલું ગરમ પાણીનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ધીમા તાપે ચડવા દયો. ત્યાં સુધી વેજીટેબલ રોસ્ટકરી લઈએ.

વેજીટેબલ રોસ્ટ કરવા માટેની રીત

  • વેજીટેબલ રોસ્ટ કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં ફૂલ ગોબીના ફૂલ ને સરસ થી ધોઈ ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તેમાં બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દયો.
  • ત્યારબાદ તેમાં ગાજર ની સ્લાઈસ, બિંસ ના ટુકડા, લાલ,લીલા અને પીળાકેપ્સીકમ ની સ્લાઈસ, વટાણા અને કોબીજ ની સ્લાઈસ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ચાટમસાલો અને કસૂરી મેથી ની હાથ થી મસળી ને નાખો. હવે તેને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું બટર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

વેજ જલફ્રેઝી બનાવવાની રીત

  • વેજ જાલ ફ્રેજી બનાવવા માટે સૌથી પહેલાં ધીમા તાપે ચડવા રાખેલી મસાલા ગ્રેવી માં રોસ્ટકરીને રાખેલ વેજીટેબલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે ફરી થી ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી ની સ્લાઈસ નાખો. હવે તેમાં ટામેટા ના ટુકડાનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં કસૂરી મેથી અને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને મસાલા ગ્રેવી વાળી કઢાઇ માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો.
  • હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી વેજ જાલ ફ્રેજી. હવે તેને ગરમા ગરમ ખાવાનો આનંદ માણો.

Recipe NOTES

  • વેજ જાલ ફ્રેજી માં તમે વેજીટેબલ રોસ્ટ કરવામાં મશરૂમ, બ્રોકલી અને ઝુકુની પણ નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો