Go Back
+ servings
મસાલા મિલ્ક પાવડર અને મસાલા દૂધ બનાવવાની રીત - Masala milk powder ane masala milk banavani rit - Masala milk recipe in gujarati

મસાલા મિલ્ક પાવડર અને મસાલા દૂધ બનાવવાની રીત | Masala milk powder ane masala milk banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે મસાલામિલ્ક પાવડર બનાવવાની રીત શીખીશું, એકવાર આ પાવડર બનાવ્યા પછી તેને તમે ફ્રીઝ માં રાખી ને સ્ટોર કરી શકો છો.આ પાવડર ને દૂધ માં નાખી ને તમે તમારા પસંદ ના હિસાબ થી ઠંડું કે ગરમસર્વ કરી શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબજ સરળ છે. સાથે હેલ્થી પણ છે. નાના બાળકોહોય કે વડીલ દરેક ને પસંદ આવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટીઅને હેલ્ધી Masala milk recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time 20 mins
Cook Time 20 mins
Total Time 40 mins
Course milk recipes
Cuisine Indian
Servings 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients
  

મસાલા મિલ્ક પાવડર બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ બદામ
  • ½ કપ કાજુ
  • ¼ કપ પિસ્તા
  • 28 એલચી
  • ½ ચમચી મરી પાવડર
  • 1 ચમચી શોંઠ પાવડર
  • ¼ ચમચી જયફર નો પાવડર
  • 1 ચમચી હળદર
  • ½ ગ્રામ કેસર

મસાલા મિલ્ક બનાવવા માટેની સામગ્રી

  • 1 લીટર ફૂલ ફેટ દૂધ
  • ખાંડ

Instructions
 

મસાલા મિલ્ક પાવડર બનાવવાની રીત

  • મસાલા પાવડર બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બદામ, કાજુ અને પીસ્તા નાખો. હવે તેને ચાર થી પાંચ મિનિટ સુધીધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો.હવે તેને ઠંડુ થવા માટે રાખી દયો.
  • ત્યારબાદ તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં એલચી ના દાણા કાઢી ને તેમાં નાખો. હવે તેમાં સોંઠ પાવડર, જાયફર નો પાવડર, હળદર અને કેસરનાખો. હવે બધી સામગ્રી ને પ્લસ મોડ માં પીસી લ્યો. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
  • હવે તૈયાર છે આપણો મસાલા મિલ્ક માટેનો પાવડર.

મસાલા મિલ્ક બનાવવાની રીત | masala milk banavani rit

  • મસાલા દૂધ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંચાર ચમચી જેટલો બનાવી ને રાખેલ મસાલા પાવડર નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • દૂધ ને ત્રીસ ટકા જેટલું બળી જય તેટલું ઉકાળી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે ખાંડ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યારબાદ ગેસ બંધ કરી દયો.
  • તૈયાર છે આપણું ટેસ્ટી મસાલા મિલ્ક પાવડર. હવે તેને ગરમ ગરમ કુલ્હાડ માં નાખી ને સર્વ કરો. અને મસાલા મિલ્ક પાવડર પીવાનો આનંદ માણો.
  • અને ઠંડું મસાલા મિલ્ક પાવડર પીવું હોય તો મસાલા દૂધ રૂમ ટેમ્પ્રેચર પર આવે ત્યારે તેનેફ્રીઝ માં રાખી દયો. હવે દૂધ ઠંડું થાય ત્યાર બાદ તેને સર્વ કરો. અને મસાલામિલ્ક પાવડર પીવાનો આનંદ માણો.

Masala milk recipe notes

  • મસાલા મિલ્ક પાવડર માં તમે ખાંડ ની જગ્યા એ ગોળ કે ખજૂર નાખી શકો છો.
શું આપને અમે જણાવેલ રેસીપી પસંદ આવી?રેસીપી પસંદ આવી હોય તો ઉપર 5 ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપી નીચે આપનો ફીડબેક/મુજવણ જરૂરથી કોમેન્ટ કરજો