Go Back
+ servings
મગ ની દાળ ની ખીચડી - mag ni dal ni khichdi gujarati - mag dal ni khichdi gujarati - મગ ની દાળ ની ખીચડી બનાવવાની રીત - mag ni dal ni khichdi banavani rit

મગ ની દાળ ની ખીચડી | mag ni dal ni khichdi gujarati | mag dal ni khichdi gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ઢાબાસ્ટાઈલ માં મગ ની દાળ ની ખીચડી બનાવવાની રીત - mag ni dal ni khichdi banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, બાળકો પણ હસતા હસતા પેટ ભરીને ખાઈ લે છે.આ ખીચડી ને કાઢી અને પાપડ સાથે ખાઈ શકાય છે. જેપણ એકવાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. નાના બાળકોહોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી ઢાબાસ્ટાઈલ માં mag ni dal ni khichdi gujarati બનાવતાશીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 30 mins
Total Time 50 mins
Course gujarati dishes
Cuisine gujarati
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients
  

મગ ની દાળ ની ખીચડી બનાવવા જરૂરી સામગ્રી

  • સુરતી કોલમ ચોખા 1 કપ
  • મગ ની દાળ 1 કપ
  • ઘી 5-6 ચમચી
  • જીરું 1 ચમચી
  • તજ 1 ટુકડો
  • લવિંગ 4-5
  • મરી 7-8
  • સુખા લાલ મરચાં 2
  • આદુ લસણ અને મરચાં ની પેસ્ટ 1 મોટી ચમચી
  • 1 ડુંગળી ની લાંબી સ્લાઈસ
  • બટેટા 400 ગ્રામ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • પાણી 8 કપ
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી

Instructions
 

mag ni dal ni khichdi gujarati | mag dal ni khichdi gujarati

  • ઢાબા સ્ટાઈલ માં મગ ની દાળ ની ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ચોખા અને મગ નીદાળ લઈ લ્યો. હવે તેને એક થી બે વાર પાણી થી સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેમાં પાણી નાખી ને અડધી કલાક માટે પલાળવા માટે રાખી દયો.
  • ત્યારબાદ ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.હવે તેમાં તજ, લવિંગ, મરી,સુખા લાલ મરચાં અને આદુ લસણ અને મરચાં ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં ડુંગળી ની સ્લાઈસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બેથી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં બટેટા ના ટુકડાનાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં હિંગ, લાલ મરચું પાવડર, હળદર, ધાણા પાવડરઅને ગરમ મસાલો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે મસાલા ને સરસ થી બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં પલાળી ને રાખેલ ખીચડી માંથી એક્સ્ટ્રા પાણી કાઢી ને કુકર માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે તેને ફરી થી એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
  • તેમાં આઠ કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદકુકર નું ઢાંકણ બંધ કરી દયો. હવે ત્રણ સિટી વગાળી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • કુકર ઠંડું થાય ત્યાર બાદ તેને ખોલી ને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી ઢાબા સ્ટાઈલ માં મગ ની દાળ ની ખીચડી. હવે તેને કઢી અને પાપડ સાથે સર્વ કરો અને ગરમા ગરમ મગ ની દાળ ની ખીચડી ખાવાનો આનંદ માણો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો