Go Back
+ servings
ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત - dry fruit laddu recipe - dryfruit laddu banavani rit - dry fruit laddu recipe in gujarati - ડ્રાયફ્રુટ લાડુ

ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત | dry fruit laddu recipe | dryfruit laddu banavani rit | dry fruit laddu recipe in gujarati | ડ્રાયફ્રુટ લાડુ

જય શ્રી કૃષ્ણ આજ આપણે ડ્રાયફ્રુટ લાડુ બનાવવાની રીત - dryfruit laddu banavani rit શીખીશું. આ લાડવા ખાવા માં તો ટેસ્ટી લાગેજ છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક અને ગુણકારી હોય છે ને શિયાળા માં આ લાડવા બનાવી ને રોજ એકાદ લાડવો ખાઈ લઈએ તો આખું વર્ષ સ્વસ્થ રહી શકીએ છીએ તો આવા ગુણકારીલાડવા બનાવી ને ચોક્કસ બનાવી ને નાના મોટા સહુ નું સ્વાસ્થ્ય બનાવીએ તો ચાલો dry fruit laddu recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course Dessert, laddu banavani rit, ladoo banavani rit
Cuisine Indian
Servings 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

ડ્રાયફ્રુટ લાડુ બનાવવા જરૂરી સામગ્રી | dryfruit laddu ingredients

  • 150 ગ્રામ બદામના કટકા / 1 કપ
  • 150 ગ્રામ કાજુ ના કટકા / 1 કપ
  • 50 ગ્રામ પિસ્તાના કટકા / ½ કપ
  • 150 ગ્રામ કીસમીસ / 1 કપ
  • 100 ગ્રામ સૂકાનારિયળ ના કટકા / 1 ½ કપ
  • 150 ગ્રામ પમકીન બીજ / કોળા ના બીજ /  1 કપ
  • 100 ગ્રામ મગતરીના બીજ / ¾ કપ
  • 50 ગ્રામ ખસ ખસ /  ¼ કપ
  • 500 ગ્રામ ખજૂર બીજ વગરની / 1 ½ કપ
  • 100 ગ્રામ ઘી / ½ કપ

Instructions
 

ડ્રાયફ્રુટ લાડુ | dry fruit laddu recipe | dryfruit laddu banavani rit

  • ડ્રાયફ્રુટ લાડવા બનાવવા માટે સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં એક થી બે ચમચી ઘી ગરમ કરવા મૂકો અનેઘી ઓગળે એટલે ધીમા તાપે એમાં બદામ ના કટકા નાખી ને  બે મિનિટ ધીમા તાપે શેકો ત્યાર બાદ એમાં કાજુ ના કટકા નાખી ને મિક્સ કરી એને પણ કાજુ નો થોડો રંગ બદલે ત્યાં સુંધી એટલે કે બીજા ત્રણ ચાર મિનિટ શેકો
  • હવે શેકેલ કાજુ બદામ ના કટકા ને ઝારા થી કાઢી વધારા નું ઘી અલગ કરી લઈ બીજા વાસણમાં કાઢી લ્યો અને કડાઈ માં જે ઘી બચેલ છે એમાં કોળા ના બીજ અને મગતરી ના બીજ નાખી એને પણ ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો ને બીજ બરોબર શેકાઈ જાય એટલે એને પણ અલગ વાસણમાં કઢી લ્યો
  • ફરી એજ કડાઈ માં એક ચમચી ઘી ગરમ કરો અને એમાં પિસ્તા ના કટકા અને કીસમીસ નાખી પિસ્તા નેબે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લ્યો અને બરોબર શેકાઈ જાય એટલે એને પણ વાસણમાં કાઢી લ્યો હવે ફરી કડાઈ માં એક ચમચી ઘી ગરમ કરો ઘી માં ખસ ખસ અને નારિયળ નું છીણ નાખી ને મિક્સકરી લ્યો અને નારિયળ નો રંગ બદલે એટલે એને વાસણમાં કઢી લ્યો
  • હવે ફરી એજ કડાઈમાં ફરી એક ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં ખજૂર ની પેસ્ટ નાખી મિક્સ કરી ને ધીમા તાપે હલાવતા રહો અને આઠ દસ મિનિટ શેકી નરમ બને ત્યાં સુધી હલાવી ને શેકી લ્યો અને ગેસ બંધ કરી લ્યો અને એમાં એલચી પાઉડર નાખો ને સાથે પહેલા શેકી રાખેલ બધાજ ડ્રાય ફ્રુટ ને નાખો ને બરોબર મિક્સ કરી લ્યો
  • ખજૂરને શેકી રાખેલ ડ્રાય ફ્રુટ ને બરોબર મિક્સ કરો મિશ્રણ થોડું ઠંડું થાય એટલે હાથ વડે મસળી ને બરોબર મિક્સ કરી લ્યો ને નાની નાની સાઇઝ ના લાડવા બનાવી લ્યો અને તૈયાર લાડવાને ઠંડા થવા દયો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા અને તૈયાર લાડવા ને બહાર એકાદ મહિના સુંધી અને ફ્રીઝ માં ત્રણ ચાર મહિના સુંધી ખાઈ શકો છો તો તૈયાર છે ડ્રાયફ્રુટ લાડવા

dry fruit laddu recipe in gujarati notes

  • અહી તમે સફેદ તલ, કાળા તલ, અખરોટ, સૂકી ખારેક તમનેપસંદ હોય એ ડ્રાય ફ્રુટ ના કટકા ને શેકી ને નાખી શકો છો જો ખજૂર જેવા મીઠા ડ્રાય ફ્રુટને નાખો તો ખજૂર ની માત્રા ઓછી કરી નાખવી
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો