જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મોનાકોચાટ બનાવવાનીરીત - Monaco Chaat banavani rit શીખીશું. આજે આપણે મોનાકો બિસ્કીટ નો ઉપયોગ કરી ને સુપર ટેસ્ટી ચાટ બનાવતા શીખીશું, ખૂબ જ ચટપટી અને ટેસ્ટી બને છે.સાથે બનાવવુ પણ ખૂબ જ સરળ છે. સાંજે હલકી ફુલકીભૂખ હોય ત્યારે કે કોઈ મેહમાન આવે ત્યારે તમે મોનાકો ચાટ બનાવી શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે Monaco Chaat recipe in gujarati શીખીએ.
મોનાકો ચાટ બનાવવાની રીત | Monaco Chaat banavani rit | Monaco Chaat recipe in gujarati
મોનાકો ચાટ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં બાફેલા બટેટા લ્યો. હવે તેને હાથ થી મેસ કરી લ્યો. હવે તેમાં ગરમ મસાલો, ધાણા પાવડર, લાલ મરચું પાવડર અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે એક પ્લેટમાં મોનાકો બિસ્કીટ ગોઠવી લ્યો. હવે તેમાં ટામેટા ની સ્લાઈસ રાખો. હવે તેની ઉપર ડુંગળીની સ્લાઈસ રાખો. હવે તેની ઉપર બટેટા નું મિશ્રણ રાખો.હવે તેની ઉપર ટામેટા નું સોસ નાખો.
હવે તેની ઉપર ચાટ મસાલો છાંટો. હવે તેની ઉપર સેવ નાખો. હવે તેની ઉપર ગ્રેટ કરેલું ચીઝ નાખો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.
તૈયાર છે આપણું ટેસ્ટી મોનાકો બિસ્કીટ ચાટ. હવે તેને સર્વ કરો. અને ખાવાનો આનંદ માણો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો